Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 382
________________ મુગલ સામ્રાજ્ય સિહેરની લડાઈ : ઈ. સ. 175 : પાલીતાણાના ઠાકર ઉનડજીએ તેના પૂર્વજોએ સિહોર ખેર્યું હતું તે પુનઃ પ્રાપ્ત કરવા ખુમાણ કાઠી બહારવટિયાઓને પિતાની સહાયમાં બેલાવી, સિહોર ઉપર ચડાઈ કરી, પણ વખતસિંહે તે પ્રયાસમાં છે તેને સફળ થવા દીધા નહીં. ઉનડજીએ ભાવનગર ભાયાતનાં ગામ જીથરી, આંબલા બાજુડા વગેરે લૂંટાવ્યાં. વખતસિંહજીએ કાઠીઓને પીછો પકડી તેના સરદાર મૂળ ખુમાણને માર્યો, ઉમરાળા તાબાનું ગામ લગાળા ભાંગવા જતાં મીરાન ધંધુકિયે મરા અને કાઠીએ ગીરમાં ભરાઈ ગયા. દરમ્યાન શિવરામ ભાઉ ગાદી પેશકશી લેવા આવ્યું અને વખતસિંહ સાથે તેને વાંધો પડતાં યુદ્ધની તૈયારી થઈ. તે સમયને લાભ લઈ ઉનડજીએ શિવરામની સહાય માગી; પણ વખતસિંહજી સચેત રાજા હતા. તેણે પાલીતાણ ઉપર તેપખાનું લઈ જઈ તોપમારે શરૂ કર્યો. ઉનડજીએ વખતસિંહના હુમલાને પાછો હઠા, પણ વિશેષ ટકવું શક્ય ન હતું; તેથી સુલેહ થઈ. જામ જસાજીઃ જામનગરને ખરો રાજા પિતે નહિ પણ મેરુ છે, એમ જામ જસાજીને પ્રતીતિ થઈ ગઈ. તેને હવે જામનગરમાં રહેવું અસહ્ય થઈ પડ્યું. મેરૂને ભાઈ ભવાન ગુજરી ગયે. તેનાં કારજ ચાલતાં હતાં. તે સમયને લાભ લઈ જામસાહેબ તેના ભાઈ જસાજી તથા બીજા વિશ્વાસુ માણસોને સાથે લઈ ખંભાળિયા ચાલ્યા ગયા. મેરુ એક પળ ચૂકે તેમ ન હતું. તેણે તરત જ ખંભાળિયા ઘેર્યું અને તેપમારે શરૂ કર્યો. મેરુની નિમકહરામીની અવધિ આવી ગઈ. તેને આરબ જમાદાર આ જોઈ શકે નહિ. તેણે મેરુને ઠપકો આપે. પરિણામે મેરુએ સમાધાન કર્યું અને જામ જસાજીને પાછા જામનગર આવવું પડયું. * ફત્તેહમામદની બીજી ચડાઈ: ઈ. સ. 177: ફત્તેહમામદને જામ જસાજીનું આમંત્રણ મળતાં, તેણે કચ્છના તંત્રને પ્રબંધ કરી, એક પ્રબળ સિન્ય લઈ જામનગર ઉપર ચડાઈ કરી. કચ્છનું રણ ઓળંગી તેણે દહીંસરા મુકામ કર્યું. મરુએ મલ્હારરાવની ફેજમાંથી છૂટા થયેલા પઠાણ સૈનિકે તથા દ્ધાઓને પિતાની નેક રીમાં રાખેલા. તેના સરદાર શેરજંગખાનની સરદારી નીચે પિતાનાં સૈન્ય આપી ફતેહમામદ સામે તેને મેકલ્યા. જૂનાગઢથી નવાબ હામીદખાન પણ પિતાનાં તેમજ તાબાના સરદારનાં કસાયેલાં સૈન્ય લઈ મેરુને આવી મળ્યા. દીવાન રૂગનાથજી તથા રણછોડજી તેમનાં અનુભવ, દીર્ઘદૃષ્ટિ, પરાક્રમ અને એકનિષ્ઠાથી મેરૂની પડખે જ હતા. એટલે મેરુએ ફત્તેહમામદ સામે પ્રચંડ મેર ઊભું કરી, ફરીથી તે રણ 1. મેરુએ પિતાની પછેડીથી જામસાહેબની મોજડી સાફ કરી અને કહ્યું કે, “હું આપને ગલો છું જામસાહેબ ભયથી કે ગમે તે કારણે પાછી આાગ્યા . . . .

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418