________________ જર સૌરાષ્ટ્રને ઇતિહાસ તેઓમાં સંપને અભાવ હતું તેમજ શિસ્તબદ્ધ સૈન્ય રાખવાને તેઓને રિવાજ ન હતું. તેમ છતાં તેમાં રાજ્ય સ્થાપવાની આકાંક્ષા ઉત્પન્ન થઈ હતી અને પરિ ણામે તેમણે પ્રાપ્ત કરેલાં ગામે જ્યારે તેમણે ઝુંટવાતાં જોયાં, ત્યારે તેઓએ તે ટકાવી રાખવા પ્રયાસ કર્યો. ઝાલાવાડમાં ચુડા, સાયલા તથા લીમડી રાજેએ ખાચરે, ખવડે અને ખુમાણેનાં ઘણું ગામે જીતી લીધાં. કોટડા તથા ગંડલ તેમજ રાજકેટ રાજેએ ચેટીલા, આણંદપર, ભાડલા તથા જેતપુર તરફનાં ઘણાં ગામે ઉપર પિતાનું આધિપત્ય સ્થાપ્યું. જામનગર રાયે કાલાવાડ અને કંડોરણું તરફનાં કાઠી ગામે લઈ લીધાં અને ભાવનગરે તે જાણે કાઠીઓ ઉપર જેહાદ શરૂ કરી હતી. એટલે સોરાટ્રમાં જેતપુરથી લઈને ધંધુકા સુધીના કાઠી દરબારે ઉપર રજપૂત રાજાઓએ વિગ્રહ શરૂ કર્યો હોય તેવું જણાવા લાગ્યું. પાળિયાદના કાઠી દરબારોએ ચુડા ઉપર પ્રત્યાક્રમણ કર્યું અને ઈ. સ. ૧૭૬૨માં તેના રાજકર્તા રાયસિંહજીને યુદ્ધમાં માર્યા; ઈ. સ. ૧૭૮૦માં તેને અનુગામી અને પુત્ર ગજસિંહજીને પણ માર્યા અને ચુડા લઈ લીધું. પણ તેના પુત્ર હઠીસિંહજીએ કાઠીઓને હરાવી, ચુડા પુનઃ પ્રાપ્ત કર્યું. વાંકાનેર કુંદણીના કાઠીઓને જૂનાગઢની સહાયથી વશ કર્યા અને તે પ્રદેશમાં કાઠીઓનું બળ સાવ ભાંગી ગયું. કુંડલામાં ખુમાણ કાઠીઓનાં ઘણાં ગામે હતાં. તેઓની વિરતા તથા વ્યવસ્થા પ્રસિદ્ધ હતી. આલે ખુમાણ તેઓને મુખ્ય દરબાર હતે. તે ગુજરી જતાં તેના છ પુત્રો-ભેજ, મૂળ, હીપે, લુણા, સુરા, અને વીરા–વચ્ચે વહેંચણી માટે તકરાર થઈ. ભેજે ભાવનગરના રાવળ વખતસિંહજીની મદદ માગી અને તેના બદલામાં પતે છેડે ગિરાસ રાખી, બાકીને ભાગ તેને લખી આપે. તેથી તેના ભાઈઓ રોષે ભરાયા. તેઓએ વખતસિંહજીના સૈન્યને હાર આપી, તેમનાં ગામોમાંથી હાંકી કાઢયું. વખતસિંહજીએ તેઓને સર્વનાશ કરવા એક પ્રબળ સને લઈ કુંડલા ઉપર ચડવા તૈયારી કરી, પરંતુ ખુમાણ ભાઈઓએ જૂનાગઢના નવાબની મદદ મેળવી અને જૂનાગઢનું સૈન્ય પિતાની સહાયમાં લઈ આવ્યા. અને સૈન્ય વચ્ચે ખૂનખાર લડાઈ થઈ. તેમાં ખુમાણેના ઘણા માણસ મરાઈ ગયા. યુદ્ધનું પરિણામ અનિશ્ચિત રહ્યું. નવાબની ફેજ પાછી ગઈ અને ખુમાણેને ગિરાસ પણ ગયે. 1 કાઠીઓમાં યેષ્ઠ પુત્રને રાજ્ય કે ગાદી મળતી નથી, પણ દરેક પુત્રને સરખે હિસ્સે વહેચી લેવાની પ્રથા છે. આ પ્રથા ચેડાં વર્ષો પહેલા વાયા, થાણુદેવળી, જસદણ, બીલખા વગેરે રાજ્યોએ બંધ કરી છે.