________________ 370 સૌરાષ્ટ્રનાં ઇતિહાય હરાવી માળિયા કજે લીધું. મેરુ ઓખા ઉપર : ઈ. સ. ૧૭લ્પ: મેરૂએ યુદ્ધ માટે આતુર બનેલા તેનાં સને ઓખા ઉપર દેર્યા અને ઈ. સ. ૧૭૫માં ત્યાંના નિર્બળ ઠાકર પાસેથી ગાગા અને ગુરગઢ લઈ, લંટી, આ ભૂખે મરતા પ્રદેશને વિશેષ ભૂખે મરતે કર્યો. જામસાહેબને મુકિત માટે પુનઃ પ્રયાસ: ઈ. સ. 177: દીવાન રણછેડછ ગાયકવાડના સૂબા શિવરામ ગાદીને જમા ભરવા પડધરી ગયા. તે ગેરહાજરીને લાભ લઈ જામસાહેબે તેના આરબ જમાદારેને ફેડી, કાલાવાડ દરવાજો કબજે કરી, મેરુનાં મકાને ઉપર ગેનીબાર શરૂ કર્યા, પણ દીવાન રૂગનાથજીની સહાયથી જામસાહેબને પ્રયાસ નિષ્ફળ ગયે અને મેરુએ જામ જસાજીને પિતાના મકાનમાં કેદ કર્યા. મેરુએ જામ જસાજી ઉપર સખત ત્રાસ ગુજાર્યો. તેને નહાવા દીધા નહીં, હજામત કરવા દીધી નહીં અને બદલવા માટે કપડાં પણ આપ્યાં નહીં. દીવાન રૂગનાથજીથી આ સહન ન થઈ શક્યું, તેથી વચમાં પડી જામસાહેબને છેડાવ્યા. આટકોટ : આટકેટના દાદા ખાચર જામનગર સામે બહારવટે નીકળ્યા અને મને તેના રૂપી એક મોટી અડચણ ઊભી થઈ તેથી તેનું મનામણું કરીને કહ્યું કે, “જે તમે મોરબી ભાંગે તે તમને આટકટ આપું.' દાદા ખાચર મેરુને પ્રપંચ સમજ્યા નહીં. તેણે મોરબી ઉપર ઈ. સ. ૧૭૯૩માં ચડાઈ કરી, મોરબી ઘેર્યું, પણ મોરબીના ઠાકોર તેના સામે થયા નહીં. એમ ત્રણ વાર મેરખી લૂંટી દાદા ખાચર આટકેટ મેળવવાનાં સ્વપનાં સેવવા લાગ્યા; પણ ત્રીજી વખત મોરબીની ફેજ વાંસે પડી; તેણે ચોટીલા આગળ દાદાને ઠાર માર્યો. મેરુના પ્રપંચે મેરબી નબળું પડયું, અને દાદા ખાચર રૂપી કંટક તેના માર્ગમાંથી દૂર થયે. - શિવરામ ભાઉ ગાદી ઘણે વીર પણ અવાસી પુરુષ હતા. તેના માટે સૌરાષ્ટ્રમાં પ્રચલિત કહેવત છે કે, “શિવરામ ભાઉ ગાદ, બે મહિનાને બાર દિ' ચૂક્યા પછી ચાર દિ ઉઠયા પછી આઠ દિ'. 2. દીવાન રૂગનાથજી, જસાજીને મેરુએ પકડયા ત્યારે તેના જામીન થયેલા. તેણે મેરુની રીતભાતની વાત સાંભળી, ત્યારે રણછોડજીને મેરુ પાસે મોકલ્યા. રણછોડજીનું મેરુએ અપમાન કર્યું, તેથી રણછોડજી મેરુના પ્રાણ લેવા તૈયાર થયા, પણુ આરબ જમાદાર વચમાં પડતાં મેરુ. બચી ગયે; પણ આ પ્રસંગ પછી મેરુ તથા દીવાનભાઈઓ વચ્ચેનું અંતર ઘણું વધી ગયું. 3. જસદણ દરબાર વાજસુરે જામ જસાજીને તેના લગ્નપ્રસંગે આરકેટ ચાંદલામાં આપ્યું હતું, તે દાદા ખાચરે માન્ય કરેલું નહીં અને જામ આટકેટને કબજે કરી બેઠેલા. તેથી તેને બહારવટું ખેડવું પડયું.