________________ ઉપર સૌરાશે ઇતિહe મેરુને અમરજીની શકિતનો પરિચય થયું. તેના માર્ગમાં તેણે મેરુ જે પર્વત છે, તેથી તેણે અમરજીને ખંભાળિયા આમંત્રણ આપી બોલાવ્યા અને જમવામાં ઝેર આપી તેને ઘાટ ઘડી નાખવાનું વિચાર્યું. પણ અમરજીના સનેહી ખુશાલરાય દફતરી ગુજરી જતાં તેને શક હતું, તેથી તે જમવા ગયા નહીં અને બચી ગયા. પણ તેમને કાવતરાની ગંધ આવી જતાં પિતાનાં સિન્ય લઈ જૂનાગઢ ચાલ્યા ગયા. અમરેલી : ગાયકવાડના સૂબા જીવાજી સામરાવે અમરેલીને કિલ્લે મજબૂત બનાવી ત્યાં સ્વતંત્ર રાજય સ્થાપવા ઉદ્યોગ કર્યો, પણ દીવાનજીએ અમરેલી જીતી, લેિ તેડી, તેનાં સ્વપ્ન ધૂળમાં મેળવ્યાં. ફતેહસિંહ ગાયકવાડની ચડાઈ : ઈ. સ. 1778 : જીવાજી સામરાવને ઉદ્દેશ શું હતું તે જાણ્યા સિવાય ફતેસિંહરાવ ગાયકવાડે તેને પરાજય કરવામાં દીવાન અમરજીએ ગાયકવાડનું અપમાન કર્યું છે તેમ માની સૌરાષ્ટ્ર ઉપર સવારી કરી. જેતપુર આગળ અમરજીએ ચડાઈ લઈ આવતાં ગાયકવાડી સેનું વિરચિત સ્વાગત કર્યું. યુદ્ધની તૈયારી થઈ, પણ ફત્તેહસિંહરાવે સ્થાનિક દરબારે પાસેથી અમરજીનાં નીતિરીતિ, યુદ્ધ કૌશલ્ય અને બુદ્ધિની વાત સાંભળી, તેવા શત્રુને મિત્ર બનાવવાની ઈચ્છાથી સંધિ કરી, દીવાનજીને પિષાક આવે અને તે પિસકશી માફ કરી પાછા ચાલ્યા ગયા. માળિયા : ફત્તેહસિંહ ગાયકવાડને મોરબીના ઠાકોર વાઘજીએ મેટી રકમ આપી તેનાં સૈન્ય માળિયા (ર્મિયાણા) ઉપર મોકલી માળિયા ઉજજડ કરાવ્યું. પોરબંદરની ચડાઈ : રિબંદરના રાણુનો દીવાન તેમજ સેનાપતિ પ્રેમજી દામાણી હતો. તે આ વખતનો એક વીરપુરૂષ હતો. તેને તક મળી હતી તો તે કદાચ મેરુ અને અમરજીની હારમાં ઊભે રહી શકત. પણ તેના તમામ પ્રયાસ સાધનને અભાવે નિષ્ફળ ગયા. તેમ છતાં તે પણ તેના રાણુ જે જ હિમતબાજ પુરુષ હતો. તેણે સારાયે સૌરાષ્ટ્રમાંથી સારા સારા આરોને એકઠા કર્યા અને અમરજી સામે બાથ ભીડવા તે તૈયાર થયે હૈદરઅલીએ બગદાદના ખલીફાને મોકલેલી ભેટસોગાદનું વહાણ પિોરબંદર પાસે ડૂબતાં તેનો ખજાનો પણ તેના હાથમાં પડે હતો. અને તેથી તેને ધનના અભાવને પ્રશ્ર હતા નહીં. પરંતુ પ્રેમજીએ દીવાનજીનું સૈન્ય તેના સામે જ્યારે આવતું જોયું ત્યારે યુદ્ધ ન આપતાં સમાધાન કરી લીધું. કુછ : કુંભાજીની હિમ્મત અમરજી ઉપર ઘા કરવાની થતી ન હતી. તે સદા તે જ ચિન્તામાં રહેતા. દરમ્યાન દેવડાના સિંધી મલક મામદે તેના પ્રદેશમાં