________________ 390 સોરાષ્ટ્રનો ઈતિહાસ રાજ્યની નીતિ ખેડૂત તથા રાજ્યની વચ્ચેના માણસોને દૂર કરવા તરફ ઢળતી હતી. ન્યાય : મુસ્લિમોને સરાહે મહમદી પ્રમાણે ન્યાય મળતે, પણ હિન્દુઓને તેમનાં શાસ્ત્ર પ્રમાણે ન્યાય મેળવવા અધિકાર હતે. પણ મુસ્લિમોને ન્યાય હિંદુ આપી ન શકતા. કાઝીઓ ન્યાયાધીશ હતા અને તે ઉપરાંત મીરેઅદલ નીમવામાં આવતા. મીરેઅદલની જગ્યા કાયમી ન હતી, પણ જરૂરી પ્રસંગે તેના ઉપર માણસે નીમવામાં આવતા. આ ઉપરાંત પોલીસ અને જાહેર બાંધકામ ખાતું વગેરે ખાતાઓ અસ્તિત્વમાં હતાં. આ વિષય વિદ્વાનેએ લંબાણપૂર્વક ચર્ચે છે અને તેનું સંશોધન કરી તે માટે પુસ્તકો લખ્યાં છે. એટલે આ પુસ્તકમાં વિસ્તારભયે વિશેષ ચર્ચા છેડી દેવી પડે છે. ચલણ : સૌરાષ્ટ્રમાં તે કેરી તથા મહમ્મદીનું ચલણ ચાલુ હોવાનું જણાય છે, છતાં અકબરી રૂપિયે પ્રચલિત થયું હતું. જહાંગીરે સિક્કાનું વજન મુકરર કર્યું, સેના તથા ચાંદીના સિક્કાઓ ઉપર છાપ પાડી અને સિક્કાનાં નવીન નામ આપ્યાં. નરશાહી : સે તેલાની સેનામહોર : પચાસ નૂરદોલત : વીસ તેલાની સોનામહોર નૂરકરમ ; દસ નૂરમહર : પાંચ જ નુરજહાની : એક L: અરધા રવાઝી : પા કવકિkબી તાલુએ : સે તેલાને ચાંદીના સિક્કો. કવઝિકલી અકબાલ: પચાસ તેલાને , કવઝિબી મુરાદ : વીસ તેલાને , નરસુલતાની નૂરાની 1. આ જગ્યા માટે પણ વાદવિવાદ છે. અકબરે તે જગ્યા નવી કાઢેલી. સૂબાના આઠ - વરિષ્ઠ અમલદારોમાં મીરે અદલ એક હતા. તે કાઝીઓને ઉપરી ડીસ્ટ્રીકટ જજ જેવો અમલદાર હશે. 2. નૂરજહાંનું નામ અમર રાખવા જહાંગીરે આ સિક્કા પડાવેલા. તેના ઉપર લખેલું - “બ હુકમે શાહ જહાંગીર આકૃત સદ જેવર બ નામે નુરજહાં બાદશાહે બેગર જર".