________________ મુગલ સામ્રાજ્ય લૂંટફાટ આદરી દીધી, બેડૂતના ખળાં ભરાવી લેવા માંડયાં અને કુંભાજીના તેને જેર કરવાના પ્રયત્ન નિષ્ફળ ગયા, ત્યારે તેણે અમરજીની સહાય માંગી અને અમરજીએ મલકને મારી દેવડા સર કર્યું. વઢવાણ-લીમડી : ઈ. સ. 1778: વઢવાણની ગાદીએ ઈ. સ. ૧૭૬૫માં ચંદ્રસિંહજી બેઠા. તેની તથા લીમડીઠાકર વચ્ચે અદાવત થઈ અને લીમડીઠાકર હરભમજીએ મરાઠા સરદાર ભગવંતરાવની મદદથી ભાદરકાંઠે યુદ્ધ કર્યું. તેમાં વઢવાણની જીત થઈ. તે પછી થોડાં વર્ષમાં ચંદ્રસિંહજી અને હરભમજી ગુજરી ગયા. પણ બન્ને રાજ્યોના મનમાં ઝેર રહી ગયેલું. તેથી ચંદ્રસિંહજીના અનુગામી પૃથ્વીરાજ તથા હરભમજીના અનુગામી હરિસિહ વચ્ચે ઈ. સ. ૧૭૭૮માં ફરી લડાઈ થઈ. પણ એક જ દિવસમાં આ તકરાર પતી ગઈ. જીવા શેઠ : ઈ. સ. 1781 : કંડેરણાના થાણદાર જીવા શેઠે ઈ. સ. ૧૭૮૧માં ભાવનગરના ગઢાળી ઉપર છાપે મારી, તે ગામ લૂંટી, અમરજી જેને ભાઈ ગણતા તેવા મોતીભાઈ નામના દરબારને પકડી, કંડોરણા પાસે મોવાસામાં કેદ કર્યા. અમરજીને આ સમાચાર મળતાં તે મેવાસા ઉપર ચડી ગયા. મેરુ જીવા શેઠની મદદે આવ્યે; પણ યુદ્ધ કરવાનું તેને યોગ્ય જણાયું નહીં. જીવા શેઠે મેતીભાઈને મેટે નજરાણે આપી અમરજી પાસે મોકલી માફી માગી. 1. મલુક મામદ બળવાન લૂંટાર હતા. દેવડાના ઘેરાનું એક સુંદર કાવ્ય છે. તેમાં લખ્યું છે કે તેને ત્રાસ બહુ થયું ત્યારે કુંભાજીએ સમાધાન માટે બ્રાહ્મણને મોકલ્યા. મલુકે કહ્યું : કે, “આંઉ તે ડરાં અલ્લાસે કાં અમરેસસે.” તેથી અમરજી પાસે આવી “ડળ કે પળકે કુંભ રોયો.” અમરજીએ દેવડા સર કર્યું તેનું આ કાવ્યમાં વર્ણન છે. વિષેશ માટે વાંચો મારો લેખ “દેવડાને ઘેરો.”—“શારદા-૧૯૩૬. 2. મેમકાને એક લુહાણે ભાલમાં રોઝકા પાસે ઝાલર વેચવા ગયો. ત્યાંના ગરાસિયા મેપજીએ મશ્કરીમાં પૂછયું કે “તારા ઝાલા શા ભાવે વેચાય છે?" લુહાણાએ કહ્યું કે “સે ભાલિયે એક ઝાલો.” મેપછ આ ઉત્તર સાંભળી ક્રોધિત થયો અને લુહાણુની પાઠ પડાવી લીધી. લુહાણુએ વઢવાણમાં ફરિયાદ કરતાં ચંદ્રસિંહે રોઝકા તાબાના મોરસિયા ગામ ઉપર ચડાઈ કરી તે લૂંટી, ગામનાં ઘરોના કાટ ઉતરાવી, તેનાં ગાડાં ભરી ભરી વઢવાણ તરફ ચાલતાં કર્યા. લીમડીઠાકર મેપજીના જમાઈ થતા. તેથી તેને જાણ કરતાં તે આડા ફર્યા અને ભગવંતરાવ નામને સૂબો લીમડીમાં હતા તેની સહાય માગી. આ યુદ્ધમાં વઢવાણઠાકોરે કાટનાં ગાડાં શત્રુઓ વાળી જશે તો આબરૂ જશે તે બીકે બાળી નાખ્યાં અને ગોરીભા નામના આરબ વેપચીની યુક્તિ અને હિમ્મતથી લીમડીની ફોજને હરાવી તેને માલ કબજે કર્યો. તે ગાયકવાડની હતી તેથી પાછી આપી. 45