________________ મુગલ સામ્રાજ્ય 383 દેવા સેનાપતિ તરીકે આવ્યા. તેઓનું પ્રાબલ્ય વધતું જતું હતું. અંગ્રેજોની તેમને સહાય હતી અને રાજ્યમાં પૈસાની તેમજ માણસની બેટ હતી, તેથી જૂનાગઢના નવાબે રૂગનાથજીને ઈ. સ. ૧૮૧૧માં આમંત્રણ આપી, દીવાનપદે સ્થાપેલા. તેણે . ગાયકવાડના લાલવડ મુકામે પડેલા સૈન્યને સામનો કરવા તૈયારી કરી. ગાયકવાડે નવાબ પાસેથી, તે તેના પિતાની ગાદીએ બેઠા તેને નજરાણું માગ્યો. યુદ્ધની ઘડીઓ જતી હતી, ત્યાં કર્નલ કનકે આ પ્રશ્ન વાટાઘાટથી પતાવવાનું કહી દીવાન રૂગનાથજીને અમરેલી વિઠ્ઠલરાવની પુત્રીના લત્સવમાં ભાગ લેવા મોકલ્યા. પાછળથી નવાબે તેમને પાછા લાવી લીધા. દીવાનજી ઉપર નવાબની કૃપા ઓછી થઈ છે તે વિઠ્ઠલરાવે જાણતા ઉમર મુખાસન વગેરે કૃપાપાત્રાને લાંચ અને લાલચ આપી કેડીનાર તથા અમરેલી પરગણામાં નવાબને ભાગ હતું તે લખાવી લીધે. આથી નારાજ થઈ દીવાન રૂગનાથજીએ રાજીનામું આપી દીધું. કુદરતી આક્ત : ઈ. સ. 1816-1819 : ઈ. સ. ૧૮૧૧માં સૌરાષ્ટ્રમાં ધૂમકેતુ દેખાયો. ઈ. સ. ૧૮૧૨-૧૩માં ભીષણ દુષ્કાળ પડયો અને ઇ. સ. ૧૮૧૪માં મરકી ફાટી નીકળી. ઈ. સ. ૧૮૧૯માં જબરદસ્ત ધરતીકંપ થયો. ઉપરાઉપરી કુદરતી આફતોથી સૌરાષ્ટ્રમાં જાનમાલની જબરી ખુવારી થઈ, અને આગમ ના એંધાણ જેવા બનાવની સાથે બ્રિટિશ પકડ મજબૂત થતી ગઈ. ઉમર મુખાસનનું બંડ : ઉમર મુખાસને તેના આરબ સેનિટેની સહાયથી નવાબ સામે બળવો કર્યો. નવાબને આરઓએ કેદ કર્યા. તેણે રૂગનાથજીની સહાય માગી અને તેની આજ્ઞાથી રણછોડજીને આર સામે મોકલ્યા; પણ આરબે કેના પક્ષમાં રહેશે તે શંકાવાળું જણાતાં, તેણે અંગ્રેજોના એજન્ટ સુંદરજી શિવજીની સાથે કર્નલ બેલેન્ટાઈનની સહાય માગતાં, કેપ્ટન આસ્ટને આવી, ઉમરને પકડી, નવાબને મુક્ત કર્યા. આ સહાયના બદલામાં ધોળકા, ધંધુકા અને રાણપુર ઉપરના નવાબના જોરતલબી લેવાના હકકો અંગ્રેજોને લખી આપ્યા. સુંદરજી શિવજી: આ પ્રસંગે સુંદરજી શિવજીએ દીવાન રૂગનાથજીને કાઢી જૂનાગઢનું દીવાનપદ લેવા કોશિશ કરી. તેના માર્ગમાં આવતા અમરજી રુદ્રજી તથા મૂળચંદ હેમતલાલ નામના નાગર મુત્સદ્દીઓને કેદ કરાવતાં તેના જામીન થયેલ કેયલીન મહંત તથા જૂનાગઢના સૈયદેએ વાંધો ઉઠાવી બેઠે સત્યાગ્રહ શરૂ કર્યો. 1. દીવાનપદ લેવા માટે વિનંતી કરવા જમાદાર ઉમર મુખાસન, વાલજી દેસાઈ મુગટલાલ બક્ષી વગેરેને નવાબે દીવાનજી કુતિયાણ રહેતા હતા ત્યાં મોકલ્યા. 2. ઉમર મુખાસનને તેને પગારના બદલામાં ટીંબટી અને કોઠાવાળું પીપળિયું આપ્યું. સાલમ બીન હમીદને સાંગાવાડું તથા બીજા આરબોને રોકડ રકમ આપી.