________________ 292 સોરાત ઇતિહાસ ગુજરાતના સુલતાનને સમય : ઈ. સ. 1472 થી 1583. ઈ. સ. ૧૪૭રમાં ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ સોરઠ જીતી સૌરાષ્ટ્ર ઉપર સાર્વ , ભૌમત્વ સ્થાપ્યું અને મુઝફફર 3 જાને હરાવી ઈ. સ. 1583 માં બાદશાહ અકબરે | ગુજરાતને હિંદની પિતાની શહેનશાહતમાં ભેળવ્યું આ 111 વર્ષ સુધી સૌરાષ્ટ્ર ઉપર ગુજરાતના સુલતાને અધિકાર રહ્યો. સૌરાષ્ટ્રના રાજાઓમાં ત્યાં સુધી પરસ્પર વિખવાદ હતું, વેરઝેર હતાં, કૌટુંબિક કલહ હતા, રાજવિસ્તાર અને ધનપ્રાપ્તિની લાલસા હતી. પરંતુ તેઓ વચ્ચે ધાર્મિક મતમતાંતર હતાં નહિ, ભગવાન સેમિનાથ કે દ્વારકેશ રણછોડરાયને તેઓ પિતાના દેવ ગણતા. હિંદુ ધર્મમાં સાંપ્રદાયિક મતભેદ હોવા છતાં તેઓ એક જ ધર્મના અનુયાયીઓ હતા. ગત યુગમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મોના પક્ષે હતા, પણ આપણે આગળ જોઈ ગયા તેમ વલ્લભી રાજાઓ બ્રાહ્મણ ધર્મ પાળતા હોવા છતાં જૈન અને બૌદ્ધ ધર્મના પ્રચાર, પાલન કે પ્રગતિમાં અવધ કરતા નહિ; તેના અનુયાયીઓને સહિઘણુતાથી ઉત્તેજન આપતા. પરંતુ મુસ્લિમ સત્તાના પ્રાદુર્ભાવ સાથે રાજનીતિ ધર્મનીતિ થઈ ગઈ. ઈસ્લામનો પ્રચાર અને હિંદુવટનું ખંડન એ જ સુલતાનેને જાણે એકમાત્ર ધર્મ હોય તેવી રાજનીતિ તેઓએ અપનાવી. આખર ખેંગાર ખેંચ ખડગ કે ખેલ રમ્યો કહાન કવિ અસરાણું અરિકે નરાયે હૈ -1 આઇ નાગબાઈ હું કે માટેના શ્રાપ “શિર પીર લખી ભાગ તો તાગ કોન પાયા હૈ. સસેકે પીછે જે ધાવત સિયાર યાર, મુગલ સેના કે તીરનીર સે ભીંગા હૈ. દેવ સોમનાથજી કે શરણ મેં થાન ઠર્યો, નાગર નર સારંગધર સહાય મેં સુહા હૈ, કહાન કવિ ચંદ્રનાથ દેવકા કૃપાપ્રતાપ, ચંદ્રચુડ રાહ બંશ નાશ સે બચાયે હૈ. --- મુગલ સૈન્યથી પરાજ્ય પામી ખેંગાર નાસીને પ્રભાસપાટણ ગયે. ત્યાં સારંગધર દેસાઇની સહાયથી અને “મનાથ કૃપાપ્રતાપથી તેને બચાવ થયો. સારંગધર દેસાઈ વિષયમાં વિગતે માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ.” - 1. ગુજરાતને પહેલે સુલતાન મુઝફફર ૧લે હતું. તેણે દિલ્હીના શહેનશાહથી સ્વતંત્ર થઈ ઈ. સ. ૧૪૦૭માં ગુજરાતમાં પિતાની ગાદી સ્થાપી. મુઝફાર ત્રીજાએ ઈ. સ. ૧૫૮૩માં એ ગાદી ખાઈ એટલે ગુજરાતના સુલતાને રાજઅમલ કુલ 176 વર્ષ ચાલે.