________________ 32 સૌરાષ્ટ્રને ઇતિહાસ વેરાવળ: સાહેબા સુલતાના ત્યાંથી વેરાવળ ગયાં અને વેરાવળનો કબજો દબાવી દીધે. મહાબતખાનજી પાસે ખજાનામાં એક દેકડો ન હતો. તે લૂંટફાટ કરી નિર્વાહ કરતા તથા સિપાઈઓને પગાર પણ લૂંટમાંથી ચૂકવતા. દેશ વેરાન હતું અને જૂનાગઢના નવાબીનું ખંઢેર થઈ ગયેલું. મકાન પડી જવાની તૈયારીમાં હતું. તે તક માંગળના કાઝી શેખ મીંયાએ ઝડપી લીધી. તેણે વેરાવળના દેસાઈ સુંદરજીની સહાયથી સાહેબા સુલતાન પાસેથી વેરાવળ કબજે કરી પિતાની આણ ફેરવી. મહાબતખાનજી આરબના પગાર ચૂકવી શકયા નહીં. તેની પાસે કઈ બળવાન સેનાપતિ કે કુશળ મુત્સદ્દી હતા નહીં અને તેના ક્રૂર સ્વભાવ અને વિચિત્ર વર્તનના કારણે દરબારીઓમાં અપ્રિય થઈ પડયા. આરબોએ ઉપરકોટને કબજે લીધે અને પગાર ચુકા થાય તે પછી જ તેને કબજે સેંપવા સેગન ખાધા. મહાબતખાનજી હતાશ અને નિઃસહાય થઈ બેસી ગયા. દીવાન અમરજી : આવી રીતે મહાબતખાનને આપઘાત કર્યા સિવાય કે નાસી ગયા સિવાય અન્ય માર્ગ હતો નહીં; ત્યારે જમાદાર સાલમીનના વીલ અમરછ કુંવરજીએ માત્ર અઢાર વર્ષની વયમાં જ આરબાને મહાત કરવામું બીડું ઝડપ્યું. તેણે નવાબ પાસે હુકમ માગી સાલમીનના આરબાની મદદથી વાઘેશ્વરી દરવાજે લીધે તથા ઉપરકેટમાંથી આરબેને કાઢયા. આ વીરત્વભર્યા કામથી ખુશ થઈ મહાબતખાને તેને સેનાપતિપદે નિયુક્ત કર્યા.' 1. દીવાન અમરજી એક ગરીબ કુટુંબના હતા, બેકાર હતા, વગેરે લોકવાર્તાઓ પ્રચલિત છે, પણ તે માત્ર વાર્તાઓ છે, દીવાન અમરજી ભારતના ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલા એક મહાન કુટુંબના વંશજ હતા, તેના પિતા કુંવરજી માંગરોળમાં રહેતા, પણ તેના પૂર્વજો લાલા માંડણ ધનાઢય અને શક્તિશાળી પુરુષ હતા. તેઓ તળાજામાં રહેતા. ત્યાં તેઓએ “વાપીકુપ તડાગકૃત” એટલે સાર્વજનિક ઉપયોગ માટે વાવ, કૂવા અને તળાવો બાંધ્યાં. (મહાશિવ રત્નાકર - માતૃપક્ષે દીવાન અમરજીનાં માતુશ્રી માળવાના સૂબેદાર દયારામ બહાદુરનાં પુત્રી વેણીકુવર હતાં. દયાબહાદુરના કાકા રાજા ગિરધર બહાદુર અલ્હાબાદના સૂબા હતા તથા દાદા છબીલારામ બહાદુર આગ્રા તથા અલહાબાદના સૂબા હતા, જે પાછળથી દીલ્હી મંત્રીમંડળમાં હતા. તેમણે જજિયાવેરો બંધ કરાવ્યો હતો. * રાજા છબીલારામ બહાદુરને ફરૂખશિયર બાદશાહે એક રત્ન આપેલું, જે ઉત્તરોત્તર , અમરજી પાસે આવેલું અને તેના પુત્ર દીવાન રણછોડજીએ જૂનાગઢમાં તેની શિવલિંગ તરીકે સ્થાપના કરેલી છે, જે બુદ્ધેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. દીવાન રણછોડજીએ તેની સ્તુતિમાં “બુદ્ધેશ્વર બાવની” નામને સુંદર કાવ્યસંગ્રહ લખ્યો છે. આ રન મહાભારતના યુદ્ધમાં પડેલા જયદ્રથની ભૂજાનું છે તેવી તેની ઉત્પત્તિની કથા છે.