Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 393
________________ 382 સૌરાષ્ટ્રને ઇતિહાસ પાછો દેવાની શરત ફતેહમામદે ન પાળી અને તે રાત લઈ નાસી ગયો દીવાન રણછોડજીએ પાછળ પડી બધો માલ હાથ કર્યો અને ફતેહમામદ રણ ઓળંગી કચ્છમાં ચાલ્યા ગયે.' સૌરાષ્ટ્રના ત્રણ માટે રાજવીનાં મૃત્યુ : ઈ. સ. ૧૮૧૧માં જૂનાગઢના નવાબ હામીદખાન છત્રીસ વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયા અને તેના શાહજાદા બહાદરખાન તેની ગાદીએ બેઠા. ઈ. સ. ૧૮૧૪માં જામ જસાજી સુડતાલીસ વર્ષનું રાજ્ય કરી અપુત્ર ગુજરી ગયા, તેથી તેના ભાઈ સતાજી ગાદીએ આવ્યા; અને ઈ. સ. ૧૮૧૬માં ભાવનગરના વખતસિંહજી ગુજરી ગયા અને તેને કુંવર વજેસિંહજી ગાદીએ આવ્યા. આમ, પાંચ વર્ષના ગાળામાં ત્રણ સબળ રાજાઓ કર્નલ વેકરને માર્ગ મોકળો કરી પરલોકમાં ગયા. બ્રિટિશ હકૂમતના શ્રીગણેશ : જૂનાગઢનાં સૈન્યને બહાર જવાનું બંધ થયું. જામનગરને વાર્ષિક ખંડણું કબૂલ કરાવવામાં આવી. ભાવનગરની રાણપુર, ધંધુકા અને ઘેઘા પરગણા ઉપરની રાજા તરીકેની સત્તા લઈ લેવામાં આવી. આમ - ઈ. સ. ૧૯૧૯માં બ્રિટિશરોની હકુમત સંપૂર્ણ પણે સ્થપાઈ ગઈ. રાજ્યમાં એક પ્રકારને ભય ફેલાઈ ગયે. બ્રિટિશ સત્તા સામે થવાની શક્તિ માત્ર ગાયકવાડમાં હતી. તેણે તે તેની સાથે મૈત્રી કરી અને બ્રિટિશરોની કુહાડીમાં હાથાનું કાથ કર્યું. સૌરાષ્ટ્રના રાજાઓને ખબર ન હતી કે બ્રિટિશ સતા આ પ્રદેશમાં 140 વર્ષ સાર્વભૌમ સત્તા તરીકે રહેવાની છે. તેઓના મનમાં તેઓને ઉખેડી નાખવાની ભાવના જાગી; પરંતુ પરસ્પરના અવિશ્વાસ, વેરઝેર અને દ્વેષના કારણે આંતરિક યુદ્ધો અને રાજ્યમાં પ્રવર્તતી અંધાધૂધી અને અવ્યવસ્થાના કારણે પોતે એવા નબળા થઈ ગયા હતા કે તેઓની પાસે યુનિયન જેકને નમવા સિવાય અન્ય માર્ગ હતે નહીં. | ગાયકવાડ : ગાયકવાડ ફત્તેહસિંહરાવે સૌરાષ્ટ્રમાં બાબાજીએ અધૂરાં છડેલાં કામ પૂરાં કરવા માટે સેન્ય મોકલ્યું; પોતે પણ જાતે આવ્યા અને દીવાન વિઠ્ઠલરાવ 1. ફત્તેહમામદને દીવાન રણછોડજીએ જવા દીધા પછી કતલ કચલિએ તેને પીછો પકડો. દીવાન વિઠ્ઠલજી દેવાજી પણ તેની સાથે પોતાનું સૈન્ય લઈ ગયા હતા. : 2. ઈ. સ. ૧૮૧૩ના દુકાળમાં એક જણે ગૌવધ કર્યો; ભાવનગર દરબારે તેને દેહાંત દંડ દીધો. તેથી ખેડા કલેકટરે આવી સજા કરવાને દરબારને અધિકાર નથી, તેમ કહી તેની શતા લઈ લીધી હતી. 3. દીવાન રૂગનાથજીને ઈ. સ. ૧૮૧૨માં દીવાનપદે પુનઃ સ્થાપતાં નવાબે ઉચ્ચારેલું કે, ગાયકવાડ તથા અંગ્રેજોની સત્તા દિનપ્રતિદિન બળવત્તર થતી જાય છે, વગેરે.” (“તારીખે સોરઠ)

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418