________________ 307 મુગલ સામ્રાજ્ય | લમાનનાં થાણું કાઢી મૂકી બળવાન થઈ ગયા હતા. રાજકૈટમાં બાકરખાન તથા મોસમખાનને મારી, નવું રાજ્ય સ્થાપી, મધ્ય સૌરાષ્ટ્રમાં પોતાનું વર્ચસ્વ જમાવી રણમલજી ગુજરી ગયા હતા. તેના અનુગામી ઠાકર લાખાજી નબળા હતા; પણ પાટવી મહેરામણજી વિદ્વત્તા અને શોર્યના પ્રભાવે શાસન કરી રહ્યા હતા, આમ, સોરાષ્ટ્રમાં ચારે તરફ મુસ્લિમ સત્તાને અસ્ત થતાં અને મરાઠાએની મુકગીરીના કારણે થયેલા કરજના વધારાને પહોંચી વળવા નાનાંમોટાં રાજ્ય યુદ્ધોમાંથી અળગાં રહી રાજ્ય વિસ્તાર કરતાં આબાદી વધારવા પર વધુ લક્ષ્ય આપવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ સૌરાષ્ટ્રના ભાગ્યમાં આવી આબાદી અને શાંતિ લખાઈ ન હતી. તે જવાંમર્દખાનની ચડાઈ : ઈ. સ. 1751 : અગાઉ જોયું તેમ જવાંમર્દ ખાને બાબી તથા દામાજી સાથે શેરખાનને વેર બંધાયું હતું અને તે બને જૂનાગઢ ઉપર ચડાઈ લઈ જઈ શેરખાનનું કાસળ કાઢી નાખવા વિચારી રહ્યા હતા. પણ ઈ. સ. ૧૭૫૧માં પેશ્વાએ દામાજીરાવને દગાથી કેદ પકડયા અને જવાંમર્દખાને એકલાએ સોરઠ ઉપર સ્વારી કરી. પણ તે જૂનાગઢ સુધી પહોંચી શકે નહિ અને નાના ઠાકર પાસેથી પેશકસી ઉઘરાવી પાછો ગયે. સાયેલા રાજ્યની સ્થાપના : ઈ.સ. 1751 ધ્રાંગધ્રાના કુંવર સેસમાલજીઉં બહાને, સાયલા ઉપર ચડાઈ કરી, તે જીતી લઈ, ત્યાં પોતાની ગાદી સ્થાપીર 1. ધ્રોળના વાઘજી ઠાકર મીતાળાના ખારામાં છાવણી નાખી પડયા હતા. ત્યાં ગાંડળને હેથીજી નગારાં વગાડતા નીકળે. નગારાં બંધ કરવા વાઘજીએ તેને આજ્ઞા આપી; પણ તેણે નમતું ન આપ્યું. તેથી વાઘજીએ તેને હરાવી, નગારાં ફેડી, ગેલ ઉપર ચડાઈ કરવા વિચાર કર્યો. ત્યાં એક ચારણે ગેડલ જઈને કહ્યું કે, “હાલા હોથીને વાર, ગઢ જાશે ગાંડલ તણે, . સૂતા સાપ મ જગાડ, વેરી કર માં વાઘડે.” - 2. સેસાભાઇએ તેના ભાઈ ગજસિંહ પાસેથી પ્રાંગધ્રા લઈ લીધું, પણ તેનાં રાણી જીજબા તેના ભાઈ વરસડા ઠાકોરને ત્યાં હતાં. તેણે રાધનપુરના બાબી ફખરૂદ્દીનખાન તથા પેશ્વાના સરદાર ભગવંતરાવની મદદથી સેસાભાઈએ કાઢી ધાંગધ્રા પુનઃ લીધું. તે વખતે કાઠીઓએ તેને સહાય કરેલી.