________________ 380 સૌરાષ્ટ્રને ઇતિહાસ કર્નલ વેકરે ઈ. સ. ૧૮૦૪ના જાનેવારીની ૨૩મી તારીખે સૌરાષ્ટ્ર સ્વાધીન લેવા સરકારનો હુકમ માગે અને મુંબઈ સરકારના સેક્રેટરી મી. જે. એ. ગ્રાન્ટ તેને ઈ. સ. ૧૮૦૪ના ફેબ્રુઆરીની ૨૨મીએ એક પત્ર લખી સૌરાષ્ટ્ર સ્વાધીન કરતાં પહેલાં રાજાઓના હક્કો વગેરે જણાવવા માટે તેમજ કંપની સરકાર માત્ર પૈસાની લાલચે રાજાઓને આશ્રયમાં લેતી નથી તેનું ભાન રાજાઓને કરાવવા લખ્યું.' " તે ઉપરથી કર્નલ વેકરે ૧૮૦૭માં રાજાઓ તથા તાલુકદાને એક પરિપત્ર પાઠવી તેઓને ગુતુ મુકામે તેઓના પ્રશ્નોની ચર્ચા કરવા બોલાવ્યા અને સર્વ રાજાઓ ત્યાં જવા સંમત થયા. મેટાં રાજ્યમાં પ્રતિનિધિઓ મોકલ્યા. તેમની ગુતુ મુકામે મળેલી પરિષદમાં ચર્ચાઓ ચાલી. કર્નલ વેકરે બધા રાજ ઠાકોર અને તાલુકદારોને સાંભળી ઈ. સ. ૧૮૦૭–૧૮૦૮ના વર્ષથી મુકરર કરી તેમને ખંડણી ઠરાવી આપી, પરંતુ ખંડણી વસૂલ કરવાનું કામ તે ગાયકવાડ પાસે જ હતું. કંપનીનાં લશ્કરે ગાયકવાડની ફેજ સાથે ફરવા લાગ્યાં. ઓખાના વાઘેરે: ઈ. સ. ૧૮૦૪–ઈ સ. 1807 : ઈ. સ. ૧૮૦૪માં ઓખાના વાઘેરેએ મુંબઈથી આવતું એક વહાણ મધદરિયે લુંટી લીધું તેની પાસેથી નુકસાન પણ ગાયકવાડી સત્તા વસૂલ કરી શકી નહિ; તેથી ઈ. સ. ૧૮૦૭માં કર્નલ કરે ચડાઈ કરી, વાઘેરેને નમાવી, તેમને એક લાખ દસ હજાર રૂપિયા દંડ કર્યો. રાણ કારણને ઘેરે : ઈ. સ. 1807: જામ જસાજીએ રાણા કંડેરણના કિલાની શીબંદીને લાંચ આપી કિલ્લે કબજે કર્યો. જામસાહેબને કિલ્લો પાછો સેંપી આપવાની રાણાની વિનંતી વ્યર્થ ગઈ, ત્યારે કર્નલ વેકરે સૌરાષ્ટ્રના રાજકારણમાં કદાચ પહેલી વખત સક્રિય દખલ શરૂ કરી ઈ. સ. ૧૮૦૭માં કર્નલ વેકરે કંડોરણા ઉપર ચડાઈ કરી, કિલ્લો સર કર્યો અને પોરબંદરના રાણને પાછો મેંપી દીધે મોડપરને ઘેરે : ઈ. સ. ૧૮૧૨માં એક આરએ એક અંગ્રેજ અફસરનું ખૂન કરી, મોડપરના કિલ્લામાં જામસાહેબને આશ્રય શેળે. કંપની સરકારે જામસાહેબને આ આરબને સેંપી દેવા હુકમ કર્યો, પણ રાજકુળની રીતિને અનુસરી જામસાહેબે તેમ કરવા ઈન્કાર કર્યો. 1. જોડિયાના સગરામ ભવાન ખવાસે “નફ ઘણે થશે તેમ લખેલું” તે ઉપરથી. 2. કર્નલ વેકરને રિપેટ. 3, દીવાન રણછોડજી આ ઘેરાનું વર્ણન કરતાં લખે છે કે કરે માત્ર અર્ધા કલાકમાં કંડોરણું લીધું હતું. આ ઘેરો સફળ થયો, ત્યારે રાણુ પાસેથી ગાયક્વાડે રૂપિયા દસ હજાર નજરાણાના લીધા.