________________ 376 સૌરાષ્ટ્રને ઇતિહાસ કુશળતાથી વહન કરી. મેરુ દીવાન હતા. પણ ખરેખર તે તે જ જામનગરને રાજ્યક્ત હતે, એટલું જ નહીં, પણ સમસ્ત સૌરાષ્ટ્રમાં તેની પ્રબળ લાગવગ હતી. પણ મેરુને વિરોધ કરવાનો વિચાર કરવાનું પણ બીજા રાજાઓ માટે મુશ્કેલ હતું. મેરુ સેનાની હતું તેમજ કૂટ મુત્સદ્દી હતા. તેણે દીવાન કુટુંબને આશરો આપી તેને મહાત કરે તેવા જબ્બર હરીફને એક મોટે ભય ટાળ્યું હતું અને તે મેટી સહામ મેળવી હતી. ફતેહમામદ અને કુંભાજી જેવા મહાન હૈદ્ધાઓને તેણે મહાત કર્યા હતા. કાઠીઓ, ભાયાતે, બીજા જાડેજા અને અન્ય રાજાઓને તેણે પિતાના પગની એડી નીચે દબાવી દીધા હતા. રાજમાતા દીપાજીને ફેસલાવી, જામનગર લાવવામાં અને ખંભાળિયાથી જામ જસાજીને મનાવી લાવવાના પ્રસંગે તેણે મુત્સદ્દીગરી વાપરી હતી. પરંતુ આ બધા સદગુણ હોવા છતાં મેરુએ સ્વાર્થ ખાતર અને પિતાનું પદ સ્થિર રાખવા માટે તેના પિતાના જ આશ્રયદાતા અને સ્વામી જામ જસાજી પ્રત્યે જે ક્રૂર, અન્યાયી અને અધમ વર્તાવ કર્યો હતો અને રાજમાતાનું ખૂન કરી તેના મૃતદેહનું પણ અપમાન કર્યું હતું તે કૃત્યે અક્ષમ્ય છે. મેરુએ તેની મહત્તા, વીરતા અને રાજનીતિજ્ઞતાના ગુણેને આવાં કર્તવ્યથી કાળા બનાવેલા છે. મેરુના મૃત્યુથી સૌરાષ્ટ્રમાં રાહતની લાગણી ફેલાઈ, જામ જસાજીએ મુકિત મેળવી અને મેરુને આમરણ, બાલંભા, જોડિયાનાં પરગણાં જાગીરમાં આપેલાં તે કાયમ રાખી તેના ભત્રીજા સગરામ તથા પ્રાગજીને તેની તમામ મિલકત ત્યાં લઈ જવા દીધી છે કુંભાજી આ પહેલાં દસ વર્ષે ગુજરી ગયા હતા. વખતસિંહજીએ યુદ્ધોમાંથી નિવૃત્તિ લીધી હતી અને દીવાનભાઈઓ જૂનાગઢની બહાર હતા. પોરબંદરના રાણુ 1. “ગોલા ગોલા ગેલા ગોઠણ હેઠ, તે કંઈક નર નમાવિયા; ભૂપત છોડે ભેઠ, તારી મેગળ મેલા.” (એક ગઢવી કપડાં ફાટી જતાં દરજી પાસે સંધાવવા ગયા. દરજી મેરુનાં કપડાં સીવતે હતો; તેથી વિલંબ થયો, ગઢવીએ તાકીદ કરતાં દરજીએ કહ્યું. “જોતા નથી, મેકાકાનાં કપડાં સિવાય છે?” ગઢવીએ જવાબ દીધો કે “મેરુ ચાહે તેવો તોય ગોલો.” દરજીએ કહ્યું, “અહીં બેલો છે, તે તેના મોઢે કહે તે મરદ જાણું.” તેથી ગઢવીએ કહ્યું “એક વાર નહિ ત્રણ વાર કહું” તેમ કહી ઉપરોક્ત દુહ ભરકચેરીમાં કહેશે તેમ લોક્તિ છે.) 2. મેરુને પુત્ર ન હતો. મુસ્લિમ રખાતને એક પુત્ર હતો, પણ તેને વારસો ન મળે, તેથી ભવાનના પુત્ર વારસો લઈ આમરણ જતા રહ્યા. 3. ભા કુંભ ઈ. સ. ૧૭૯૦માં ગુજરી ગયા હતા.