________________ 368 સૌરાષ્ટ્રને ઇતિષ સ્વાગત કરવા તેની તે ખાખરા બેલાના મેદાનમાં ગઠવી. બન્ને પક્ષની ધજાએ ઊડી રહી અને સૌરાષ્ટ્ર ઉપર વર્ષો પછી આવતી કચ૭ની ચડાઈને સરહદેથી પાછી વાળી દેવા મેરુએ પ્રચંડ પુરુષાર્થ કર્યો. ફતેહમામદે આ જબરદસ્ત સામનો થશે તેમ ધાર્યું ન હતું અને સૌરાષ્ટ્રમાં શત્રુઓ થઈ પરસ્પર લડતાં રાજ્ય આમ એકત્ર થઈ તેની સામાં થશે તેમ માન્યું ન હતું. તેથી તેણે ખાખરાબેલામાં જામનગરનું સૈન્ય હતું તે માર્ગ છેડી દઈ પિતાનું મુકામ પડધરીમાં રાખ્યું. ત્યાં જાડેજા ઠાકોર આવી તેને મળ્યા. ભવાન ખવાસ હિમ્મત હારી ગયે, પણ દીવાનભાઈઓ તથા પરસેતમ શેઠે ઉશ્કેરી તેને રેક. પડધરીના મેદાનમાં ભયંકર રણસંગ્રામ ખેલા અને તેમાં જામનગરના સેન્યને ઘાણ નીકળી ગયે. મેરુ ખવાસે જામનગરનો કિલે તેના હાથમાંથી જતો જે; તેથી દીવાનભાઈઓને તથા સૈન્યના મુખ્ય ભાગને જામનગર બોલાવી કિલ્લાનું રક્ષણ કરવા પ્રવૃત્તિ કરી ફત્તેહમામદે જામનગર ઉપર ઘેરે ન ઘાલતાં હાલાર યથેચ્છ લૂંટયું, બાળ્યું અને ઉજ્જડ કર્યું. મેરુએ જામનગર છોડયું નહીં અને ફત્તેહમામદ કચ્છમાં પાછો ગયે. મેરુએ પિતાની જામસાહેબ ઉપરની પકડ મજબૂત કરી અને રાણી આછુબાએ જામસાહેબની મુક્તિ માટે નવા પાસા ફેંકવા શરૂ કર્યા' તેણે કચ્છના રાહને મેરુનાં ગામે લૂંટવાની લાલચ તથા જાડેજા ભાયાતોને મદદ આપવાનાં વચન આપી મેરને મારવા માટે આમંત્રણ આપ્યું. મેરુએ પોતાના વિરુદ્ધ કાવતરું કરનાર જાડેજા ઠાકરની ખબર લેવા નિર્ધાર કરી ગાયકવાડી સરદાર આલા સેલ્યુકરને મેટી રકમ આપી, કાલાવડના પરસેતમ ઠક્કર અને પછીથી દીવાન રણછોડજીને તેની સાથે મેકલી, ગંડલને પ્રદેશ ઉજજડ કરાવ્યું અને તે “રાનીપશુઓને ફરવા જેવી ભૂમિ બનાવી દીધી” . નવાબ હામીદખાન : નવાબ હામીદખાન કલ્યાણ શેઠને સાથે લઈ જમા લેવા હાલારમાં આવ્યા, ત્યારે દીવાનજીની માફી માગી અને તેને અભયવચન આપવું. 1. દીવાન રૂગનાથજીના રસાલાના જમાદાર શેખ મહમદ મુબાદદ્દોનને તેણે લાલચ આપી, પણ દીવાનજીની આજ્ઞા વગર કાંઈ પણ ન કરવાનું તેણે કહેતાં દીવાન રૂગનાથજીને રાણીજીએ બેલાવવા મોકલ્યા. તેણે પણ કહ્યું કે 'હું મેરુના આગ્રહથી તેને આશ્રયે રહ્યો છું; તેથી કાંઈ કરી શકું નહીં, પણ સમાધાન કરાવી આપીશ.’ જામસાહેબે સ્ત્રીને પોષાક પહેરી દીવાનજી પાસે જઇ, જે તે મને મારી નાખે તે જામજોધપુર પરગણું તથા મેરુની એક કરોડ રૂપિયાની મિતને અર્ધો ભાગ આપવા કહ્યું, પણ દીવાનજીએ એક જ જવાબ આપે. - *