________________ 340 સૌરાષ્ટ્રને ઇતિહાસ બારી, મેવાસા, સસરા જીતી ધાધલપુર લીધું, કાઠીઓને ઘાણ કાઢી નાખે, અને ત્યાંથી આગળ વધી સાયલા ઘેટું; પણ શેશમાલજી એક કુશળ સેનાપતિ હતા. તેમણે થોડા દિવસ સમય વિતાવવા ટક્કર ઝીલી. દરમ્યાન ચોમાસું બેસી જતાં સંયુક્ત ફજે પાછી વળી ગઈ અને સાયલા બચી ગયું. શેરખાનજીનું મૃત્યુ : ઈ. સ. 1758 : મરાઠાઓનાં વિજયી સૈન્યએ અમદાવાદ જીતી લીધું અને ત્યાં પુન: સત્તા પ્રાપ્ત કરવાની શેરખાનજીની આશા નષ્ટ થઈ ગઈ. ગુજરાતમાંથી મુગલ બાદશાહીની જડ ઊખડી ગઈ. પોતે વિશેષ અધિકાર પ્રાપ્ત કરવામાં આખું જીવન વિતાવી નાખી, અંતિમ દિવસોમાં એક નાના રાજ્યની સ્થાપના કરનાર શેરખાન બાબી ઉર્ફે બહાદુરખાન ઈ. સ. ૧૭૫૮માં ગુજરી ગયા. શેરખાનજીને પાંચ પુત્રો હતા. તેમાં મહાબતખાનજી સૌથી મોટા હતા. તેમને ગાદીએ બેસાડવામાં આવ્યા. તે સમયે તેના બળવાન ભાઈ સરદાર મહમદખાન વાડાસિનેર હતા. તેમણે પિતાના મૃત્યુના તથા મહાબતખાનજી જૂનાગઢની ગાદીએ બેઠા તે સમાચાર સાંભળી વાડાસિનેરમાં પોતાની સ્વતંત્રતા જાહેર કરી. મહાબતખાનજીએ ગાદીએ બેસતાં દીવાન જગન્નાથ ઝાલા કે જેણે વસંતરાય પુરબિયા પાસેથી જૂનાગઢ તેના પિતા બહાદુરખાનને પ્રાપ્ત કરાવી આપ્યું હતું, તેને બીલાલ નામના સીદી ગુલામ પાસે મજેવડી દરવાજા પાસે દગાથી મરાવી નાખ્યા, તેનાં ઘર લૂંટી લીધાં તથા કુટુંબીઓને કેદ કર્યા. ગોંડલના કુંભાજીની પ્રેરણાથી જમાદાર રદવખાન રેન ધોળકિયા અને પીરઝાદા ખલીફ શાહમીંયા જગનાથના ભાઈ રૂદ્રજી ઝાલાના જામીન પડતાં તેને કુટુંબ સહિત જૂનાગઢમાંથી જવા દીધા. તેઓ પોરબંદર ચાલ્યા ગયા. - દામાજી ગાયકવાડ : આ સમયે વડોદરાની ગાદીએ દામાજીરાવ ગાયકવાડ હતા. તેણે સૌરાષ્ટ્ર ઉપર મુલ્કગીરીની સ્વારી કરી. તેનાં અતુલ સૈન્યની શકિત પાસે સૌરાષ્ટ્રના રાજાઓએ નમતું આપ્યું જૂનાગઢ પણ તેની સામે થઈ શક્યું નહીં. મહાબતખાનના દીવાન સમજી જીકારે યુદ્ધ કરવાનું પરિણામ સારું નહીં આવે તેમ જાણ ખંડણી ભરી ગાયકવાડની ફેજને પાછી વાળી. - દામાજી ગાયકવાડે આ સ્વારીમાં લાઠીના ઠાકર લાખાજી ઉપર એવી ભીંસ કરી કે લાખાજીને ખંડણી ભરવા માટે અન્ય માર્ગો સુયા નહીં; તેથી તેની * કુંવરી દામાજી ગાયકવાડને પરણાવવી પડી. - 1. કુંવરી બાબત ઇતિહાસકારે ચૂપ છે. લાઠીઠાકોરે દામાજીને પોતાની કુંવરી પરણવી; દાયજામાં ચભાડિયા આપ્યું, જે અત્યારે દામનગર કહેવાય છે. કર્નલ વેકર લખે છે કે ઇ. સ. 1800 ઠાકર સુરસિંહજી હતા તેનાં બહેન ગાયકવાડને પરણાવ્યાં હતાં.