________________ મુગલ સામ્રાજ્ય ૩ર૭ ફોજદાર નિમાઈને આવ્યું પણ શેરખાન સિવાય વહીવટ થઈ શકે તેવું હતું નહીં ? તેથી તેને મદદનીશ ફેજદાર તરીકે જારી રાખવામાં આવ્યું. પણ ઈ. સ. ૧૭૩૦માં માધુદીનના નાયબ મીર ઈસ્માઈલે દખલ કરવાથી શેરખાન પાછે પિતાની જાગીરમાં ઘેઘા ચાલ્યા ગયે. એટલામાં ગુજરાતના સૂબા તરીકે મહારાજા અભયસિંહ નિમાયા. તેણે મીર ફકરૂદીનને સેરઠને ફેજદાર નીમ્યું. તેને તથા મીર ઈસ્માઈલને અમરેલી પાસે યુદ્ધ થયું અને તેમાં ફકરૂદ્દીન મરાયે. શેરખાન અભયસિંહને મળી ગયે તથા તેનાં વિશ્વાસ અને માન સંપાદન કર્યા; તેથી તેને વડેદરાને ફેજદાર નીમે. વડદરામાં મરાઠાઓ સાથે લડવામાં અને તેને કબજે જાળવવાની કામગીરીમાં શેરખાન રકા હતું. ત્યાં સેરાબખાનને તેની ઘેઘાની જાગીર, દીલ્હીના દરબારમાં મોટી લાગવગ ધરાવતા અમીર બુરહાન-ઉલ-મુકની ખટપટથી મળી અને શેરખાનના ભાઈઓને ઘેઘા છેડી ભાગી જવું પડયું. સોરાબખાન જૂનાગઢને ફેજદાર થયે અને બાબીઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. શેરખાને અમદાવાદમાં રહેવાનું રાખ્યું અને . સ. ૧૭૩૫માં સરાબખાન નાયબ સૂબા રતનસિંહ ભંડારીને હાથે ધંધૂકા પાસે ધાળી ગામમાં મરાઈ જતાં શેરખાનને માર્ગ ખુલ્લે થયે. વળી, દામાજી ગાયકવાડે વિરમગામ સર કર્યું અને અમદાવાદ ઉપર મરાઠાઓને ઓળે હેવાથી શેરખાન ખેડા રહેવા ચાલ્યા ગયા અને ત્યાંથી રતનસિંહ ભંડારીની કૃપા હોવા છતાં અને પાર બંદરમાં તેની નિમણુક કરી હતી તે ન સ્વીકારતાં મામીનખાન નામના તેના નાયબ સાથે અણબનાવ થવાથી તે વાડાસિનોર ગયે. ઈ. સ. ૧૭૩૭માં મેમીનખાન ગુજરાતને સૂબે છે અને શેરખાનની રહીસહી આશાઓ નષ્ટ થઈ ગઈ, પણ આ પુરુષ હિમ્મત હારે તે ન હતે. થોડા જ વખતમાં રાઠેડ સૂબાઓને કારભાર છૂટી ગયું અને મોમીનખાન મરાઠાઓની દયા ઉપર જીવવા માંડે અને જવાંમર્દખાન બાબી તથા જોરાવરખાન બાબી મોમીનખાન સાથે ભળી ગયા. સેથી શેરખાને કુનેહ વાપરી મેમીનખાન સાથે દસ્તી કરી અને જૂનાગઢના નાયબ જિદાર તરીકેને હુકમ મેળવ્યું. નાયબ ફેજદારનું પદ તેને બહુ જ નીચું જણાતું. તેથી તે મેમીનખાન સાથે રહેતે. જૂનાગઢના ફેજદાર હજબરઅલીને તેના સાથે વિરોધ તથા તેણે કરેલી મામુનખાનની નિમણુકને પ્રશ્ન મોમીનખાને સમાધાનથી પતાવી, શેરખાનને મરાઠાઓ સાથે લડવા મેક. મરાઠાઓના સરદાર રંગેની ભલામણથી તેને રાજી રાખવા આખરે શેરખાનને જૂનાગઢના નાયબ પેજદાર તરીકે જૂનાગઢ જવું પડયું. ઈ. સ. ૧૭૪૩માં મેમીનખાન મૃત્યુ પામતાં રંગાજીની સાથે રહી શેરખાને ખંભાતનાં ગામે લૂટયાં દરમ્યાન મુસ્લિમ સૈન્ય ખુદા-ઉદ-દીન તથા મુક્ત-ઉદ્-દીનની સરદારી નીચે સામાં આવ્યાં. રંગાઇ 1. આ વખતે માંગરોળ, સોમનાથ, ઉના, કુતિયાણું વગેરે સાવ સ્વતંત્ર થઈ ગયાં હતાં. પ્રાંતમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને શાહી સત્તા નામની જ રહી હતી.