________________ સુલ સામ્રાજ્ય મેરુને ભાગ્યદય : આમ રાજમાતાને મારી, હાલાજીને હરાવી, કચ્છની ચડાઈ પાછી કાઢી મેરુએ પોતાનું પ્રબળ વર્ચસ્વ જમાવ્યું. જામસાહેબ પણ તેનાથી દબાઈ ગયા. તેની સામે ઊંચી આંખ કરી શકે તેવા કેઈ ભાયાતે રહ્યા નહીં અને હું પ્રજામાંથી તેને વિરોધ કરે તે નર તે નહીં, એટલે મેરુએ નિષ્કટક રીતે પોતાની કારકિદીને પ્રારંભ કર્યો. આમ. ઈ. સ.૧૭૬૦થી 1784 સુધી સૌરાષ્ટ્રમાં અમરજી અને મેરુ એ બે પાત્રોએ સૌરાષ્ટ્રની રંગભૂમિ પર મુખ્ય ભાગ ભજવી જાય છે. તે સામે ગંડળના ભા કુંભાજી, ભાવનગરના વખતસિંહજી તથા માંગરોળના શેખમિયા પણ આ યુગના ઇતિહાસનાં પાત્ર બને છે. મુગલાઈના અસ્ત પછી મરાઠાઓએ સૌરાષ્ટ્રની અશાનિત જારી રાખી હતી; પણ ઈ સ. ૧૬૭૧માં પાણીપતના પરાજય પછી તેમની શકિત ક્ષીણ થઈ. દાભાડે ગાયકવાડ અને પેશ્વાના વિખવાદના પરિણામે તેઓની પ્રતિષ્ઠા પણ ઘટી ગઈ હતી. તેમ છતાં સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર લેહી વહેતું રાખવાની જવાબદારી આ પુરુષ ઉપર જાણે આવી પડી હોય તેમ તેમણે યુદ્ધો જારી રાખ્યાં અને સૌરાષ્ટ્રની ભાંગીતૂટી અને ભૂકા થઈ ગયેલી પ્રજાની પાયમાલી કરવાનું ચાલુ રાખ્યું. જાફરાબાદ: આ અંધાધૂધીમાં જાફરાબાદના થાણદારે જંજીરાની હકૂમત ફગાવી દઈ સ્વતંત્રતા પ્રાપ્ત કરી. તેણે સ્થાનિક કેળીઓનું એક સૈન્ય ઊભું કરી સમુદ્રમાં ચાંચિયાગીરી શરૂ કરી. સુરતના સૂબા સીદી હીલાલ કે જે મૂળ જંજીરા ખાનદાનને હતે તેણે આ ચાંચિયાગીરીને નાશ કરવા માટે કમ્મર કસી. તેણે જાફરાબાદ ઉપર ચડાઈ કરી ઘેરો ઘાલ્યો. જાફરાબાદ પડયું અને થાણદારે નિમકહરામી કરેલી તે માટે તેને ભારે દંડ કર્યો. થાણદાર દંડ ભરી શકે નહિ અને તેણે તે દંડના બદલામાં સીદી હીલાલને ઇ. સ. ૧૭૬રમાં જાફરાબાદ વેંચી નાખ્યું. જંજીરાના નવાબે સીદી હલાલ ઉપર દબાણ કર્યું કે જાફરાબાદ તેનું હાઈ હિલાલે સેંપી દેવું જોઈએ. સીદી હીલાલ ઉપર મોટું કરજ થઈ ગયેલું અને જાફરાબાદ સાંચવવું મુશ્કેલ જણાતાં તેણે જંજીરાને સોંપી આપ્યું. આમ જંજીરાની હકૂમતમાં જાફરાબાદ અનાયાસે આવી ગયું. સુરતની અંગ્રેજી કેઠીમાં માલ લાવતાં વહાણેને લૂંટવામાં ન 1. સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરતીરે આવેલા આ સુંદર સ્થાનની માલિકી મેળવવા માટે જેમ જેમ નૌકાદળનું મહત્ત્વ વધ્યું તેમ તેમ પ્રત્યેક મહત્ત્વાકાંક્ષી પક્ષની ઈચ્છા રહેતી હતી. ગુજરાતના સુલતાનના સાર્વભૌમ વના સમયમાં જાફરાબાદ એક અગત્યનું થાણું હતું. દીવના પિટુગીઝે ઉપર અંકુશ રાખવા માટે ત્યાં એક નૌકાસૈન્ય તથા સૈન્યાધિકારીને રાખવામાં આવતાં. મહમદ બેગડાએ આ કામ માટે અનુભવી સેનાધ્યક્ષ તરીકે પંકાયેલા સીદીઓને નિયુક્ત કરેલા. તેઓને જંજીરા તથા દંડ રાજપુર જાગીરમાં મળ્યાં. જાફરાબાદ કદાચ તેમની નીચે હતું. મોગલાઈમાં તેઓ પાદશાહીને આધીન રહ્યા, પણ ઈ. સ. 1686 લગભગ તેઓની મેગલાઈ સત્તાને 44