________________ 332 સૌરાષ્ટ્રને ઇતિહાસ ભાવનગરની સ્થાપના : ઈ. સ. 1723 : “સિહોર જૂનું શહેર છે અને વારંવાર ત્યાં હલ્લા થયા કરે છે. વળી વિસ્તારને અવકાશ નથી” તેમ જાણુ ભાવસિહજીએ ઈ. સ. ૧૭૨૩માં વડલા ગામ પાસે ભાવનગર શહેર બાંધ્યું. સેરાબખાન સુરતથી ભાગીને આવ્યા ત્યારે શહેરની બાંધણીનો પ્રારંભ હતે ભાવસિંહજીએ તેને આશ્રય આપ્યો અને તેણે તે કામમાં ઘણું સહાય કરી. સોરાબખાન : સોરાબખાન એ રીતે ભાવસિંહજીને મિત્ર થયે. તે પાછળથી સેરઠને નાયબ ઉજદાર થયે અને ઘોઘાની જાગીર તેને મળી; તેથી ભાવસિંહજીની લાગવગ વધી. વળી, મરાઠાનાં વિજયસેને શિકસ્ત આપતાં સોરાષ્ટ્રમાં તેને મે વધે અને તેથી તેણે સુરતના સીદી કિલ્લેદાર સાથે સંધિ કરી ભાવનગરના વેપારનું રક્ષણ કર્યું. - લલિયાણ : ભાવસિંહજીએ તે પછી લેલિયાણાના મુસ્લિમ થાણદારને હરાવી કાઢી મૂક્યો અને આ થાણાને પ્રદેશ સ્વાધીન કર્યો. પોરબંદર: પોરબંદરમાં ઈ. સ. ૧૭૦૩માં ખીમાજી ગાદીએ બેઠા હતા. તેણે પણ પિતાની સત્તા જમાવવા પ્રબળ પુરુષાર્થ આદર્યો. ઈ. સ. ૧૭૨૬માં રાણુએ માંગરોળના નાગર દેસાઈઓની સહાયથી માધુપુરનો કિલ્લે હાથ કરી મુસ્લિમોએ ખંડિત કરેલા માધવરાયના મંદિરની પુન:પ્રતિષ્ઠા કરવાને પ્રારંભ કર્યો. પણ તે વાતની જાહેરાત અમદાવાદ જતાં ઈ. સ. ૧૭૨૭માં મુબારીઝ-ઉલ-મુકે ચડાઈ કરી અને ખીમાજીએ પિતાનો પરાજય સમીપ જોતાં સમુદ્રમાર્ગે નાસી જવા પ્રયત્ન કર્યો. પણ તેમાં સફળતા મળી નહીં; તેથી ચાલીસ હજાર રૂપિયાનો દંડ ભર્યો અને મુબારી દંડ લઈ રાણા પાસે માધુપુર રહેવા દીધું. કુતિયાણા જિતાયું: ઈ. સ. 1749 : ખીમાજી ઈ. સ. ૧૭૨૮માં મરણ પામ્યા અને તેના અનુગામી રાણા વિકમાતજીએ જૂનાગઢની હકૂમતનું કુતિયાણા થાણું શેરખાન બાબી જેવા પ્રબળ સેનાપતિ પાસેથી પડાવી પિતાના રાજ્યમાં ભેળવી દીધું. 1, કર્નલ વોકર આ વર્ષ ૧૭૪૨-૪૭નું કહે છે. 2. આ સંધિમાં એવો કરાર હતો કે ભાવનગરના માલનું સુરતમાં દાણ લેવું નહીં અને , સુરતના માલનું ભાવનગરમાં ઓછું દાણ લેવું. વિશેષમાં ભાવનગરની તરી જગતની ઊપજમાંથી સવા ટકે સુરતના અધિકારીને આપ. સોરાષ્ટ્રના સાગરકાંઠે વહાણ લુંટતા ચાંચિયાઓને પારપત કરવા આ કરાર ઇ. સ. ૧૭૬૦માં અંગ્રેજોએ સુરત જીત્યું ત્યારે પાણી આપવા એવું કબૂલ કર્યું હતું. 3. આ ચડાઈ શેરબુલંદખાન પિતે લઈને આવ્યા હતા તેવો પણ અન્યત્ર ઉલ્લેખ છે.