________________ સૌરાષ્ટ્રમાં ઇતિહાસ - ટકી શકયું નહિ, સિપાઈઓ ભાગી છૂટયા દીવાનજીએ તેમને પીછો પકડે અને રાણના પ્રદેશમાં લૂંટફાટ કરી તેને વેરાન બનાવ્યું. - ગોવિંદજીએ કરણ લીધું: આ યુદ્ધ દરમ્યાન દીવાન ગોવિંદજી કુતિયાણા હતા. તેમણે રાણા કંડેરણાને કિલ્લો જીતી લીધું. - કુંભાએ આ સમયે પિતાના સૈન્ય સાથે સહાય કરેલી, તેના બદલામાં ગોંડલ, જેતલસર, મેલી મજેઠી, લાઠ અને ભીમરાની જમા માફ કરાવી લીધી, તથા ચાંપરડા અને સરસાઈનાં પરગણાં, ઈ. સ. ૧૭૮૪માં અમરજીના ખૂન વખતે ત્રણ લાખ કેરી -ધીરેલી, તેના બદલામાં લખાવી લીધાં. કુંભાજી ઈ. સ. ૧૭૯૦માં ગુજરી ગયા અને તેની ગાદીએ તેના પૌત્ર મૂળજી આવ્યા. આરનું બંડ તથા હામેદ સિંધીની ચડાઈ : ઈ. સ. ૧૭૯૧માં ભયંકર દુષ્કાળ પડયે. દીવાન રૂગનાથજીએ લશ્કરોના પગાર ચૂકવ્યા અને પ્રજાને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી. જમા પણ કાંઈ આવી નહીં. અધૂરામાં પૂરું આબેએ પાટણ, માંગરોળ અને વેરાવળ પરગણાંમાં આગ અને તલવારથી લૂંટફાટ આરંભી અને પ્રજાને તેના પિકરાવી દીધી. તેઓને દીવાન રણછોડજીએ પારપત કર્યા. આ કામમાં ઘણે સમય જતું હતું. તેથી રૂગનાથજીએ તેના કાકા દુલ્લભજીના પુત્ર મેરારજીને મુલ્કી રાજકારભાર સેંપી, કારભાર પિતે સંભાળે. વળતે વર્ષે, એટલે ઈ. સ. ૧૭૯૨માં ગાયકવાડના સરદાર હમેદ સિંધીએ જૂનાગઢ ઉપર પેશકસી માટે સવારી કરી અને દીવાનજીની ગેરહાજરીમાં તેણે અનેક ગામે લૂટયાં અને ઉજજડ કર્યા. જૂનાગઢ ઉપર તે આવતાં સ્થાનિક શીબંદીએ મારી, તેની ફેજને કાઢી મૂકી. દીવાનકુટુંબની હદપારી : ઈ. સ. 1793 : આટલી આટલી સેવા કરવા છતાં નવાબે ઈ. સ. ૧૭૯૩માં કલ્યાણ શેઠ તથા મધુરાય ખુશાલરાયની સલાહ ઉપરથી દીવાન રૂગનાથજીને તથા તેના કાકાના દીકરા મેરીરજી, પ્રભાશંકર વસાવડા, દયાળજી બુચ અને બીજા નગરને કેદ કર્યા. 1. આ પરાજ્ય બાબતમાં વેરાવળ-ચોરવાડ પ્રદેશમાં સરતાનજી માટે એક કહેવત ચાલી આવે છે કે, “અટકાક ડાંડીઓ, મટકેક મેઈ, વેરાવળ લેતાં ચોરવાડ ખાઇ.” ટીપણીમાં ચોરવાડ-પાટણની કળણે આ યુદ્ધને રાસ ગાય છે. વેરાવળનું આ યુદ્ધ સેરઠના ઇતિહાસમાં એક યાદગાર બનેલું યુદ્ધ છે.