________________ 784 સૌરાષ્ટ્રને ઇતિહાસ નવાબે સામતખાન બાબી તથા જમાલખાન બલુચીને તેમને સમજાવવા મોકલ્યા. સૈયદે તે સમજી ગયા, પણ મહંત અને તેના અતીતાએ અમરજી તથા સળચંદને છોડાવવા માગણી કરી. તેના જવાબમાં સાધુઓની ઠંડી કતલ કરાવવામાં આવી.' આથી સુંદરજી માટે દીવાનપદ દૂર ગયું અને પ્રભાશંકર વસાવડાને દીવાનગીરી આપી, પણ તે ચાલી નહીં. જુનાગઢ રાજ્યને ઇજા : ઈ. સ. ૧૮૨૦માં સુંદરજી શિવજીએ જૂનાગઢનાં બધાં પરગણુને દસ વર્ષ માટે ઈજા રાખ્યો. બેલેન્ટાઈન તેને જામીન થયો. સુંદરજીને ભત્રીજે હંસરાજ વહીવટ કરવા માટે રહ્યો; પણ દીવાન રૂગનાથજી તે જેવા માટે જીવ્યા નહીં. ઈ. સ. ૧૮૨૦માં છપ્પન વર્ષનું આયુષ્ય ભોગવી, સૌરાષ્ટ્રના ઈતિહાસમાં લગભગ 45 વર્ષ સુધી અગત્યનો ભાગ ભજવી તે ગુજરી ગયા છે જામનગરમાં આરબોનું બંડ : જામનગરમાં મોતીરામ બુચ નામના નાગર મુત્સદ્દીએ જગજીવન દીવાન સામે ખાનગી મારચે ઊભે કર્યો. રાણી આછુબાએ તેને ટેકે આપે અને તેની ઉશ્કેરણીથી આરાએ કરણ અને પડધરી જીતી લીધાં અને અંગ્રેજે તે વચમાં પડવાની રાહ જ જોતા હતા. અંગ્રેજ સૈન્યએ પડધરી તથા કંડેરણા લઈ આરબેને ઈ. સ. ૧૮૧૬માં કાઢી અને પરગણું જામનગરને પાછાં આપ્યાં. જોડિયા : ભાગેલા આરબ જોડિયાના સગરામ ખવાસને ત્યાં ગયા. જામસાહેબે આ તક ઝડપી કંપનીને લખતાં કર્નલ ઈસ્ટને મોકલ્ય. સગરામ ખવાસ ભાગી મોરબી ગયે, પણ પાછળથી તેમની પાસે આમરણ વસી રહેવા દઈ, જોડિયા બાલંભાનાં પરગણું જામસાહેબે લઈ લીધાં. જામ સતાજી ઈ. સ૧૮૨૦માં ગુજરી ગયા. - ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં રાજ અમરહિછ ઈ. સ. ૧૮૦૪માં ગાદીએ આવ્યા. તેણે વઢવાણ ઉપર યુદ્ધ જાહેર કર્યું. લીંબડી, ચુડા અને સાયલાના ઠાકરે તેની મદદે આંવ્યા. ઘણે વખત લડાઈઓ ચાલી અને સામટું નુકસાન બન્ને પક્ષોને 1. આ કરપીણ કૃત્યમાંથી બચેલા એક તપીને પકડી ઉપરકોટમાં મારી નાખ્યો. આ કતલમાં કેટલાક કલાલને પણ મારી નાખવામાં આવેલા. આવા કૂર કામ માટે બેલેન્ટાઈન સુંદરજી તેને માણસ હતું તે માટે તપાસ કરી નહીં. ‘તારીખે સોરઠ') 2. સુંદરજી શિવજી ખત્રી કચ્છને વતની હતા. તેને મૂળ ધ રંગાટને હતો. તે અંગ્રેજ ફેજને ઘોડા પુરા પાડતો, તેથી સોદાગર કહેવાય. ક્રમશઃ તે અંગ્રેજોને એજન્ટ થયો. 3. તેના ભાઈ દલપતરામ ઈ. સ. 1814 માં ગુજરી ગયા હતા. 4. ધ્રોલનું સરપદડ પણ જામસાહેબને ધ્રોલને પાછું આપવું પડયું.