________________ મુગલ સામ્રાજ્ય 387 પણ તે માત્ર વિવેક જ હતે સાર્વભૌમત્વ નામનું જ હતું. અકબરની ધાર્મિક સહિષ્ણુતાની વૃત્તિ જગજાહેર છે. તેણે ગુજરાત લીધું તે પછી મીરઝ અઝીઝ કેકા નીચે તેનું વિરાટ સિન્ય આ પ્રદેશમાં આવ્યું, ત્યારે તે પહેલે જ પ્રસંગ હતો કે જ્યારે મુસ્લિમ સૈન્ય હિન્દુ દેવાલયને ધ્વંસ ન કર્યો હોય. - રાજનીતિની દૃષ્ટિએ ધાર્મિક સહિષ્ણુતા ઘણી ઉપયોગી નીવડી. જે કાર્ય શો ન કરી શકયા તે કાર્ય આ ઉદાર રાજ્યનીતિના પરિણામે થયું. રાજાએ મુગલેના પુરોગામી સુલતાનની જુમી અને ધમધ રાજનીતિની સરખામણીમાં, તેમની રાજનીતિ આવકાર પામી અને તંત્ર લોકપ્રિય થયું. અકબરે રાજાઓને સંમાન્યા. તેના તંત્રમાં હિંદુ અમલદારેને વરિષ્ઠ પદ આપ્યાં અને હિંદુઓના ધર્મ તેમજ કાયદાઓને સ્વીકારી તેને માન આપ્યું. સુલતાનની ધાર્મિક નીતિ મુસ્લિમ સિવાય અન્ય ધમીઓ માટે ભયાનક હતી. તલવારની ધાર સિવાય તેમને બીજે ઉકેલ ન હતે. અકબરની નીતિની હંફમાં સૌરાષ્ટ્રના હિંદુઓએ રાહત અનુભવી. અકબરે ગુજરાત લીધું કે તરત જ ટોડરમલને દલહીથી બેલાવી, તેને ગુજરાતની મહેસૂલ પદ્ધતિ નક્કી કરવા ફરમાન કર્યું અને રાજા ટેડરમલે મુગલેના ખાલસા પ્રદેશમાં તેની પ્રખ્યાત પદ્ધતિ દાખલ કરી.' વિભાગે : મુગલ સામ્રાજ્યના બે મુખ્ય વિભાગો હતા : ખાલસા અને રાજ્યસ્થાને. ખાલસા પ્રદેશના પંદર વિભાગે પાડેલા. તેવા દરેક વિભાગને “સૂબા કહેવામાં આવતે, તેના ઉપર એક સૂબે કે સૂબેદાર રહતે. સૂબેદાર બનતાં સુધી રાજકુમાર, રાજકુટુંબી અથવા બહુ વિશ્વાસુ ઊંચા દરજજાને અમીર રહે. સૂબાની અગત્ય પ્રમાણે સૂબા નિમાતા. સૂબાના પેટા વિભાગે સરકાર કહેવાતા. તેના ઉપર એક, ફેજદાર રહે તે સૂબાને જવાબદાર રહે. સરકારના પેટા વિભાગને પરગણું કહેવાતું. તેને ઉપરી આમિલ તથા શિશ્કેદાર હતા. આમિલ મહેસૂલનું કામ કરતા અને શિશ્કેદાર બીજે બધે વહીવટ કરતે. ગામમાં ગ્રામપંચાયતે હતી, પણ તેના ઉપરીને પટેલ, ચૌધરી, મુકાદમ એવાં પ્રાંતીય નામથી સંબેધન થતું. મુગલ સામ્રાજ્યમાં સોરઠ સરકાર હતું અને તેના ઉપરી તરીકે ફરજદાર હતે. તે ઉપરાંત તમામ દેશી રાજ્ય હતાં, જેને જાગીર તરીકે ગણવામાં આવતાં. 1. આ પુસ્તકમાં માત્ર સારાંશ આપે છે. વિગતે માટે આઇને અકબરી તથા ઇલીયટ એન્ડ જેરેટ, મેરિલેન્ડ, સર જદુનાથ સરકાર વગેરે લેખકના ગ્રંથે જોવા.