________________ મુગલ સામ્રાજ્ય પણ અનિશ્ચિત રહ્યું. વખતસિંહજીને ભાવનગરનું અસ્તિત્વ ભયમાં લાગ્યું તેથી તેમના બનેવી પિરિબંદરના જીયાજી જેઠવાની દરમ્યાનગીરીથી રતતલી કબૂલ કરી, નવાબ સાથે સુલેહ કરી. - ચિતળ કાઠીઓને સેંપાયું: આ પ્રસંગથી વખતસિંહજીએ જાણી લીધું કે કાઠીઓ સામે તેમનું વેર હવે એટલું ઘાટું બન્યું હતું કે તેઓ મેડાવહેલા તેમની સામે પ્રબળ સામને કરશે. વળી, નિરંતર ચાલુ રહેતાં યુદ્ધોથી રાજ્ય પાયમાલ થતું જતું હતું. તેથી તેમણે કાઠીઓનાં મનામણાં કરી ચિત્તળ કપાવાળાને સેપ્યું તથા બીજા ખુમાણેને ગિરાસ આપે. જસદણના વાજસુર ખાચર તેમજ ગઢડા અને બેટાદના કાઠીઓ સાથે પણ સુલેહ કરી તેઓને ગિરાસ આપ્યા. આમ, ભાવનગર અને કાઠીઓ વચ્ચેના વિગ્રહની ઈ. સ. ૧૭૯હ્માં પૂર્ણહુતિ થઈ. ''. જસદણ: વાજસુર ખાચરે જામ જસાજીને આપેલી દેવાંગી ઘડી, તેમની સાથે સરહદી વાંધા ન પતવાથી, પાછી લઈ ચારણને આપી દીધી, તે કારણસર જામસાહેબને માઠું લાગતાં, તેણે ઈ. સ. ૧૮૦૧માં જસદણ ઉપર ચડાઈ કરી જસદણ બાળ્યું અને લૂંટયું. વાજસુર ભાગીને ભાવનગર ગયે. જામસાહેબે જસદણ ખાલસા કર્યું, પણ પાછળથી વાજસુર ખાચરે વાટાઘાટ ચલાવી, જામસાહેબનું મન મનાવી જસદણ પાછું લીધું. માંગરોળની ચડાઈ : ઈ. સ. 1798-9 : માંગરોળના શેખ બદરદીન સામે તેના ભાયાતોએ બંડ ઉઠાવ્યું અને પાટણના કાજીઓએ તેને સહાય આપતાં, તેઓએ પાટણમાંથી તેના પ્રતિનિધિને કાઢી મૂક્યો. ઈ. સ. ૧૭૯૩માં ચોરવાડ ઉપર શેખે કરેલી ચડાઈને બદલે લેવા જૂનાગઢ પાટણ તેના પાસેથી લઈ લીધું. આટલાથી સંતોષ ન માનતાં માંગરેળે ઈ. સ. ૧૭૯માં જામજોધપુર ઉપર . ચડાઈ કરી, પણ ત્યાંથી મોટી ખુવારી સાથે તેને પાછા ફરવું પડયું. મેનું મૃત્યુ : ઈ. સ. 1800 : મેરુ ખવાસ બીમાર પડે અને ઈ. સ. ૧૮૦૦માં ગુજરી ગયા. પિતાના બાહુબળ અને બુદ્ધિબળથી એક સામાન્ય પદથી પ્રારંભ કરી મેરુએ પિસતાલીસ વર્ષ સુધી સોરાષ્ટ્રના એક બળવાન રાજ્યની ધુરા 1. વાજસુર ખાચરની એવી આણ ફરતી કે તેની ચિઠ્ઠી અને મહોર વટેમાર્ગ બતાવે તે તેને કોઈ લૂંટતું નહીં. વાજસુર ખાચર ઈ. સ. ૧૮૧૦માં ગુજરી ગયા. 2. બદરૂદીન કાજી શાદી કરવા પાટણ ગયા હતા. ત્યાં અપશુકન થતાં શાદી માટે વાં પડે. એના પરિણામે આ તકરાર થઈ હતી તેવી એક લોકવાતાં પ્રચલિત છે.