________________ 388 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજાઓને શાહે દરબારમાં હાજરી આપવી પડતી અથવા યુવરાજને મેકલવા પડતા. યુદ્ધના સમયે પિતાનાં સૈન્યને શાહી સેનામાં સામેલ રાખવા માટે મોક્લવાં પડતાં અથવા જાતે લઈને જવું પડતું. જામસાહેબે આ ફરજો બજાવેલી નહિ અને ઓરંગઝેબના સમય સુધી સ્વતંત્રતા ભોગવેલી પણ બીજા રાજાઓને આ નિયમનું પાલન કરવું પડતું. સોરઠ “સરકારી હાઈ “સરકારના વહીવટની સમીક્ષા આપણે કરવી જોઈએ, છતાં તે સમયમાં પ્રત્યેક સૂબાના અમલદારે કેણ હતા તે ટૂંકમાં જોઈએ. દીવાન : મહેસૂલી વ્યવસ્થાને સર્વોચ્ચ અધિકારી. તેને દિવાની રહે ન્યાય પણ આપવું પડતું. તેના સહાયકારી અધિકારીઓએ નીચે પ્રમાણે હતા. બક્ષી : ચૂકાદે કરનાર. સદર : ધર્માદા, સદાવ્રત વગેરે પર ધ્યાન રાખનાર. કાઝી : ન્યાયાધીશ. કેટવાળ: વ્યવસ્થા જાળવનાર, જાહેર આરોગ્ય અને સુધરાઈને અધિકારી, મીર બહુર: બંદરે, જગત, હડીરે, વગેરેને ઉપરી. વાકીયાનવીસ: સમાચારલેખક. અમીન: સદરની સહાય માટે બીજો અધિકારી ધમદા રકમ તથા રાજ્ય સામેના દાવા ચલાવનાર ન્યાયાધીશ. સરકાર : સરકારના ઉપરીને ફેજદાર કહેવામાં આવતા. તે સાથે આમાલગુઝાર પણ રહેતા. તેની સહાય અર્થે કાઝી તથા કેટવાલ રહેતા. તેઓ ન્યાયનું અને વ્યવસ્થાનું કામ કરતા." પરગણાં : પરગણાના ઉપરી શિકકેદાર હતા. તે ઉપરાંત અમીન, કાનુગે, પટવારી વગેરે અમલદારે હતા; પણ પ્રજા પાસેથી વસૂલાત કરવા તથા બીજાં કામે માટે આમીલ અને દેસાઈઓ હતા. તેઓ મહેસૂલ વસૂલ કરી શિકકેદારને આપતા. આમિલે અને દેસાઈએ બનતાં સુધી હિન્દુઓ જ હતા. અને તેઓ રાજા અને 1. સર ચેમસ તેને Sorett અને મુખ્ય શહેરને “ગુનાગઢ" કહે છે. 2. આઇને અકબરી' 3. સદર તથા અમીન ઘણે સ્થળે એક જ હતા, 4. કેજદારને હોદ્દો જુદી જુદી જગ્યાઓ માટે અપાતે. સરકારને ઉપરી પણ ફોજદાર હતું અને આમાલાગુઝાર પણ હતો. તે માટે મુગલ સામ્રાજ્યમાં એકસરખું ધોરણ રહ્યું હોવાનું જણાતું નથી. 5. સરકારના કામના બે ભાગ હતા. “ઝુર અને માલ હઝર”. 6. અમલ કરાવે તે આમિલ. દેશ અને શાહી વચમાં રહે તે દેસાઈ