________________ સુરાલ સામ્રાજ્ય વેરાવળ-પ્રભાસપાટણ : સાહેબા સુલતાના પાસેથી કાઝી શેખ મીંયાએ વેરાવળ પરગણું હસ્તગત કર્યું, પણ રિબંદરના રાણા સરતાનજીએ વેરાવળ ઉપર પિતાનું સિંખ્ય લઈ ઘેરો ઘાલ્યો. શેખ મીંયા તથા તેના ભાઈ શાહબુદ્દીન મુંઝાયા. તેમનાં સ્વને ધૂળમાં મળતાં જણાયાં; તેથી પોરબંદરના રાણા સાથે સુહ કરી તેને પણ અધિકાર સ્વીકાર્યો, અને વેરાવળ પરગણું ઉપર સંયુકત હકૂમત સ્થપાઈ - વેરાવળની ચડાઈ : ઈ. સ. 1764: અમરજી સેનાપતિ થયા, પણ દીવાનગીરી તે પિપટ પારેખ, ઝવેરચંદ તથા મૂળચંદ પારેખ પાસે “ત્રણ વર્ષ અને ત્રીસ દિવસ અને ત્રણ કલાક” રહી. પછી અમરજીને મુકી તેમજ ફેજ અધિકાર સાથે દીવાન બનાવવામાં આવ્યા. તેમણે તરત જ વેરાવળ ઉપર ચડાઈ કરી. સંખ્યામાં નવાબ પણ જોડાયા. અમરજીની કુશળ યૂહ-રચના સામે વેરાવળ ઢકયું નહીં. કાઝી શેખ જહાંગીર અને શેખ મીંયા સોમનાથ પાટણ નાસી ગયા; સુંદરજી દેસાઈ કેક પકડાયા અને વેરાવળ ઉપર નવાબને ઝંડે લહેરાયે. સીલ દિવાસા : શેખ મીંયાએ વેરાવળથી પીછેહઠ કરી જૂનાગઢના બીજા પરગણું દબાવવા માંડયાં. પણ અમરજી પાછળ જ હતા. તેમણે તેની પાસેથી સીલ. મેવાસાના કિલ્લા લીધા તથા તેના પ્રદેશમાંથી અડધે ભાગ પડાવી લીધું અને રિબંદરના રાણા પાસેથી કુતિયાણું લઈ લીધું. જામનગર: આ તરફ સૌરાષ્ટ્રની ભૂમિમાં દીવાન અમરજીરૂપી બુદ્ધિબળ, યુદ્ધકૌશલ્ય અને રાજનીતિને પ્રકાશ પાડતે તેજસ્વી તારક ઊગતે હતો, ત્યારે બીજી તરફ ભાગ્યશાળી અને સમર્થ મેરામણ ઉર્ફે મેરુ ખવાસ પિતાની સત્તા છે હાલારમાં વધારી રહ્યો હતે. જામ તમાચીને દત્તકપુત્ર જામ લાખાજી ઈ. સ. ૧૭૪૩માં ગાદીએ આવ્યા. તેમનાં લગ્ન ધ્રાંગધ્રાનાં કુંવરી દીપાંજ વેરે થયેલાં. તેમની સાથે મેરુ, નાનજી તથા 1. આ પ્રસંગ ઇતિહાસોના પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાં સેંધાવામાં આવ્યો નથી, પણું પ્રભાસપાટણના સોમપુરા બ્રાહ્મણ શંકરલાલ કાલિદાસ ત્રિવેદી પાસેથી એક દસ્તાવેજ પ્રાપ્ત થયા છે. તેમાં જૂનાગઢ પોરબંદર તથા માંગરોળની સંયુક્ત હકૂમત હતી તેમ જણાય છે. આ દસ્તાવેજ 1818 (ઇ. સ. ૧૭૬૨)ને છે. 2. સુંદરજી દેસાઈના કુટુંબની સ્ત્રીઓની બેઈજજતી કરવા નવાબે પ્રયત્ન કર્યો, પણ વીસ વર્ષના દીવાને તેને રોકી તેઓને પોરબંદર જવા દીધાં, સુંદરજી દેસાઈને પણ મુક્ત કર્યા. - તે કુટુંબ હજુ પિોરબંદરમાં છે. છે. આ રાણીનાં નામે દીપાંજી, દેવાજી, જવુબા કે જાવુબા હતાં; યદુવંશપ્રકાશઃ શ્રી. માવદાનજી.