Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 372
________________ સુરક્ષા સારાય ? દીવાન રણછોડજી ચોરવાડ હતા અને ગોવિંદજીના દીકરા અનંતજી ઊતા હતા તેઓએ નવાબને મુલક લૂંટવા માંડે અને ઘઘલા, સરસિયા, માળિયા, કાગવદર આદ્રી, શેરગઢ અને કેડીનાર લૂટયાં, નવાબના લશ્કરના જમાદાને પકડયા માધવંછ નામના વણિક સેનાનીએ બીકના માર્યા આપઘાત કર્યો. દીવાન રણછોડજી તથા અને તજીના બળવાથી નવાબ શાંતિ પકડવાને બદલે ઉશ્કેરાયે, અને તેણે કેદખાનામાં પ્રભાશંકર વસાવડા તથા દયાલજીને ઘાત કર્યો. રણછોડજીએ પિતાનું બંડ. છ માસ ચાલુ રાખ્યું. તેમને પાટણને કિલ્લ દેસાઈ જીભાઈએ સેંપાવી દીધું અને તેમની સાથે રાજનૈતિક મતમતાંતર છતાં દુઃખમાં સામેલ રહ્યા. તે વખતે બિનશરતે રૂગનાથજીને નવાબે કેદમુક્ત કર્યા અને નવાબે માફી માગી; પણ જૂનાગઢમાં રહેવું ગ્ય ન જણાતાં આખા કુટુંબે સ્વેચ્છાથી હદપારી સ્વીકારી. જીતેલા કિલ્લાઓ પાછા સેંપી, રાજી જઈ નિવાસ કર્યો. જામનગર : જામનગરમાં મેરુ ખવાસ દીવાન અમરજી જેટલો જ બળવાન થઈ પડયું હતું, પરંતુ તે નિમકહલાલીની વાત કરવા છતાં જામસાહેબને કેદી જેવી હાલતમાં રાખી, પિતાનું વર્ચસ્વ તેના ઉપર જમાવી બેઠે હતે. તેણે અમરજીએ કે રૂગનાથજીએ નવાબને જેટલી સ્વતંત્રતા આપી હતી તેટલી સ્વતંત્રતા જામસાહેબને આપી ન હતી, એટલું જ નહિ, પણ જામસાહેબ મેરુ સામે આંખ ઊંચી કરવા તે શું, પણ તેના વિરુદ્ધ વિચાર કરવા માટે પણ શકિતમાન ન હતા. ઈ. સ. ૧૭૮૮માં મેરુએ જામનગર ફરતો કેટ બંધાવ્યું તથા ફરતી ખાઈ ખદાવી. જામનગરમાં પૂરતું બંદેબસ્ત કરી, દીવાન અમરજીની અદાથી કોટડાપીઠા આટકોટ વગેરે કાઠીઓનાં ગામો ઉપર ચડાઈ કરી તે જીતી લીધાં અને ત્યાં ઈ. સ. ૧૭૯૨માં પિતાનાં થાણાં બેસાડ્યાં તશા અનેક ગિરાસદારો પાસેથી જમા વસૂલ લીધી. - ભાવનગર : રાવળ વખતસિંહે ઈ સ. ૧૯૯૪માં કાઠીઓ સામે વ્યવસ્થિત વિગ્રહ શરૂ કર્યો અને કાઠીઓએ પણ આ પ્રશ્ન પતાવી દેવા કમર કરી. કાઠીઓને અંતિમ પ્રયાસ : ઈ. સ. 1768: રજપૂત રાજાઓએ કાઠીઓને ઉત્તર પૂર્વ તેમજ મધ્ય સૌરાષ્ટ્રમાં પારપત કરી તેઓનાં ઘણાં ગામે જીતી લીધેલાં. * 1. “તારીખે સેરઠમાં મોરારજીને કેદ કર્યા અને મેરારજી ઉના હતા તેમ દર્શાવ્યું છે તે ભૂલ છે. પાછળથી તે પાનામાં અનંતજી ઉના હતા તેમ જણાવ્યું છે. !" '' 2. “તારીખે સેરઠમાં ધોળા છે, પણ તે ઘઘલા હેવું જોઈએ. - ' . આ ગામો આટકોટ, સાંથળી, કોટડાપીઠા, બાબરા, કરિયાણું, ભડલી, બરવાળા, અંબાળા, ચલાલા, આણંદપર અને ભાડલા હતાં. યદુવંશપ્રકાશઃ શ્રી માવદાનજી. : "

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418