________________ 38 સૌરાષ્ટ્રના ઇતિહાસ આટકેટ પરગણાં તેમને જાગીરમાં આપ્યાં. મોરારજી ભાવનગર ગયા. તેને રાવળ વખતસિંહે ચાર ગામે આપ્યાં. મંગલજી ગોવિંદજી પોરબંદર ગયા ત્યાં તેને પાગાને ઉપરી બનાવ્યા. જૂનાગઢમાં મધુરાય તથા કલ્યાણ શેઠને કારભાર થયે; પણ થોડા જ દિવસેમાં તેમની વચ્ચે ખટપટ ઊભી થઈ. મધુરાય રાત લઈ નાસી ગયે. નવાબે દીવાન રણછોડજીની સહાય માંગી અને આ વફાદાર સેનાનીએ મધુરાય પાછળ પડી તેની પાસેથી મેટે દંડ વસૂલ લઈ તેને જવા દીધો અને પોતે પાછા જામનગર ગયા. જામનગર : મેરુ ખવાસનું પરિબળ અસીમ થઈ ગયું અને જામસાહેબ જસાજીની સ્થિતિ એક કેદીથી પણ વિશેષ વિષમ થઈ. તેમનાં રાણી આછુબા તથા જામસાહેબના ભાઈ સતાજીની મેરુના પંજામાંથી જામસાહેબને મુક્ત કરવાની સર્વ યુતિઓ નિષ્ફળ ગઈ અને જામસાહેબને સહાય કે સલાહ દેવાના શક ઉપરથી મેરુએ અનેક માણસોને મારી નાખ્યા કે તેમનાં કાનનાક કાપી લીધાં, પરંતુ રાજકેટઠાકરના કુંવર મેરામણજી, ગંડળઠાકોરના કુંવર દાજીભાઈ, ધ્રોળના ઠાકર મોડજી અને ખીરસરાના ઠાકર રણમલજીએ મળી જાડેજા કુળના અગ્રગણ્ય રાજાને પરાધીન દશામાંથી મુક્ત કરાવવા બીડું ઝડપ્યું. ઈ. સ. ૧૭૫માં તેઓનાં એકત્ર સૈન્યએ જામનગર ઉપર હલ્લે કરવા વિચાર્યું, પરંતુ મેરુની શકિતને તેમને ખ્યાલ આવતાં માત્ર હાલારનાં ગામડાંઓ ધમરોળવા માંડયાં પણ જામસાહેબના સસરા ગજસિંહ ઝાલા, પાટડીના દેસાઈ વખતસિંહ તથા ભાકડાના ભૂપતસિંહનાં લશ્કરે ભાડે 1. જ્યારે દીવાન કુટુંબ નગરમાં રહ્યું ત્યારે સુખમાં ભાગ ન પડાવનાર પ્રભાસપાટણના દેસાઈઓ તેમની સાથે દુઃખમાં ભાગ લેવા સાથે ચાલી નીકળ્યા. તેઓ મોરબી રહ્યા. મોરબી ઠાકોરસાહેબે તેમને રહેવાનાં મકાને તથા જાગીર આપી. 2, આ મધુરાય ઈ. સ. ૧૭૯૫માં દિલ્હીના બાદશાહના દરબારમાં મહાદજી સિંધિયાને વકીલ થયો હતો અને તેણે આખા હિન્દુસ્તાનમાં ગૌવધ ન કરવો તેવું ફરમાન બાદશાહ પાસે કઢાવ્યું હતું. 3. મેરામણજી તેના પિતા લાખાજની હયાતીમાં જ ગુજરી ગયેલા. કવિઓને પ્રિય ગ્રંથ “પ્રવીણસાગર” તેમણે ઇ. સ. ૧૭૮રમાં રચેલ અને રચાવેલો. તેમનું મૃત્યુ ઇ. સ. ૧૭૯૪માં થયું. 4. ભૂપતસિંહ ભંકોડાના વીર ઠાકર હતા. તેણે કડીના મહારરાવ સામે વેર બાંધ્યું હતું. ભંકોડા અને કડી વચ્ચે ઘણું યુદ્ધો થયેલાં. તેના દુહાઓ ગવાય છે: - ' “ભાડુ ને કહી લડે, જેમ રાવણ શું રામ, ! જાડેજો ચાલ્યો ભુપત, નરવર કરશે નામ”; } } વગેરે