________________ 374 સૌરાષ્ટ્રને ઇતિહાસ દીવાનજીની વિદાય: ઈ. સ. 1799 : રૂગનાથજીએ શિવરામ ભાઈને દેવાની રકમ મેરુએ ન આપતાં પટેલ પાસેથી લીધી તે મેરુને ઠીક લાગ્યું નહિ. બને વચ્ચે ઘર્ષણ વધતું જતું હતું અને તેમાં બીજાં કારણે પણ મળ્યાં. મેરુની હલકી, એવચની અને દગાભરેલી રમતથી દીવાનભાઈઓ કંટાળી ગયા હતા. તેથી તેઓ, વિશેષ વખત જામનગર રહેવાનું યોગ્ય નથી તેમ વિચારી, ધ્રોળ રહેવા ચાલ્યા ગયા. જૂનાગઢની ધાંધલપુર ઉપર ચડાઈ : કલ્યાણ શેઠ નવાબના લખલૂંટ ખાનગી તેમજ લશ્કરી ખર્ચને પહોંચી વળવા ધન પ્રાપ્ત કરી શક્યો નહીં અને સિપાહીઓના પગાર ચડી જતાં, તેને જૂનાગઢ છેડી વનવાસ લેવું પડે. તેણે કટેલિયાના જંગલમાંથી નવાબને ધાંધલપુરના ગોદડ ખવડ ઉપર ચડાઈ લઈ જઈ, કિલ્લે તેડી, લૂંટ કરી, ધન મેળવવા પ્રેરણા કરી. હામીદખાનજીએ કલ્યાણ શેઠની સલાહ માની ધાંધલપુર ઘેર્યું, પણ બે સાસ સુધી ધાંધલપુર પડયું નહિ નવાબની માનહાનિ થઈ તેમજ તેના સૈન્યની પણ મટી ખુવારી થઈ. પરિણામે નિરાશ થઈ નવાબ પાછા ફર્યા. હળવદ : ઈ. સ. 1799 : સિંધ ઉપર સ્વારી કરવા ગાયકવાડ તથા પેશ્વાનાં સિન્ય કરછમાં થઈને ગયાં, પણ સિંધ પહોંચી શક્યાં નહીં, પણ પેશ્વાના સરદાર સદાશિવ રામચંદ્ર હળવદના રાજસાહેબે ખંડણું ન આપતાં હળવદ ઉપર ઘેરો ઘાલ્ય. હળવદ પડયું અને રાજસાહેબે ખંડણી ભરતાં પેશ્વાઈ સૈન્ય પાછું ગયું. નવાબની ભાવનગર ઉપર ચડાઈ : નવાબનાં સૈન્યએ ભાવનગર ઉપર ચડાઈ કરી. બાબરિયાવાડના ધાંખડા કાઠીઓ તેને મોટી સંખ્યામાં આવી મળ્યા. નવાબના મનમાં રાજુલા તથા કુંડલાના કિલાઓ વખતસિંહજીએ લઈ લીધેલા તે ખટતું હતું, તેથી તેણે ઉના થઈ રાજુલા ઉપર હલ્લે કર્યો અને રાજુલા લીધું. વખતસિંહજીએ કાયાજી નામના સરદારને મહુવાના નાગર અનંતજીની સાથે રાજુલા ઉપર મોકલ્યા. એમણે રાજુલા સર કરી, નવાબની ફેજને હરાવી, વેરવિખેર કરી નાખી. નવાબને આ સમાચાર મળતાં, તેણે પોતે એક મોટું સન્મ લઈ રાજુલાને ઘેરે ઘા. આ યુદ્ધમાં અનંતજી મરાયે અને કાયાભાઈ કેદ પકડાયે. કાઠીઓની સહાયથી ભાવનગર લઈ લેવા નવાબે વિચારી, આગળ કૂચ કરી; પણ વરળગામ આગળ નવાબના લશ્કરને કયું અને ભયંકર યુદ્ધ થયું. તેમાં કેણ જીત્યું તે નક્કી થઈ શકયું નહિ, પણ નવાબે પિતાની છાવણી વરળ આગળથી ઉપાડી જરેબિયા ગામે નાખી. વખતસિંહજીના સૈન્ય સાથે નવાબને ઢસામાં ફરી ભેટે થયે. તેનું પરિણામ નહતી ને તે નવી કરી, ગઢ જૂનાને ગાળ બાબી અકલ બાળ, ખીજવિયે ગોદડ ખવડ.