________________ જુગલ સામ્રાજ્ય 389 પ્રજા વચ્ચે રહી વસૂલાત કરતા, રાજ્યના કાયદા પળાવતા અને પ્રજાનાં દુઃખ રાજ્યના અધિકારીઓને કાને પહોંચાડતા. બંદર : બંદરનો વહીવટ નિયમિત રીતે થતું. તે કરવા માટે સદર કાઝી, બક્ષી, સવાનીહનવીસ, હરકાર, મુહતસીલ, દરેગા વગેરે અમલદારે હતા. જકાત : જકાત દફતરને ઉપરી મુત્સદ્દી કહેવાતે, જેના તાબામાં કારકુન હિસાબનવીસ વગેરે હતા. તે ઘણાખરા વાણિયા હતા અને પટાવાળા મુસ્લિમ હતા. સૈન્ય : સેનામાં હસ્તીદળ, હયદળ તથા પાયદળ હતાં. અમીને મનસબ આપવામાં આવતી તે સાથે તેઓને કેટલા માણસો રાખવા તેને નિર્દેશ હતે. તેનાં મસ્ટરે (હાજરી પત્રક) રહેતાં અને ઘોડાઓને છાપ મારવામાં આવતી. સરસેનાપતિ : સિન્યનો સેનાપતિ શહેનશાહ પિતે હતું, પણ સમય અને સંજોગ જોઈને સૈન્યને મરજી પડે તે સેનાપતિ નીચે યુદ્ધમાં મોકલવામાં આવતું. સૈન્યના કેઈ નિયત સેનાપતિ ન હતા. સૈનિકની હાજરી, પગાર, બહાલી, બરતરફી વગેરે કામ ઉપર ધ્યાન રાખનાર અમલદાર બક્ષી કહેવાતા. “ઝાત અને સવાર પદ્ધતિ પણ સેનામાં હતી. ઝાત એટલે દરેક મનસબદારે ખરેખર કેટલા સિપાઈએ રાખવા તે અને સવાર એટલે તેને દરજજો નક્કી કરવા માટે નિયત કરેલી સંખ્યા. શાહી સન્ય ઉપરાંત સરદારમાં સ્થાનિક સિન્ય રહેતું. તેમાં બે ભાગ હતા. એક શાહી સૈન્યને ભાગ અને બીજું રાજાએ અને જમીનદારનાં યુદ્ધકાળે હાજર થતાં સેજોને ભાગ. સૈન્યમાં બંદૂકચી, તીરંદાજ, સમશેરબાઝ, ગુરઝબરદાર રહેતા. તેઓ અનુક્રમે બંદૂક, તીરકામઠાં, તવારે તથા ગુરઝ રાખતા. તે ઉપરાંત તે પચીઓ તેપખાનું ચલાવતા. સર્વે : શેરશાહ સુરે દાખલ “જરીબ૩ અર્થાત્ સર્વ પદ્ધતિ પણ મુગલ રાજ્યમાં પ્રચલિત હતી. તેઓ આનાવારી કરતા. રાજભાગ ત્રીજે હતું અને તે રેકડમાં કે ભાગમાં આપવાની ખેડૂતને છૂટ હતી.૪ 1. થેવનેટ (શ્રી પી. શરણ) 2. “ઝાત અને સવારના અર્થ વિષે બ્લેકમેન અને ઈરવીના મત જુદા જુદા છે. પણ તેની ચર્ચા કરવી અને અસ્થાને છે. 4 આ વિષયમાં વિદ્વાનમાં મોટો મતભેદ છે, પણ સામાન્ય અભિપ્રાય આ પ્રમાણે છે. મારી પાસે શાહજાદા આઝમને એક રૂક્યો છે. તેમાં ખેડૂતોએ ત્રીજો ભાગ આપવો તેમ ત્રીજો ભાગ ઇનામદાર તબીબ રામકૃષ્ણ તેની દવા કરી સાજો કર્યો તે બદલ ઇનામ આપેલ છે.