________________ મુગલ સામ્રાજ્ય 375 પણ મારે તેની તલવાર એવી સ્થિતિ થઈ. જૂનાગઢના ફેજદારના તાબાનાં અગત્યનાં બધાં થાણુઓ તેના હાથમાંથી ચાલ્યાં ગયાં અને શહેનશાહની હકૂમત દિલ્હી શહેરમાં રહી, તેમ તેઓની હકૂમત જૂનાગઢ પૂરતી જ હતી. મરાઠાઓની મુલકગીરી : મરાઠાઓએ સૌરાષ્ટ્ર ઉપર મુલ્કગીરી નામે ચોથ ઉઘરાવવા આ સિકાના પૂર્વાર્ધમાં ચડાઈ કરી મોટી રકમની આકરી વસૂલાત કરી સૌરાષ્ટ્રને નિર્ધન બનાવી દીધું. તેઓનાં મોટાં લશ્કરે આ દેશમાં ઊતરી પડતાં અને રાજાઓ અને જમીનદાર પાસેથી અને ધનવાન માણસ પાસેથી મેટી માટી રકમ વસૂલ કરતાં. આવી ચડાઈ ઈ. સ. ૧૭૨૨માં પ્રથમ વખત થઈ હોવાનું જણાય છે. ત્યારે પીલાજી ગાયકવાડ અને કંથાજી કદમનાં સંયુક્ત સૈન્ય ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં ઊતર્યા અને નાના નાના તાલુકદારેને દબાવી ખંડણ લઈ પછી સિહાર ગયા. ત્યાં ભાવસિંહજી ગોહિલે તેમને શિકસ્ત આપી અને મરાઠી સૈન્ય પાછાં ફરી ગયાં. તે પછી ઈ. સ. ૧૭૨૫માં પીલાજી ગાયકવાડે ફરીથી ચડાઈ કરી સરહદ ઉપરથી ખંડણું ઉઘરાવી, પણ તે સૌરાષ્ટ્રના અંદરના ભાગમાં આવી શકયા નહિ. ત્રીજી ચડાઈ ઈ. સ. ૧૭૩૧માં પીલાજીએ કરી. તેણે જૂનાગઢમાં બે વર્ષ મુકામ રાખી ખંડણી વસૂલ કરી. આથી સત્તાની અવગણના થઈ અને બીજી રીતે ન ફાવતાં ગુજરાતના સૂબા અભયસિંહે તેનું ડાકેરમાં ખૂન કરાવ્યું, પણ તેનાથી હતાશ કે પરાજિત ન થતાં વિશેષ જોરથી ઈ. સ. ૧૭૩પમાં દામાજી ગાયકવાડે સૌરાષ્ટ્રમાંથી ભેટી રકમની ખંડણી વસૂલ કરી. સૌરાષ્ટ્ર જાણે તેમને લુંટી ખાવાને ખજાને હેય તેમ ઈ. સ. ૧૭૩૭માં દામાજી ગાયકવાડના ભાઈ પ્રતાપસિંહે અને ઈ. સ. ૧૭૩૮માં દામાજીએ અને તે જ વર્ષમાં રંગાજીએ પિતાના દ્રવ્યભને મેટી મોટી રકમ બળજબરીથી વસૂલ લઈ સંધ્યો . ઇ. સ. ૧૭૪રમાં દામાજી ગાયકવાડે ફરી ચડાઈ કરી. મરાઠાઓ કઈ પણ જાતની વ્યવસ્થા વગર કે રકમ મુકરર કર્યા સિવાય મુલ્કગીરી વસૂલ લેતા ગયા. બે વર્ષ પછી, એટલે ઈ. સ. ૧૭૪૪માં, , દામાજીના ભાઇ સેનાપતિ ખંડેરાવની વિધવા ઉમાબાઈનાં સિન્યો આ કમનસીબ પ્રાંત ઉપર ફરી વળ્યાં. પણ પિતાને તેમાંથી ભાગ ન મળતાં દામાજીએ વીસ હજારનું સૈન્ય સજી તપ તથા બંદૂક જેવાં અદ્યતન હથિયારો સાથે સેરઠ જીતી લેવા જૂનાગઢ ઉપર ચડાઈ કરી. ઈ. સ. ૧૭૪૬માં જૂનાગઢના પાદરમાં પિતાના તંબૂ ઊભા કરી જૂનાગઢ ઉપર તે માંડી; પણ આ વખતે શેરખાન બાબીએ મેહનલાલ 1. . સ. ૧૭૩૯માં દામાજીએ કરછ ઉપર ચડાઈ કરી હતી. “શિવે આણી દાભાડે પેશ્વા દફતરના મરાઠી પત્રોના આધારે. 2. શેરખાને બહાદુરખાન એવું નામ આ સમયે ધારણ કર્યું હતું.