________________ મુગલ સામ્રાજ્ય 35 અમૃતરાવ તથા ગાયકવાડના સરદાર ભણે દીવાનજીનાં સૈન્યને જેતપુર આગળ આંતર્યા. બને સન્ય સામસામાં થયાં. ઊનાના કસ્બાતી કે સુત્રાપાડાના શેખ સામેની આ લડાઈ ન હતી. પેશ્વા અને ગાયકવાડના શિસ્તબદ્ધ અનુભવી વૈદ્ધાઓ સામે દીવાન- 4 જીને સામને કરવાને આ પહેલે પ્રસંગ હતું, પણ તેમણે હિમ્મત ગુમાવી નહીં અને અતુલ બળ અને સંપૂર્ણ શ્રદ્ધાથી યુદ્ધ આરંવ્યું.' દિવસને અંતે વિજયશ્રી દિવાનજીને વરી અને ભા કુંભાજી તથા કાથડવાળાના પ્રયાસથી બીજે દિવસે માનભરી સુલેહ થઈ. વાગડની ચડાઈ = મેરબીના ઠાકર વાઘજી ઈ. સ. ૧૭૭૨માં ગાદીએ આવ્યા. તેને માળિયા તથા કચ્છ સાથે વેર હતું. તેથી જૂનાગઢના સૈન્યની સહાયથી તેણે માળિયા ઉપર આક્રમણ કર્યું, પણ તેમાં તે ફાવ્યા નહીં. તેથી દીવાન અમને રજીની તેણે સહાય માગી. તેમણે વાગડ ઉપર સવારી કરી. રણમાં દીવાનજીના ઘણા માણસો તરસે મરી ગયા; પણ કચ્છના રાહને દીવાન અમરજી સામે લડવાનું ગ્ય જણાયું નહિ. તેથી તેણે કીમતી ભેટે મોકલાવી લશ્કરને પાછું વાળ્યું. પોરબંદર: પોરબંદરના રાણાએ વેરાવળ ખાયું, એટલું જ નહીં પણ ઈ. સ. ૧૭૭૪માં શેખ મીંયાએ નવીબંદર લઈ લીધું. પણ તેણે હિમ્મત ન હારતાં કુંભાજીની સહાયથી શેખમીંયાને કાઢી નવીબંદર પાછું લીધું. જામનગરે પિરબંદરને વર્ષોથી પાયમાલ કરવામાં માટે ભાગ ભજવ્યો હતો અને તેને જામનગરની હજી પણ બીક હતી. તેથી હાલારની સરહદે તેણે ભેટાળીને કિલ્લો બાંધે. જામ જસાજીને આ વાત રૂચી નહિ. તેણે રાણાને કિલ્લે તોડી પાડવાનું કહ્યું; પણ સરતાનજીએ તે વાતને વચન આપ્યું નહીં. તેથી મેરુ ખવાસે તેના ઉપર ઘેરો ઘાલ્યા. રાણાએ અમરજીની સહાય માગી; અને જ્યારે મેરુએ અમરજીને ધ્વજ જે ત્યારે તેની હિમ્મત છૂટી ગઈ. તેણે સુલેહનું કહેણ મોકલ્યું. રાણુને પણ પરિણામ અનિશ્ચિત જણાયું. તેથી તેણે શર્તા સ્વીકારી અને સંધિ થઈ, જે પ્રમાણે ભેટાળીને કિલ્લે તેડી નાખવાનું રાણાએ સ્વીકાર્યું, તેથી મેરુએ ઘેરે ઉઠાવી લીધો. 1. આ યુદ્ધમાં દીવાનજી ઉપર તલવારને ઘા થયેલે, પણ બખ્તર હેવાથી તે બચી ગયા. 2. આ માટે પ્રચલિત વાત છે કે ભેટાળીને કિલ્લ જેવા જામનગરને ચારણ ગયો. તેને રાણુના માણસોએ જવા દીધો નહીં. તેથી ચારણ સ્ત્રીનાં કપડાં પહેરી જામસાહેબની કચેરીમાં આવ્યો. તેણે સ્ત્રીનાં કપડાં કેમ પહેર્યો છે તેમ મેરુએ પૂછતાં તેણે કહ્યું કે “જેના ધણુ સ્ત્રી જેવા તેના ચારણ પણ સ્ત્રી હેયને ? નહીંતર ભેટાળીને કિલ્લો રાણે બાંધી જાય?” “ઉઠે અજમાલરા, ભેટાળી કર ભૂકે રાણો વસાવે ઘુમલી, જામ માગશે ટુકે.”