Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 383
________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઓળંગવાની હિમ્મત ન કરે તે બેધપાઠ આપવાનો નિશ્ચય કર્યો. ફત્તેહમામદને આવે જબરો સામને થશે તે ખ્યાલ ન હતું તેથી જામસાહેબના સસરા ગજસિંહ ઝાલા, જે રાહ રાયધણના પણ સંબંધી હતા તેને વચમાં નાખી સંધિ કરી અને પાછા ચાલ્યા ગયે. આ સંધિની શરતે નક્કી કરવા પંચ નીમવામાં આવ્યું. આ પંચાએ જે શરતે નક્કી કરી તે શરતેને મેરુએ અમલ ન કરતાં ઈ. સ. ૧૭૦લ્માં ફરીથી ફતેહમામદ ચડી આવ્યું. ફત્તેહમામદની ત્રીજી ચડાઈ : ઇ. સ. 179 : આ વખતે ફત્તેહમામદના સૈન્ય સાથે રાહ રાયઘણુ પિતે આવ્યા અને એવી ચુપકીથી તેઓએ ચડાઈ કરી કે તેઓ જામનગર સુધી દમદમ કૂચ કરી આવી પહોંચ્યા, ત્યાં સુધી મને ખબર પડી નહિ. તેઓએ જાગનાથના મંદિર પાસે પડાવ નાખે. ફત્તેહમામદનું સૈન્ય સંખ્યાબળમાં અને શકિતમાં વિશેષ છે અને પિતાની સહાયમાં કેઈ આવે તેમ નથી તેમજ અંદર રહેલા સરદારે તેમજ જામસાહેબ પિતાથી વિરુદ્ધ છે, તે મેરુ જાણ હતે; તેથી તેણે દરવાજા બંધ કરાવી પથ્થરથી ચણી લીધા. કિલ્લાનું રક્ષણ કરનાર પઠાણ જમાદારોએ ટામણ કરી ફત્તેહમામદને તળાવ તરફની દીવાલ ઉપરથી ચડી આવવા આમંત્રણ આપ્યું, પરંતુ મેરુને જાણ થઈ જતાં પઠાણેને બીજી તરફ મકલી, પિતે ત્યાં ઉપસ્થિત થયે અને ફત્તેહમામદના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા. ફત્તેહમામદે નાગનાથના નાકા ઉપર હુકમ કર્યો. દીવાન રૂગનાથજી ત્યાં હતા. તેણે ફતેહમામદના સૈન્યની મેટી ખુવારી કરી હમલે પાછો કાઢ. ફતેહમામદે થોડા દિવસ સુધી જામનગર લેવા પ્રયાસ કરી, ખંભાળિયાના કિલ્લાને ઘેરો ઘાલ્યું. ત્યાં પણ સફળ ન થતાં તે કચ્છ તરફ પાછો વળી ગયે. જમાદાર અમીન સિંધીની ચડાઈ: ઈ. સ. 179 : ગાયકવાડને સેનાપતિ હામીદ સિંધી ગુજરી જતાં તેની જગ્યા તેના પુત્ર અમીનને મળી. તેણે દીવાન 1. યુદ્ધમાં નવાબ હામીદખાન એક લાખ પંદર હજાર કરી લઈ મદદે આવ્યા હતા. તેની સાથે બાંટવાના મુખ્તારખાન બાબી, માંગરોળના શેખમુર્તઝા, જમાલખાન બલોચ, હરિસિંહ પુરબિયા, બાલાગામના પ્રતાપસિંહ તથા કેસરીસિંહ સોલંકી આવેલા 2. આ સંધિની શરતે નક્કી કરવા માટે જામનગર તરફથી દીવાન રૂગનાથજી, જૂનાગઢ તરફથી કલ્યાણજી હીરજી, રાજ ગજસિંહજી તરફથી કરશનજી ઝાલા અને કચ્છ તરફથી શાહ સવજી હતા. આ પચે શું શરતો કરી તે જાણવામાં નથી. 3. આ ખુટામણુ કરનાર પઠાણ જમાદાર મલેક પરીદખાન, અલીખાન, દેલતખાન વગેરે હતા. શહેરના અન્ય અગ્રગણ્ય સેનાપતિઓને તેમાં કે હતો. ફતેહમામદ ગયા પછી આ પિકીન વણ માણસને મેરુએ કતલ કર્યા,

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418