________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વફાદારી એને નિમકહલાલીભરેલી પ્રણાલિકા ઉપર ચાલી સ્વામિભકિતની વેદી ઉપર પિતાના પ્રાણનું બલિદાન આપ્યું. દીવાન રૂગનાથજી ફરીથી જૂનાગઢમાં: ઈ. 1786-87 : નવાબના ક્રૂર સ્વભાવ અને દગાર પ્રકૃતિથી તેના અંગત માણસને પણ તેના ઉપર વિશ્વાસ હતું નહીં. અમરજીના લેહીથી તેણે તેના હાથ રંગ્યા પછી આરબે તે દેખાવમાં જ તેના નેકર હતા, અંદરખાનેથી તે તેના શત્રુ હતા. નવાબના સૈન્યમાં સિંધી અને આરબ જમાદારમાં સિંધી તથા આરબના પક્ષે હતા. તેમના પગાર ચડી ગયા હતા, અને નવાબની તિજોરીમાં પગાર ચૂકવવાના પૈસા ન હતા; પિતાનાં લગ્ન થવાનાં હતાં. તેના ખર્ચ માટે પણ નાણાં ન હતાં, એટલે સિંધીઓએ વંથલીને કિલ્લે દબાવી દીધું અને આરોએ રંગમહેલમાં પિતાને અડ્ડો જમાવ્યું. નવાબે યુક્તિપૂર્વક ઈદની સવારીમાં આરબ પાસે સિંધીઓના જમાદારને મરાવી નાખી બીજા સિંધીઓને કાઢી મૂક્યા. સિંધીઓએ વંથલીમાં મજબૂત સામનો કર્યો. નવાબે પોરબંદરથી પ્રેમજી દામાણીને બોલાવ્યા; પણ બંને વચ્ચે કરાર થઈ શક્યા નહીં. પ્રેમજી પાછા ગયા. રાજ્યમાં અરાજકતા ફેલાઈ ગઈ. નવાબના મિત્ર કુંભાજી, ચોરવાડના રાયજાદા મેકાજી તથા સંગજી, રિબંદરના દીવાન પ્રેમજી દામાણી, માંગરોળના શેખ મીંયા, સુત્રાપાડાના કસ્બાતી, પ્રભાસપાટણના દેસાઈએ, ઉનાના શેખે, બાબરિયાઓ અને કાઠીએ. નવાબના અસ્તિત્વને મિટાવી દેવા વ્યક્તિગત પ્રયાસ કરવા માંડયા. નવાબને તેના હાથમાંથી સેરઠ ભૂમિ સરી જતી જોવામાં આવી. તેના હાજુરિયાઓ અને અધિકારીએમાં વણસતી જતી પરિસ્થિતિને કાબૂમાં લઈ શકે તે સમર્થ સેનાની જોવામાં આવ્યું નહીં. તેથી તે જેતપુર ગયે. ત્યાં દીવાન રૂગનાથજીને “હજારે” વિનંતીઓ કરી જૂનાગઢ પાછા આવવા સમજાવ્યા અને આ નિમકહલાલ દીવાનજી આટલા આટલા અનુભવે થયા હોવા છતાં તેના સ્વામીને સહાય કરવા દીવાનગીરી સ્વીકારી, જૂનાગઢ પાછા આવ્યા. નવાબનાં લગ્ન તથા ફૂગનાથજીનું વિજય પ્રસ્થાન : ઇ. સ. 1787: તે જ વર્ષમાં નવાબનાં લગ્ન રાધનપુરના નવાબનાં કુંવરી કમાલબખ્ત સાથે થયાં છે અને તે લગ્નોત્સવની સમાપ્તિ થતાં જ દીવાન રૂગનાથજીએ સિન્યને સતેજ કર્યા અને આરબ, સિંધીઓ અને સ્થાનિક સિપાઈઓએ આનંદપૂર્વક જૂનાગઢના ઝંડા નીચે તેના શત્રુઓ સામે પુનઃ આક્રમણ શરૂ કર્યા. સુત્રાપાડા હાંસુજી તથા ઈભરામ પટણ પાસેથી પ્રભાશંકરે લઈ લીધું અને રણછોડજીને ત્યાં મુત્સદ્દી તરીકે નીમ્યા. ત્યાંથી કેદના રાયજાદા દાગજીએ બાંટવા લૂંટી લેતાં તેના નિ:સહાય અને નિર્બળ થયેલા જાગીરદારે એદલખાન તથા મુખ્તાર