Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 397
________________ 386 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ ફેરફારના પરિણામે પેશ્વા અને ગાયકવાડની સ્વારીઓ બંધ થઈ ગઈ રાજ્યના આંતરિક વિખવાદના કારણે ચાલતાં યુદ્ધ બંધ થયાં, તલવારે મ્યાન થઈ ગઈ, બંદૂકે અને તે માત્ર શોભાની વસ્તુઓ થઈ પડી અને વિરેની વીરતા અને બલિદાનની વાત માત્ર ઈતિહાસનાં પાનાંઓમાં વાંચવા માટે રહી ગઈ. ઈ. સ. 1822 પછીથી ઈ. સ. 1947 સુધીના ઇતિહાસમાં કેટલાક અપવાદરૂપ પ્રસંગે બાદ કરતાં કાંઈ ખાસ નેંધવા જેવું નથી. બ્રિટિશ કાયદાઓની નાગચૂડમાં સૌરાષ્ટ્ર આવી ગયે. રાજાઓ રાજકુમાર કેલેજ અને ઈટન હેરે શાળાઓની તાલીમ લઈ પ્રજાથી દૂર થતા ગયા. દેશમાં ગરીબી અને અજ્ઞાન વ્યાપી રહ્યાં. ભારતના બીજા ભાગે કરતાં આ દેશ પછાત રહ્યા. રાજાઓના “ખૂની ભભકા અને દંભના જલસાઓમાં પ્રજાનાં નાણું વેડફાતાં થયાં. બ્રિટિશ સલ્તનતની શેતરંજનાં પ્યાદા બનેલા રાજાઓએ માત્ર તેઓની દયા ઉપર જીવવાનું પસંદ કર્યું અને જે વીરપુરુ એ સ્વાર્પણ અને શક્તિથી સર્વસ્વને હોડમાં મૂકી, રા પિદા કર્યા, વટ ટેક અને એક વચન સારુ મહામૂલાં બલિદાને દીધાં, તે રાજાઓના વંશજો યુરોપનાં રમ્ય સ્થાનમાં વિચરતા થયા. તેઓ બ્રિટિશ ધ્વજ નીચે અભય થઈ ગયા. નિર્ધન પ્રજા સાહસ ખેડી દરિયાપારના દેશમાં અને ભારતના ભિન્ન ભિન્ન ભાગોમાં નિર્વાહ અર્થે પ્રસરી ગઈ. સૌરાષ્ટ્રમાં યુદ્ધ બંધ થયાં, પણ આજીવિકાનાં યુદ્ધો શરૂ થયાં. રાજાએમાં કેટલાક નામાંકિત અને દેશભકત રાજાઓ પણ થયા, પરંતુ તેઓને બ્રિટિશ હકૂમતની લોખંડી એડી તળે રહેવું પડતું. પરિણામે તેઓની શકિત વિકસી શકી નહિ. પરમ સૌભાગ્યવાન સૌરાષ્ટ્ર દેશે ધાર્મિક અંધશ્રદ્ધાનાં બંધનોમાંથી મુકત કરનાર સ્વામી દયાનંદજીને તથા રાજદ્વારી બંધનમાંથી મુક્ત કરનાર પરમ પૂજ્ય મહાત્માજીને જન્મ આપે અને જગતના ઈતિહાસમાં સોનેરી અક્ષરે એ મહાન વિભૂતિનું નામ લખાયું. તે સાથે ભારતના એકીકરણના મહાન ઉદેશમાં પિતાની સત્તા અને શાસનાધિકાર સાથે રાજ્ય તજી દેવાનું નેતૃત્વ પણ સોરાષ્ટ્રના સપૂત નામદાર જામસાહેબ શ્રી. દિગ્વિજયસિંહજીએ લઈ, ભારતના ઈતિહાસમાં આ પુરાતન અને પવિત્ર દેશનું નામ ઉજજવળ કર્યું. સૌરાષ્ટ્રના ઈતિહાસને આદિકાળથી ઈ. સ. 1822 સુધી આલેખી અહીં વિરમવું ઉચિત જણાય છે. મુગલ સામ્રાજ્યને સમય : ઈ. સ. 1583 થી 1758 : બાદશાહ અકબરે ઈ. સ. ૧૫૮૩માં ગુજરાત જીત્યું, ત્યારથી સૌરાષ્ટ્ર મુગલ સામ્રાજ્યમાં આવ્યું અને જૂનાગઢના બાબી મહાબતખાન પહેલાએ પાદશાહી ફરમાનની પરવા રાખ્યા વગર સ્વશાસન શરૂ કર્યું ત્યાં સુધી મુગલનું આ દેશ ઉપર આધિપત્ય હોવાનું માની શકાય. આમ તે તે પછી પણ રાજાઓ અને નવાબ બુઝાતા જતા દીપકની દીવેતને દૂરથી હાથ જોડી કૃતાર્થ થતા અને મુગલ સમ્રાટને તેમના શહેનશાહ માનતા,

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418