________________ ૩૯ર સૌરાષ્ટ્ર છતહાસ પરંતુ આ સમયમાં મંદિરમાં પૂજા થતી અને હિંદુઓ વગર સંકેચે પિતાના ધર્મનું આચરણ વગર રોકટોક કરતા. ઔરંગઝેબે તેના શાસનમાં તે બંધ કરાવ્યું. આ કાળમાં જેન તથા હિંદુ મંદિર બંધાયાં નહીં તેમ સમારકામ પણ થયું નહીં; પણ ઓરંગઝેબ પહેલાં કેટલાંક મંદિરે બંધાયાં હતાં. રાજાઓએ આ સમયમાં કિલ્લાઓ, રાજમહેલે અને મંદિર બાંધ્યાં અને આજ પણ મુગલ અને હિંદુ સ્થાપત્યના સુમેળ જેવાં તે મકાને ઊભાં છે. માપ: જમીનનું માપ સુલતાનના સમયમાં કાંઈ ચોક્કસ હતું નહીં, પણ ટોડરમલે “વી મુકરર કર્યો. ગજ જુદા જુદા પ્રકારના હતા. સિકંદરી ગજની લંબાઈ 41 આંગળની હતી, એટલે કે 33 ઇંચની હતી. તેવા સિકંદરી ગજની સાંકળ મુકરર કરી અને તેવી એક સાંકળ લાંબા અને એક સાંકળ પહેળા જમીનના ટુકડાને “વી” કહેવામાં આવતું. આ વીઘે 180 ફીટ લાંબે અને 180 ફીટ પહેળે સામાન્ય રીતે હતું, પરંતુ ગુજરાત-સૌરાષ્ટ્રમાં તેનાં જુદાં જુદાં માપ જોવામાં આવે છે. જમીનના પ્રકાર : જમીનના પ્રકાર નીચે મુજબ હતા. 1. પુણેજ-ઉત્તમ પ્રકાર-પ્રત્યેક વર્ષે વવાતી જમીન. 2. ફરાવતી–વારાફરતી વવાતી જમીન. 3. ચીચર-ત્રણચાર વર્ષે વવાતી જમીન. 4. વણઝર-પાંચ વર્ષે વવાતી જમીન. આવા પ્રકારો સૌરાષ્ટ્રમાં હોવાનું જણાતું નથી. મુગલ સામ્રાજ્યમાં સ્થિર અને વ્યવસ્થિત રાજતંત્રના પાયા પડયા અને વહીવટના સિદ્ધાંતે બંધાયા. વહીવટ કરનારાઓની પસંદગી, વર્તણુક કે તાલીમ બરાબર નહિ હોય, પણ વહીવટના નિયમો અને કાયદાઓ તે સંપૂર્ણ અને સર્વલક્ષી હતા. વર્તમાન રાજતંત્ર અને વ્યવસ્થાનું મૂળ તેમાં છે. ચાલુ થઈ છે, તેથી તે તેડી પાડવાનું છે. (મિરાતે અહમદી) તે પછી તેણે ચેડાં વર્ષ પછી બીજું ફરમાન કર્યું છે. “સોમનાથના મંદિરને મારા રાજ અમલના પ્રારંભમાં નષ્ટ કરી નાખવામાં આવ્યું હતું અને ત્યાં થતી મૂર્તિપૂજા બંધ કરાવી હતી. અત્યારે શું પરિસ્થિતિ છે તે અમારા જાણવામાં નથી; પણ જે તે સ્થાનમાં મૂર્તિપૂજા એ પુનઃ મૂર્તિપૂજાને આરંભ કર્યો હોય, તે હવે તે મંદિરને એવા સ્વરૂપમાં નાશ કરી નાખે છે, તે મકાનની જરા પણ નિશાની રહે નહિ તથા ત્યાંથી મૂર્તિપૂજક હિંદુઓને કાઢી મૂકો” (હીસ્ટ્રી ઓફ ઔરંગઝેબ-ટેમ્પલ ડીસ્ટ્રક સન બાય ઔરંગઝેબઃ ચર જદુનાથ સરકારી