________________ અગલ સાકાય કલ્યાણ શેઠને કારભાર રડે જતા હતા. તેણે જૂનાગઢના નાગરે ઉપર જુલ્મ વરસાવવા માંડયે અને પ્રભાસના સોમપુરા બ્રાહ્મણે ઉપર એક કેરીને કર નાખે, જેના વિરેાધ તરીકે બ્રાહ્મણેએ કુંવારી કન્યાને મારી તેનું લેહી દરબારગઢ ઉપર છાંટયું. પ્રભાસના દેસાઈ ઊમિયાશંકર તથા જીભાઈના પ્રયાસથી આ કર માફ થયે. * ભાવનગર : દીવાન કુટુંબનો પરાભવ થયે અને કલ્યાણ શેઠ નબળે દીવાન હતે તેને લાભ લઈ ભાવનગરઠાકર વખતસિંહે જૂનાગઢના અધિકારમાંથી કુંડલા તથા રાજુલા પડાવી લીધાં અને જૂનાગઢનાં થાણું ઉઠાડી મૂક્યાં. આથી નવાબે સ્વારી કરી ઘંઘા સુધીને ભાવનગરને પ્રદેશ ઉજડ કર્યો; ચિત્તળના કાઠીઓને પિતાના પક્ષમાં લઈ તેઓની સહાયથી ભાવનગર ઉપર ચડાઈ કરી, પણ ઢસા આગળ રાવળ વખતસિંહે તેઓને સામને કર્યો, પણ તેમાં નવાબને જીતવાની આશા જણાઈ નહીં. યુદ્ધનું પરિણામ નવાબની વિરુદ્ધમાં હતું. તેથી તેણે એક લાખ પંદર હજાર રૂપિયા લઈ કુંડલા-રાજુલા ઉપરથી પિતાને હક્ક ઉઠાવી લીધે. નવાબ હામીદખાને ત્યાંથી હાટીઓના માળિયા ઉપર જઈ પીડાહાટીને 1. આ કરુણ પ્રસંગને વર્ણવતા ચંદ્રાવળા હેળી ટાણે પ્રભાસમાં હજી ગવાય છે. થયો કાફર કલ્યાણ રે, થયો ભૂંડું મોટું ને ભાગી રે ગ વગેરે” હી. સ. ૧૨૦૮ના પરવા નાથી નવાબ હામીદખાને નવાબનું રાજ્ય રહે ત્યાં સુધી આ કર માફ કર્યો. આ પરવાનાની નકલ મારી પાસે છે. અસલ દરબાર જગદીશચંદ્ર હરિલાલ આચાર્ય પાસે છે. તે પ્રમાણે આ કર શેખમયાંએ નાખેલો, પણ કલ્યાણ શેઠે તે માફ કર્યો નહિ તેથી આ બલિદાન દેવાયેલું. આ પ્રસંગે દેસાઈઓએ નવાબ તથા કલ્યાણ શેઠ સામે પ્રચંડ વિરોધ ઉઠાવી, પાટણને કબજે કરી લીધે તથા ગાયકવાડને સોંપી આપવા પ્રવૃત્તિ કરી, પણ કાઝી શેખમયાંની દમ્યાનગીરીથી નવાબસાહેબે સમાધાન કર્યું. આ વિગતે મારા પુસ્તક “પિતૃતર્પણ”માં આપવામાં આવી છે. 2. કુંડલા, રાજુલા આમ તે ઠાર વખતસિંહજીનાં જ હતાં. તેણે તે કાઠીઓ પાસેથી લીધેલાં, પણ ત્યાં જૂનાગઢનું થાણું રહેતું. જૂનાગઢ જમા ઉઘરાવતું અને પિતાને પગદંડે જમાવી આ પ્રદેશ ઉપર હકૂમત ભોગવતું. 3. નક્ષત્રને વડિય નહિ રૂડી જનમની રાત, હાટીમર હજાર પણ પીઠે કયાંય પાકે નહિ. '; હાટીઓમાં પીઠે પ્રખ્યાત પુરુષ થઈ ગયો છે. હાટીઓ પોતાની ઉત્પત્તિ ઉદયપુરના ખુમાણથી માને છે. તેમને મૂળ પુરુષ હઠીસિંહ જેગિયા ખુમાણના પૂર્વજો જોગાજીને ભાઈ થત. કનલ વોટસન માને છે કે જગતસિંહે ઈ. સ. ૧૨૭૦માં વંથલી જીત્યું, ત્યારે તેમની સાથે હાટીએ આવ્યા હશે. તેઓમાં સરમણ નામે પુરુષ થશે. તેની અગિયારમી પેઢીએ માંડણ થયો. તેના પુત્રો સરમણ તથા કાળા થયા. સરમણથી તેરમી પેઢીએ પાલે થયે તેના પુત્ર ભોજે માળિયામાં ભોજ કેઠે બંધાવ્યું. હાટીએ તેના વંશમાં થયા. (કર્નલ વોટ્સન)