________________ સૌ ઇતિહાસ ગુજરાતમાં મુસ્લિમ સત્તાને અંત : ઈ. સ. 1753 : ઈ. સ. ૧૭૫૩માં અકબરે ગુજરાત જીતીને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું તે પછી 140 વર્ષે | એટલે ઈ. સ. ૧૭૫૩માં શાહી સૂબા જવાંમર્દખાનને મરાઠાઓના હાથે સખ્ત” પરાજય થયો અને તેણે મુંજપુર, વિસનગર, વડનગર, ખેરાળુ, પાટણ વગેરે પિતાની જાગીરનાં પરગણાં હતાં તે મરાઠાઓએ લેવા નહીં તે શતે અમદાવાદને કબજે તેણે મરાઠાઓને સેંપી દીધે. અમદાવાદ મરાઠાઓના હાથમાં પડયું અને તે સાથે ગુજરાતમાં મુસ્લિમ સત્તાને અંત આવ્યે. પ્રજાને બળ : ઇ. સ. 1754 : આ સમયનો એક પ્રસંગ ના છતાં બેંધવા પાત્ર છે. ગુજરાતની આથમતી મેગલાઇમાં દાઠાને મુસ્લિમ થાણદાર સ્વતંત્ર થઈ પડશે. તેણે પ્રજા ઉપર અકથ્ય જુલમ આદર્યો. અસહ્ય ત્રાસથી કંટાળી દાઠાના ભરવાડ તથા આહિરેએ એકત્ર થઈ, તેને હરાવી, માર્યો અને દાઠા કબજે કર્યું. પરંતુ આ ભરવાડે તથા આહિરે પણ તેના જ ચીલે ચાલ્યા અને રૈયતે બળ કર્યો. પ્રજાની શક્તિ ખૂટવા આવી. તે પ્રસંગે હાથસણુના સરવૈયા ઠાકર વરસેજી, કાનજી તથા મેઘરાજજીએ તેની મદદે આવી ભરવાડ તથા આહિરેને હરાવી દાઠા કબજે કર્યું અને પ્રજાએ તેમને રાજકર્તા તરીકે માન્ય રાખ્યા. ઘોઘા : ઈ. સ. 1758: એમીનખાન ઈ. સ. ૧૭૫૭માં મરાઠાઓની તલવારે શિસ્ત આપતાં તે અમદાવાદ છોડી ચાલે ગયે. ઘોઘા મરાઠાઓના અધિકારમાં આવ્યું અને પેશ્વાના ખાલસા પ્રદેશમાં તેને ઉમેરવામાં આવ્યું. રાજપીપળાનું યુદ્ધઃ ઈ. સ. 1755: કેટડા સાંગાણ પાસે રાજપીપળા ગામે 1. અમદાવાદના પતન પછી મોમીનખાને શંભુરામ નામના નાગર સેનાપતિની સહાયથી અમદાવાદ કબજે કર્યું. પેશ્વાએ સદાશિવ રામચંદ્રને અમદાવાદ પુનઃ સર કરવા મોકલ્યા. દામાજી ખંડેરાવ, જવાંમદખાન વગેરે તેને આવી મળ્યા; પણ શંભુરામે અપાર શૌર્યથી મરાઠાઓને ફાવવા દીધા નહીં, એટલું નહીં પણ કિલ્લામાંથી બહાર ધસી આવી મરાઠી ફોજની ખુવારી સરછ. મરાઠાઓએ સુલેહ કરી અને તેની શર્તો મુજબ મોમીનખાને લશ્કરને ખર્ચ લઈ મરાઠાઓને ધા તથા ખંભાત ઉપર ખંડણું ન લે તે સર્વે અમદાવાદ સેપવા તત્પરતા બતાવી. પણ તેને * સલાહકારોની સલાહ ન પડી. તેથી તે ફરી ગયો. તેથી મરાઠાઓએ પ્રબળ આક્રમણ કર્યું અને એક લાખ રૂપિયા રોકડા લે અને દસ હજાર રૂપિયાની વાર્ષિક ખંડણી અથવા ખંભાતની અધી ઊપજ આપે તે શરતે મોમીનખાને અમદાવાદ ઇ. સ. ૧૭૫૭ના એપ્રીલમાં સદાશિવ રામચન્દ્રને સેંપી આપ્યું. તે પછી મુસ્લિમ સરદારોની અમદાવાદ લેવાની ફરી હિંમત થઈ નહીં. જેમ ફિ આ ઘટના (જવાંમદખાનને પરાજય) ઈ. સ. ૧૭૫૫માં ઘટી એમ કહે છે.