________________ 378 સૌરાષ્ટ્રને ઇતિહાસ વસઈની તહ : પેશ્વાએ અંગ્રેજો સાથે ઈ. સ. ૧૮૦૨માં વસઈ મુકામે તહ કરી અને તે સાથે ગુજરાતમાં અંગ્રેજી સત્તાની સ્થાપના થઈ. પરિણામે સૌરાષ્ટ્રની ક્ષિતિજ ઉપર યુનિયન જેક ઊડતે જણાયે. ગાયકવાડ-જુનાગઢના વાંધા : દીવાન રૂગનાથજી તથા રણછોડજીએ જૂનાગઢ વતી ઝાલાવાડમાંથી જોરતલબી ઉઘરાવી અને ગાયકવાડ વતી શિવરામ ભાઉ ગાર્દીએ જૂનાગઢના હક્ક માટે શંકા ઉઠાવી પડકાર કર્યો. ધ્રાંગધ્રા મુકામે ગાયકવાડના સરદારે હનુમંતરાવ તથા શિવરામે દીવાન રણછોડજીના માર્ગ અવરોધવા પ્રયત્ન કર્યા; પણ દીવાનભાઈની કુશળતા તેમજ શકિતની તેમને પિછાન હતી, તેથી તેઓએ વાત પડતી મૂકી. દરમ્યાન અમરેલીમાં મુકુંદરાવ ગાયકવાડે ગાયકવાડ સરકાર વિરુદ્ધ બંડ કરી, અમરેલીને કિલ્લે સ્વાધીન કર્યો. તેણે વસાવડના નાગર દેસાઈઓને પકડીને કેદ કર્યા અને દેશમાં અંધાધૂંધી ફેલાવા દીધી, અમરેલીને ઘરે : દીવાન રણછોડજીએ નવાબની આજ્ઞા મળતાં ઝાલાવાડથી કુચ કરી અમરેલી જઈ તેને ઘેરે ઘાલ્યો. આઠ દિવસના ઘેરા પછી અમરેલી પડ્યું. દીવાનજીએ દેસાઈઓને મુક્ત કર્યા, ને મુકુંદરાવ નાસી ગયે. બ્રિટિશ રેસીડન્ટ : ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ખેડાના કલેકટર અને વડોદરાના રેસિડેન્ટ તરીકે કર્નલ વેકરની નિમણુક કરી. મેજર કરે ગાયકવાડના તંત્રમાં જબરદસ્ત દખલ શરૂ કરી વડેદરાનું તંત્ર પણ એવું કથળ્યું હતું કે વેકર સિવાય તેને માર્ગ કેઈ કાઢી શકે તેમ ન હતું. તેણે આરબના બળને તોડવા કર્નલ વડીંગ્ટનને બેલા અને આરબોને વશ કર્યા. કેપ્ટન બેથુએ ગાયકવાડના બંડખેર કુટુંબીઓ ગણપતરાવ તથા મેરારરાવ તેમજ કડીના મલ્હારરાવને જેર કર્યા અને બ્રિટિશરોની સત્તા તેમજ લાગવગ વધી ગઈ ગાયકવાડની સવારી : ઈ. સ. ૧૮૦૪માં વડોદરાનો ખજાનો ખાલી થઈ ગયે હતે. તે માટે દીવાન બાબાજી મટું સૈન્ય લઈ, સૌરાષ્ટ્રમાં આવ્યા. કંપની સર. કારની અનુમતિ હતી. એટલે નિર્ભય રીતે જામનગર, જૂનાગઢ, ભાવનગર તેમજ બીજા નાનાંમોટાં રાજ પાસેથી તેણે ત્રણગણી ખંડણીની રકમ વસૂલ લીધી. - જૂનાગઢના નવાબને ભિડાવી તેણે વંથલી લીધું અને ત્યાંથી પ્રભાસપાટણ સુધીને પ્રદેશ લૂંટ. દીવાન રણછોડજીએ તેને પીછો પકડ અને બાબાજી સાથે અનેક લડાઈએ કરી તેને હેરાન પરેશાન કરી દીધા પ્રભાસપાટણનો કિલે બાબાજીએ