________________ મુગલ સામ્રાજ્ય 85 ભેગવવું પડયું. ગાયકવાડ અને અંગ્રેજની જે સૌરાષ્ટ્રમાં ફરતી અને વઢવાણ રાજ્ય, જાટ, મીંયાણા વગેરેના હુમલાએથી ખરાબ સ્થિતિમાં આવી ગયું હતું, દેવાજીએ, ધ્રાંગધ્રાએ ખંડણ ભરેલી નહીં, તેથી તે પાછું લઈ લીધું અને તે ઈ. સ.? ઈ. સ. ૧૮૨૦માં બેલેન્ટાઈને ઈજારે આપ્યું. ઈ. સ. ૧૮૨૦માં કચછીએ કચ્છમાંથી ઊતરી આવી, ધ્રાંગધ્રા પ્રદેશમાં લૂંટ કરી જતા. આથી રાજસાહેબે કંપનીને લખતાં કેપ્ટન મેકમરડેએ ઘાટીલા ગામે થાણું નાખ્યું અને કચ્છના રાવ પાસેથી રૂપિયા બે લાખ વસૂલ લઈ લૂંટાયેલા લેકેને ચૂકવ્યા. પોરબંદર : ઈ. સ. ૧૮૦૮ની સંધિથી પિરબંદરના રાણા હાલાજીએ ચાંચિયાગીરી છેડી દીધી તથા ભાંગેલાં વહાણના માલ ઉપર હક છેડી દીધે. તે વર્ષમાં યુવરાજ પ્રથીરાજસિંહે બંડ કરી છાયા કબજે કર્યું. હાલાજીએ કંપનીની સહાય માગતાં અંગ્રેજ સેન્ચે યુવરાજને પકડી છાયા રાણાને સેપ્યુ અંત : ૧૮૧૮માં પેશ્વાને ધવજ આષ્ટિની રણભૂમિમાં સદાને માટે સૂતે. અંગ્રેજો પેશ્વાના વિશાળ પ્રદેશના માલિક થયા અને તે સાથે ગાયકવાડની સત્તા પણ ક્ષીણ થઈ ગઈ. વડોદરા રાજ્ય ઉપર તેઓની સ્વારીએ છતાં કરજ વધતું ગયું અને સૌરાષ્ટ્રમાં પેશકશી અને ખંડણી ઉઘરાવવાના નામે તેના અન્યાય અને જુલ્મ માઝા. મૂકી કંપની સરકારે સૌરાષ્ટ્રનું કામ વધી જતાં તેમજ વડોદરાને રેસિડેન્ટ તેને પહોંચી વળતું ન હતું તેથી સૌરાષ્ટ્રમાં પોલિટિકલ એજન્ટની જગ્યા કરી અને તેના ઉપર ઈ. સ. ૧૮૨૦માં કેપ્ટન બાર્નવેલ નામના અમલદારની નિમણુક કરી. તે દિવસથી સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ કરવાનું કામ ગાયકવાડ પાસેથી લેવાઈ ગયું અને તે તથા જૂનાગઢની જોરતલબી ઉઘરાવવાનું કામ અંગ્રેજોએ પિતાના માથે લીધું. આ રીતે સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર, મો, ગ્રીકે, શક, ગુપ્ત, મૈત્રકે, પઠાણે, મુગલ અને મરાઠાઓએ શાસન કર્યા પછી અંતમાં હજારો ગાઉ ઉપરથી આવેલા અંગ્રેજોએ રાજકોટમાં કોઠી સ્થાપી, સૌરાષ્ટ્રના રાજાને તેમના રક્ષણ નીચે લીધા 1. ગુજરવેદી ગામમાં મુસ્લિમ સિપાહીઓએ એક બકરી વઢવાણ તાબાના ખેડૂત પાસેથી લીધી. પણ તેની કિંમત ન ચૂકવી. આથી ખેડૂતે ફરિયાદ કરતાં વઢવાણને થાણદાર આ બકરીનું રંધાતું માંસ ઉપાડી આ તે કારણે આ યુદ્ધ થયું હતું. 2. ઇ. સ. ૧૮૨૧માં તેને બ્રિટિશ મુલક સાથે જોડી દીધું. 3. આ આંતરવિગ્રહના પરિણામે રાણાએ અંગ્રેજોનું રક્ષણ સ્વીકાર્યું અને અંગ્રેજ લશ્કરનું પોરબંદરમાં થાણું બેસાડવામાં આવ્યું. 4. આ કામ વસ્થિત રીતે ઇ. સ. ૧૮૨થી શરૂ થયું.