________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ચાંચિયાગીરી ન કરવાના કરાર કર્યા. બાંટવાની જૂનાગઢ ઉપર ચડાઈ: ઈ. સ. 1770 : પિતાના ભાઈ શેરખાને જૂનાગઢ લઈ તેમને બાંટવા પરગણું આપ્યું તે વાત શેરઝમાનખાનને ખટકતી હતી, પણ તેમનામાં જૂનાગઢ ઉપર વર્ચસ્વ મેળવવા જેટલી શક્તિ ન હતી. ઉઘાડી રીતે જૂનાગઢ ઉપર હુમલે લઈ જવાય તેમ હતું નહિ. તેથી તેણે મજેવડી દરવાજે આવેલા અસારત બાગમાં રાતના પિતાના સૈન્યને છુપાવી દીધું, અને સવારમાં દરવાજે ઊઘડતાં જ ઓચિંતે હુમલે કરી તેઓ અંદર દાખલ થઈ ગયા. પરંતુ તેમના ભાગ્યમાં જૂનાગઢની ગાદી ન હતી. કિલ્લેબંધીના સિપાઈઓએ તેમને ત્યાં જ શિકસ્ત આપી અને શેરઝમાનખાન ત્યાંથી માંડ માંડ નાસી બાંટવા આવ્યા. દિલખાનિયા : દીવાન અમરજીએ ભા કુંભાજીની વિનંતીથી ગીરની સરહદે આવેલા “દલખાણિયા (દિલખાનિયા) ગામે જેતપુરના કાઠી કુંપાવાળા કાઠીઓને આશ્રય આપી લુંટ કરાવે છે તેથી તેને બંદેબસ્ત કરે જોઈએ એમ ધારી દલખાણિયા લીધું અને કાઠીઓને મારી કાઢી મૂક્યા. કુતિયાણું : સદા સમરભૂમિ બની રહેલું કુતિયાણા મહાબતખાને તેના ભાઈ હાસમખાનને આપેલું. તેણે પ્રજા ઉપર ત્રાસ ગુજારી પૈસા પડાવવા માંડયા અને પોરબંદરના દીવાન પ્રેમજી દામાણી સાથે ઘાટે વ્યવહાર રાખવા માંડે તથા કુતિયાણાના મુસ્લિમ અમીરે પીરખાન સરવાણી તથા ભાવતા ખેખરને કેદ કર્યા અને ભારે દંડ લઈ છોડયા. તેઓએ જૂનાગઢના દીવાન અમરજીને કહ્યું કે “કાં તે હાસમખાન પોરબંદરને કુતિયાણા આપી દેશે અને કાં તે તેની સાથે મળી જૂનાગઢ ઉપર ચડશે.” તેથી દીવાનજીએ કુતિયાણા ઘેર્યું, હાસમખાનને હરાવી તેને મજેવડીની જાગીર આપી અને કુતિયાણામાં જૂનાગઢનું થાણું બેસાડ્યું. સુત્રાપાડા : પ્રભાસપાટણ પાસે આવેલા સુત્રાપાડાને કજો ચાંદ પટણી નામના કઆતીએ દબાવી દીધેલ અને તેણે ધનલાલસા તૃપ્ત કરવા પ્રજા ઉપર હદબહાર જુલ્મ કરવા માંડયું. તેથી પ્રભાસના દેસાઈએ તેમની સામે થયા. તેની સૂર્ય તેનાં કિરણે જાફરાબાદ સુધી ફેકી શકતા નથી તે જોઈ તે અધિકારીની અવગણના કરી અને સ્વતંત્ર રીતે કારભાર કરવા માંડે; જમીન ઉપર લાંબું ચાલે તેમ ન હતું, તેથી સમુદ્રમાં જતાં આવતાં વહાણે લૂંટવાનું શરૂ કર્યું. તેથી બાજીરાવ પેશ્વાએ ઈ. સ. ૧૭૭૬-૭૭માં તેના ઉપર એક પ્રબળ સિન્ય કર્યું. જંજીરાને કિલ્લે જિતાયો નહિ, પરંતુ પેશ્વાએ તેને ઘણે પ્રદેશ જીતી લીધું.