________________ મુગલ સામ્રાજ્ય 'ક , બંધ જે. દેસાઈ બાબાજીનું તલવાર અને તેપથી સ્વાગત કરવા તૈયાર હતા. એટલે બાબાજીએ સોમનાથના યાત્રિકોની કનડગત શરૂ કરી; પણ દીવાન રણછોડજીનાં સૈન્ય પાછળ હતાં અને દેસાઈ કિલ્લામાંથી ગોલંદાજી કરતા હતા. એટલે બાબાજીરાવ પ્રભાસને ઘેરો ઘાલવા જતાં ઘેરાઈ ગયા. પિતાનો ઉદ્દેશ ફળીભૂત નહિં થાય; બન્ને બાજુએથી ચાલતા મારામાં સર્વનાશ થશે, તેમ માની બાબાજીએ સંધિ કરી. તેણે લટેલે માલ પાછો આથો; પણ ત્રણગણી લીધેલી ખંડણી પાછી આપી નહીં. જામનગરમાં તે બાબાજીએ એવી આકરી વસૂલાત કરી કે જામ જસાજી કર્નલ વેકર ઉપરના પત્રમાં લખે છે કે “બાબાજીએ કાંઈ પાછળ મૂક્યું નથી.” ભાવનગરમાં તેણે સિહોર ઉપર તપ માંડી અને રાવળ વખતસિંહજીએ ભાવનગરના ઘેરા માટે તૈયારી કરી. બાબાજીએ ભાવનગર ઉપર દસ દિવસ સુધી ઘેરે ઘાલી તપમારો કર્યો. ભાવનગર ટકી નહીં શકે તેમ જણાતાં વખતસિંહજીએ સમાધાન કરી ખંડણી ભરી. તેવી રીતે તમામ રાજ્ય પાસેથી જબરદસ્તીથી જીભ કરી મોટી મોટી રકમ ઉઘરાવી બાબાજી વડેદરે પાછા ગયા. સૌરાષ્ટ્રની કથળતી સ્થિતિ : આખા સૌરાષ્ટ્રમાં બાબાજીના જુલ્મથી સન્નાટે છવાઈ ગયે. ગાયકવાડની આ જુલ્મી સ્વારીઓ સામે પડકાર કરવાની શક્તિ કે ઈનામાં ન હતી અને સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ કથળી ગઈ હતી, ત્યારે કાયર થઈને ઈ. સ. ૧૮૦૩માં ચિતળના કાઠી તાલુકદાર, જોડિયાના દરબાર તેમજ મોરબી ઠાકર કર્નલ વેકરના જાસૂસ મૌલવી મહમદઅલ્લીને મળ્યા અને તેમને સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ખ્યાલ આવે. 1. પ્રભાસપાટણના દેસાઈ ઉમિયાશંકર તથા દેસાઈ વાધજીએ બાબાજીને પ્રભાસપાટણને કિલ્લે અમુક શરતોએ સેંપી દેવા નકકી કરેલું, પણ બાબાજીએ સમયસર સહાય મેકલી નહિ અને નવાબની હકમત તેઓએ ત્યાંથી ઉઠાડી મૂકતાં, જનાગઢનાં સત્યે તેઓ ઉપર ચયાં. બાબાંછએ છેલ્લી ઘડીએ કહેવરાવ્યું કે, “અમો દિલગીર છીએ. તમારે તમે જાણ.” તેથી દેસાઈએની મૂંઝવણ વધી. બાબાજીએ વંથળી લેતાં તથા જાનાગઢનાં સમૃદ્ધ ગામો લૂંટતાં, દીવાન રણછોડજી પાછળ પડયા અને દેસાઈએ બાબાજી વિરુદ્ધ રણછોડજી સાથે મૈત્રી (એલાયન્સ) કરી. બાબાજીની ફેજને તેબા કિરાવી દીધી. આ પ્રસંગની રસિક વિગતે માટે જુઓ મારું પુસ્તક “પતતપણ.” 2. બાબાજીને ધ્રાંગધ્રાએ વાટુ ગામ આપ્યું, જેનું નામ વિલગઢ પાડવું, તથા તેણે રાયસાંકળી ગામ ઈ. સ. 1807 માં પાટીદારોને આપ્યું, જેના વંશમાં સૌરાષ્ટ્રના અગ્રગણ્ય નેતા દરબાર ગોપાળદાસ થયા.