________________ મુગલ સામ્રાજ્ય ભા કુંભાજીએ ગંડલ આસપાસના કાઠી દરબારો પાસેથી તલવારના બળે કે ધનના બળે ઘણું ગામે લઈ લીધાં અને દીવાન અમરજીએ બાબરિયાવાડથી ભાઇરના કાંઠા સુધીમાં એકપણ કાઠી રાજ્ય રહેવા દીધું નહિ. મરાઠાઓએ અમરેલી, ધારી અને ગોહિલવાડના ઘણા કાઠી દરબારે પાસેથી તેઓના ગિરાસ છિનવી લીધા. આ રીતે અઢારમી સદીના અંતિમ વર્ષોમાં કાઠીઓનું પરિબળ ક્ષીણ થતું ગયું અને સૌરાષ્ટ્રમાંથી કાઠી રાજે નામશેષ થઈ જશે તેવાં ચિહ્નો જણાવો લાગ્યાં. કાઠી દરબારને પણ તે પ્રકારની ભીતિ લાગવા માંડી. તેથી જેતપુર, ચિત્તળ, જસદણ વગેરે કાઠીઓનાં બળવાન ગણાતાં રાજ્યમાં એકત્ર થઈ તેઓની લુપ્ત થતી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા એક બળવાન પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. જસદણથી વાજસુર ખાચર અને જેતપુરથી વીરાવાળા પિતાનાં સૈન્ય ભાવનગર ઉપર લઈ જવા ચિતળ એકત્ર થયા. ચિતળના કુંપાવાળા તેમાં જોડાયા. પાળિયાદ, ચેટીલા, બેટાદ અને ગઢડાના કાઠીઓ તેઓને આવી મળ્યા. બીજા કાઠીઓની રાહ જોવાતી હતી અને સૌરાષ્ટ્રમાં કાઠીઓને સંયુક્ત મેર ભાવનગરને ભૂંસી નાખવા તૈયાર થતા હતા. આ સમાચાર વખતસિંહજીને સમયસર મળી ગયા અને તેમણે કાઠીએ કાંઈ પણ કરી શકે તે પહેલાં ચિતળ ઉપર ઓચિંતે હલ્લે કર્યો. કાઠીઓ મેદાનની લડાઈમાં નિષ્ણાત ન હતા. તેથી તેઓએ તેમની પદ્ધતિ પ્રમાણે છૂટા પડી વખતસિંહજીના સૈન્યની સામે યુદ્ધ ખેલવાનું ધાર્યું. પરિણામે ચિતળમાં કે માણસે રહ્યા નહિ અને વખતસિંહજીએ ચિતળ ઉપર આક્રમણ કરી તેને કબજે કરી લીધે, એટલું જ નહિ, પણ ત્યાં પિતાનું થાણું બેસાડી, ગઢડા અને બેટાદ હસ્તગત કરી, બાબરા તથા જસદણના કિલ્લાઓ તેડી પાડી, કાઠીઓને વેરવિખેર કરી મૂકયા. આ નિષ્ફળ પ્રયાસ પછી કાઠીઓએ બહારવટાં શરૂ કર્યા પણ મોટાં રાજ્ય સામે માથું ઊંચકવા પ્રયત્ન કર્યો જ નહિ. - મહુવા : મુગલાઈ સત્તાના અસ્ત સમયે મહુવાને મુસ્લિમ થાણદાર સ્વતંત્ર થઈ પડયે પણ તેની પાસે ન તે સૈન્ય હતું, ન તે ધન. તેની નિર્બળતાને લાભ લઈ મસરી ખસિયા નામના કાઠીએ આ થાણદારને મારી, મહુવાને કબજે કરી લીધે અને તેના ભત્રીજા હમીર ખસિયાને વાઘનગર આપ્યું. આ સાહસિક અને બળવાન ખસિયા સરદારે ઝાંઝમેર અને કોટડાની વાજા ઠાકરેની ઠકરાતે જીતી લીધી, અને ઝાંઝમેરમાં પિતાની રાજધાની કરી. ત્યાંથી ધન એકત્ર કરવા તળાજા અને આસપાસને પ્રદેશ લૂંટવાનું કાર્ય તેણે શરૂ કર્યું. રાવળ વખતસિંહજી આ સહન ન કરી