Book Title: Saurashtrano Itihas
Author(s): Shambhuprasad H Desai
Publisher: Saurashtra Sanshodhan Mandal

View full book text
Previous | Next

Page 378
________________ જમાલ સામાન્ય 367 લઇ આવી મેરુના પક્ષમાં આવી મળ્યાં. તેઓએ રાજકેટનું સરધાર પરગણું ઉજજડ કર્યું. ભાવનગર : આ સમયે ભાવનગરના ઠાકોર વખતસિંહ તથા કાઠીઓ વચ્ચે , વિગ્રહ વધુ ઉગ્ર બન્યું હતું. કાઠીઓએ નવાબ હામીદખાનની સહાય માગી અને નવાબ પિતે પ્રબળ સૈન્ય લઈ વખતસિંહ સામે ચડયા. મેરૂને, આ બે પ્રબળ પક્ષો વચ્ચે યુદ્ધ થશે તે તેણે જીતેલા કાઠી પ્રદેશે તેના હાથમાંથી સરી જશે એ બીક લાગતાં બન્ને વચ્ચે તેણે સંધિ કરાવી. જાડેજા ઠાકરને નવાબ પ્રત્યે વિશ્વાસ ન હતે. દિવાન કુટુંબ મેરુના આશ્રયે રહ્યું હતું. રિબંદરમાં શક્તિ પણ ન હતી. મેરુ સામે થવામાં પિતાનું છે તે પણ ખાવાને ભય હતે; તેથી તેઓએ કચ્છના ફતેહમામદ નોતિયારની સહાય માગી. ફતેહમામદની ચડાઈઃ ઈ. સ. 1796 : ફતેહમામદ એક પ્રબળ અને સુસજજીત સૈન્ય લઈ, કચ્છનું રણ ઓળંગી ઈ. સ. ૧૭૯૬માં હાલારમાં આવ્યો. દીવાનભાઈઓ જેવા કુશળ સેનાપતિઓ પડખે છે તે હિમ્મતે મેરુએ ફતેહમામદનું 1. સિંધના જામ ઉનડને ઓરમાન ભાઈ મોડ તથા મનાઈના વંશમાં જાડેજાઓ થયા. ઉનડના વંશમાં નેતિયાર નામે એક પુરુષ થયો. તેણે ઈસ્લામ અંગીકાર કર્યો. તેના વંશમાં ફતેહમામદ થયો. ફતેહમામદ ઘેટાંબકરાં ચારી નિર્વાહ કરતો. કચછના રાહ રાયઘણ ઈ. સ. હ૭૮ માં ગાદીએ આવ્યા પછી તેણે ખાનગી રીતે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો તેથી તેમજ હિન્દુઓનું બળજબરીથી ધમપરિવર્તન કરાવવા જુદમ આદરતાં કરછમાં કાન્તિ થઈ; પ્રજાએ રાહને કેદ પકડ, પણ ભાટી હમીર તથા તરકવા દીના નામના સરદારોએ તેને છોડાવતાં તેને પકડવા કાઈની હિમ્મત ચાલી નહીં; ત્યારે ફતેહમામદ કે જે ત્યારે એક નાને લશ્કરી જમાદાર હતો તેણે હિંમત કરી રાહને પકડે. આથી ક્રાન્તિકારી તંત્રના અગ્રીમ જમાદાર ડોસલવેણે તેને જમાદાર બનાવ્યો. ફતેહમામદ ક્રમશઃ એક બળવાન સેનાપતિ બની ગયે. સૌરાષ્ટ્રના મેરુ અને અમરજીની હરોળમાં મૂકી શકાય તે તે પરાક્રમી હતો. તેના માટે એક અજ્ઞાત કવિએ ગાયું ફત્તીયા તારી ફેજરે, ભડ ડકે ભારી, સૂતી થડકે રાતમાં, નગરરી નારી. ઓખો તુંથી ઉધડકે, બરડ તુંથી અહી: ગઢ ધ્રુજે ધેરારે, નિતિધર નગર લીયે. હાલા ઝાલા ને જેઠવા, તે દાગ્યા સુધીર, વાળ ઉતારી મૂછના, કીધા પાંસરા તીર. આ વીરપુરુષનું જીવનવૃત્તાંત વિદ્વાન સાક્ષરવર્ય ડુંગરશી સંપટ કરને ક્રોમવેલ ફત્તેહમહમદ” એ શીર્ષકની લેખમાળામાં “શારદા' માસિકમાં લખેલું છે.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418