________________ 348 સૌરાષ્ટ્ર તિહાસ સારાયે સૌરાષ્ટ્રમાં દીવાન અમરજીએ રાજાઓ જમીનદાર અને તાલુકદારે પાસે જેરતઅલી કબૂલ કરાવી. હાલારમાં મેરુ ખવાસનું પ્રાબલ્ય હોવા છતાં ત્યાંથી પણ તેમણે જોરતલબી લીધી. કચછના રાવ ગોડજીના બળવાખોર આરબ સરદારે કચ્છના મુત્સદ્દીઓને પકડી હાલારમાં લઈ આવેલા. તેને દીવાન અમરજીએ મુક્ત કર્યા અને ત્યાંથી ઓખામંડળ પર સવારી કરી, વાઘેરેને મહાત કરી, જામસાહેબ તથા કચ્છના પ્રદેશને તેમના જુલમમાંથી મુકત કર્યા અને ગાયકવાડ તથા પેશ્વાની સેનાઓને પજવતા આ લૂંટારુએને શાંત પાડયા. કુંભાજી જૂનાગઢ ઉપર : ગંડલના કુંભાજી જૂનાગઢમાં દીવાન અમરજીની બળવત્તર થતી જતી સત્તાને અંકુશમાં રાખવાની મથામણ કરી રહ્યા હતા. મુસ્લિમ સત્તાને પરાભવ થયો હતો. દીહીને શહેનશાહ નામમાત્રને શહેનશાહ હતું' અમદાવાદ મરાઠાઓના હાથમાં હતું, ત્યારે જૂનાગઢની ખખડી ગયેલી નવાબીને શા માટે અમરજી બળવાન બનાવી રહ્યા હતા અને હિંદુ રાજાઓને ઘાણ કાઢી રહ્યા હતા તે તેમને સમજાતું ન હતું. તેને પોતાને સ્વાર્થ પણ સાધ હતો અને તે સાથે અમરજીની પ્રગતિને યેનકેન પ્રકારેણ થંભાવી દેવી હતી. અમરછ યુદ્ધવીર હતા; પણ તે એક વિચિત્ર મગજના, તામસી પ્રકૃતિના, આળસુ અને વિલાસી રાજાના દાસ હતા. તેમનાં યુદ્ધકૌશલ્ય, બુદ્ધિ અને વિરતાને દાસત્વની મર્યાદા હતી જ્યારે કુંભાજી પિતે જ પિતાના સ્વામી હતા. તેમની પાસે પુષ્કળ દ્રવ્ય હતું, અપાર બુદ્ધિ હતી, મુત્સદ્દીગીરી અને વીરતા હતી, તેને મર્દ મિત્ર હતા અને તાબામાં મહારથીઓ હતા; સૌરાષ્ટ્રના નામાંકિત દ્ધાઓ અને આશાસ્પદ યુવાનને તેમણે પિતાની સેવામાં રાખ્યા હતા. એક જ વસ્તુ તેમનાથી થોડે દૂર હતી, અને તે - ભાગ્ય. જે તેમનું ભાગ્ય વિશેષ સતેજ હોત તે તે સમયે તેમણે સેરઠ અને કાઠિયાવાડને ઘણોખરે ભાગ જીતી લીધું હોત, પણ તેમના માર્ગમાં દીવાન અમરજીરૂપી એક મોટે અંતરાય હતું, અને તેથી તેમણે કઈ પણ પ્રકારે તે કાંટે કાઢી નાખવા બુદ્ધિ અને શકિતને મેળ સાથે. એક તરફથી તેમણે છત્રાસાના રાયજાદા બામણિયજીને જૂનાગઢ તેના પૂર્વજેનું છે તેમ કહીને લેવા ઉશ્કેર્યો અને પિતાનું સૈન્ય તેને આપ્યું, પોતે ગાયકવાડના સેન્ચને લઈ જૂનાગઢથી દર ચાર માઈલ ઉપર માલાસીમડીમાં મુકામ કર્યો. આ - સૈન્યએ જૂનાગઢના સૈન્ય ઉપર છાપે માર્યો, અને શત્રુઓના સંખ્યાબળ આગળ 1. દીલ હીના શહેનશાહની હકુમત માટે એક કવિએ કહ્યું છે કે “હકૂમતે શહેનશાહ આલમ અઝ દીલ્હી તો પાલમ' એટલે દીહીના બાદશાહની હકૂમત માત્ર દીલ્હીથી પાલમ સુધી હતી. 2. વર્તમાન મધ્ય સૌરાષ્ટ્ર જિલ્લે.