________________ સૌરાષ્ટ્રનો ઇતિહાણ ભવાન નામના ત્રણ ખવાસ ભાઈઓ આવેલા. તેઓમાં મેરુ પિતાની ચાલાકી તથા હોશિયારીથી જામને પ્રીતિપાત્ર થયે તેનું વર્ચસ્વ વધતું જતું જોઈ દીપાંજીને તેના ઉપર અંકુશ મૂકવાને વિચાર આવ્યું, પણ તેને અમલમાં મૂકવાનું શકય ન હતું, તેથી તેણે તેને ઘાત કરવા કાવતરું કર્યું. મેરુ સદભાગ્યે બચી ગયે, અને તેને ભાઈ નાનજી તેમાં મરાઈ ગયે. કચ્છની ચડાઈ : ઈ. સ. 1768 : જામ સગીર છે, રાજ્યમાં અવ્યવસ્થા છે અને ખવાસ જેવા નાના માણસ પાસે સુકાન છે તેમ માની કચ્છના રાવ ગોડ. જીએ હાલાર ઉપર ચડાઈ કરી, પણ રાવ ગોડજીની ગણતરી ઊંધી વળી. તે કંઈ કરે તે પહેલાં મેરુએ બાલંભાને કિલ્લે કચ્છને કબજે હતું તે લઈ લીધું અને ત્યાં રાવે એકત્ર કરેલા દારૂગોળાને પુરવઠે હાથ કર્યો. આ સમાચાર રાવને મળતાં તે વચમાંથી જ પાછા વળી ગયા. મોડપુરને ઘેરેઃ હાલાર તથા સોરઠની સરહદે આવેલા મંડપુરના ડુંગરી કિલ્લામાં પડધરીવાળા હાલાજી જામ તમાચીનું ખૂન કરી ભરાયા હતા. ત્યાંથી તેણે હાલારમાં લૂંટફાટ ચલાવી પ્રજાને તેબા પિકરાવેલ. તેના ઉપર મેરુ ચડી ગયે અને માડપુર ઘેર્યું. હાલાજી આ ઘેરામાં મરી અને મેરુએ માડપુર સ્વાધીન કર્યું. રાજમાતાનું ખૂન: દીપાંજથી મેરુની વધતી જતી સત્તા અને લેકપ્રિયતા સહન ન થઈ તે યાત્રાને બહાને ધ્રાંગધ્રાં ચાલ્યાં ગયાં, પણ મેરુએ તેમને મનાવી પાછાં લાવી. તેમનું ખૂન કરાવ્યું. 1. આ કાવતરા માટે એવી વાત કહેવાય છે કે મેરુને જામસાહેબ બોલાવે છે તેવો સંદેશ મળતાં તેણે નાનજીને મોકલ્યા અને કહેવરાવ્યું કે “મને તાવ આવે છે.' નાનજી ગઢમાં દાખલ થતાં જ દીવા ઓલવી નાખવામાં આવ્યા, અને અંધારામાં તેના ઉપર તલવારના ઘા કરવામાં આવ્યા, નાનજી મરાઈ ગયે. મેરુએ પોતાના ભાઇના દગાથી થયેલા મૃત્યુને ખબર સાંભળ્યા ત્યારે તેણે ગઢ ઉપર હલે કર્યો, સિપાઇઓને કાપી નાખ્યા અને જામસાહેબ પાસે જઈ તેને કહ્યું કે “આમ દગાથી શા માટે મારવા માગો છો ? મને માર હોય તે ઉઘાડી રીતે મારે.' જામસાહેબ શરમાઈ ગયા, અને માફી માગી. આ પછી મેરુની સત્તા વધતી રહી. - 2, આ માટે એમ કહેવાય છે કે મોડપુર જિતાય તેમ હતું નહિ, પણ હાલોજી બારીએ જેવા આવ્યા ત્યારે એક સિપાઈએ બંદુક મારતાં તે મરાયા, અને કિલ્લાનું સૈન્ય શરણ થયું. કે 3. રાજમાતા મનાઈ પાછાં આવ્યાં ત્યારે મેરુએ કહ્યું કે “આજ વેણ સારો નથી, માટે કાલે મહેલમાં આવજે.' દીપાંજી કોઈ ચત્રભુજને ઘેર ગયાં. ત્યાં રથમાંથી ઊતરતાં હતાં ત્યાં મેરુપ્રેરિત ચાંદ ગેરી નામના માણસે તેને મારી નાખ્યો. તેની લાશ પણ કોઈએ ઉપાડી નહીં. અંતે મેરુના નાગર કારભારી ભાથુજી મહેતાએ તથા જગજીવન ઓઝાએ તેમની લાશ ઉપડાવી અગ્નિસંસ્કાર કર્યો.