________________ અસલ સામ્રાજ્ય. 365 (5, 4 'તળાજા : જ્યારે ભાવનગરના સ્થાપક ભાવસિંહજી 61 વર્ષ રાજ કરી 81 વર્ષની વયે ઈ. સ. ૧૭૬૦માં ગુજરી ગયા ત્યારે તેની ગાદીએ તેના કુંવર અખેરાજજી આવ્યા. તેના સમયમાં તળાજામાં બારેયા કેળીઓની હકૂમત હતી. તેઓનો વ્યવસાય ચોરી અને ચાંચિયાગીરીને હતે. તેથી તેઓને ઠેકાણે લાવવા જૂનાગઢના દીવાન અમરજીની સહાયથી અખેરાજજીએ તળાજાને ઈ. સ. ૧૭૬૮માં ઘેરે ઘાલે. દીવાન અમરજી આ ઘેરામાં ઘાયલ થયા, પણ કિલ્લો લીધે. કેળીએાએ દંડ આપી ચાંચિયાગીરી ન કરવાની કબુલાત આપી; પણ થોડા જ વખતમાં તેઓએ અંગ્રેજોનાં વહાણ લૂંટી લીધાં અને અંગ્રેજોની વિનંતી ઉપરથી તેમનાં સૈન્યની મદદ લઈ અખેરાજજીએ તળાજા ઉપર ચડાઈ કરી, તળાજા જીતી લીધું. અંગ્રેજોની વિનંતી નકારી તેણે તળાજાને કિલ્લે સંભાળે નહિ તેથી અંગ્રેજોએ પંચેતેરહજાર રૂપિયામાં ખંભાતના નવાબને તે વેચી નાખે. નવાબે ત્યાં નરદીન નામના હાકેમને નીખે. તેણે ખંભાતના આધિપત્યને અનાદર કર્યો. પિતાથી તેને નમાવી શકાય તેમ નથી, તેથી નવાબે અંગ્રેજોની સહાય માગી અંગ્રેજોની વિનંતી પણ નૂરદીને માની નહિ; તેથી નવાબે અખેરાજજીને મદદ માટે કહેવરાવ્યું; પણ અખેરાજજી ગુજરી ગયા અને વખતસિંહજી ગાદીએ બેઠા કે તરત જ તેણે ચડાઈ કરી, ઈ. સ. ૧૭૮૦માં તળાજા જીતી લઈ પિતાના પ્રદેશમાં ભેળવી દીધું. , જૂનાગઢ: દીવાન કુટુંબની હદપારી પછી જૂનાગઢના શત્રુઓ પ્રબળ થઈ - - ગયા અને સરહદે દબાવવા માંડયા. નવાબે હાથે કરીને જે ડાળ ઉપર બેઠા હતા તે ડાળ કાપી નાખી.' દીવાન કુટુંબ ધોરાજીમાં જઈ વસ્યું, પણ ત્યાંના ઠાકર દાજી'ભાજીને તેમને ખચે પિસાય નહીં તેમ જાણીને મેરામણ ખવાસની વિનંતીથી રણ છોડજી, રૂગનાથજી તથા દલપતરામ જામનગર ગયા. ત્યાં જામસાહેબે પડધરી તથા છે ! ; 1. આ વિષયમાં કઈ લેકકવિનું રચેલું કવિતા આ પ્રદેશમાં પ્રચલિત છે. અમર દુલ્લભ રણછોડજી, પરભા હ અજાણ, નાગર થે સે નાગર ગયે, અબ કામ કરત કલ્યાણ. કામા કરત કલ્યાણ, દેસ કાઠીકે દાગે, ચિતલ કીની ચુર, જોર કાઠીકે જાગ્યો. જાતા જુનાગઢ રાજ દેખ મહાબત સુત ગમરા જમીનદાર સબ જોર ભયે જબ માર્યો અમરા. 2. જામસાહેબે દીવાનભાઈઓને મોટું માન આપ્યું અને કચેરીમાં અગ્રસ્થાન આપ્યું. તેમને દીવાની, પાયગા તથા આરબોનું સન્મ આપ્યું અને દીવાનજીની સાથે આવેલા સૈન્યને પોતે રાખી લીધું.