________________ મુગલ સામ્રાજ્ય 357 ભાવનગર-ગોંડળ: દીવાન અમરજીનું ખૂન થતાં ભાવનગરના રાવળ તખ્તસિંહજીએ મહુવા, લેલિયાણા, પાટણ અને સેલડીનાં જૂનાગઢનાં થાણાં ઉઠાડી મૂક્યાં. કુંભાજીએ દેરાજી, ઉપલેટા ઉપરના પિતાના અધિકાર સ્થિર કર્યા. દીવાનકુટુંબ: અમરજીના ભાઈ દુર્લભજી તથા ગેવિંદજી તથા પુત્ર રૂગનાથજી, રણછોડજી અને દલપતરામને ગાયકવાડનાં સૈન્યની તથા આરબની બીકે નવાબે ગામે આપી સંતોષ્યા, છતાં તેના પેટમાં પાપ હતું. નવાબે આ ગામે દગાથી પડાવી લીધાં અને દીવાનકુટુંબને જૂનાગઢમાં રહેવાનું યંગ્ય ન જણાતાં તે જેતપુર ચાલ્યું ગયું.' દીવાન અમરજી : સૌરાષ્ટ્રના ઈતિહાસમાં ઈ. સ. 1760 થી 1784 સુધી 24 વર્ષના ગાળામાં અમરજી એક અગત્યનું પાત્ર છે. તેમને જન્મ ઈ. સ. ૧૪૧માં થયા હતા અને તેંતાલીસ વર્ષની વયે તે ઈ. સ. ૧૭૮૪માં તેમનું ખૂન કરવામાં આવ્યું. આટલી નાની વયમાં તેમણે યુદ્ધકૌશલ્ય, બુદ્ધિબળ, મુત્સદ્દીગીરી અને અજોડ રાજ્યનીતિને જગતને પરિચય આપ્યો. દીવાન અમરજી એક કુશળ સેનાની હતા. તે સાથે તેમનાં ધર્મભાવના, નિર્દભપણું અને નીતિનિયમોનું કડક પાલન તેમને તે સમયના અન્ય યુદ્ધવીરેથી ઘણું ઊંચા પદે મૂકે છે. નિર્બળને સહાય કરવાને, સ્ત્રીઓની મર્યાદા સાચવવાને સિદ્ધાંત તથા ધર્મ પ્રત્યે સમદષ્ટિ રાખવાને ? અને ન્યાયપુર:સર રાજતંત્ર ચલાવાને તેમનો નિયમ એ સમયમાં અજોડ ગણી શકાય. તેમના નામથી સોરાષ્ટ્ર અને ગુજરાત ધ્રૂજતાં. તેમની વિરહાકથી ભલભલા શત્રુઓ કંપતા અને તેમના નિત્યવિજયી ઝંડા નીચે રહી જુદા જુદા ધર્મોના, જુદી જુદી જાતિઓના અને જુદા જુદા દેશના સિપાઈઓ તેમના વચને પિતાના પ્રાણ ન્યોછાવર કરવા તત્પર રહેતા. તેમણે ધાર્યું હોત તે જૂનાગઢના રાજ્યાસને તેઓ બેસી શકત અને એક સારું એવું રાજ્ય પ્રાપ્ત કરી શકત; પણ તેમણે માતૃપક્ષના પૂર્વજોની - 1, પ્રથમ દુલ્લભજી જેતપુર ચાલ્યા ગયા. નવાબે વેરાવળના સૈન્યને ફેડી રૂગનાથજી પાસેથી વેરાવળ પડાવી લીધું. તેથી રૂગનાથજી પણ જેતપુર ચાલ્યા ગયા. સુત્રાપાડામાંથી રણછોડજીને અધિકાર પણ તે જ રીતે છિનવી લેવાયે; તેથી તે પણ ઈ. સ. ૧૭૮૫માં જેતપુર ચાલ્યા ગયા. ગોવિંદજી પણ ત્યાં જ ગયા. વિચિત્ર વાત તો એ છે કે આ પ્રસંગે તેને કુંભાજીએ આશ્રય આપ્યો. 2. દીવાન અમરજીના માતામહ રાજા બહાદુરના પૂર્વજો રાજા ભીલરામ બહાદુરજી, રાજા મીરસમશેર ગિરધર બહાદુરજી તથા રજા દયાબહાદુરજી મુગલાઈમાં સૂબેદાર હતા. દયાબહાદુર માળવાના સૂબેદાર હતા. પેશ્વાઓ માળવા સોંપી આપે તે ત્યાંનું રાજ્ય આપવા કહ્યું, છતાં પડતી મુગલાઈની પરિસ્થિતિમાં પણ આ વીર પુરુષે રવામિભકિતનું અજોડ દષ્ટાંત પૂરું પાડી ધાર અને તેઓંના યુદ્ધમાં પ્રાણાપણ કર્યું હતું,