________________ 334 સૌરાષ્ટ્રને ઇતિહાસ અને જૂનાગઢથી સાગરકાંઠા સુધીને ભાગ સોરઠ તરીકે ઓળખાયે. મરાઠાઓએ આ દેશમાં આવી કાઠીઓને સામને છે. તેથી આ દેશના મધ્યસ્થ ભાગને કડિયાવાડ કહેવામાં આવતા. તેથી સોરાષ્ટ્રને કાઠેવાડ કહેવા માંડયા અને તે હંપરથી અંગ્રેજોએ તેને કાઠિયાવાડ કહ્યો. આ સોરઠ વિભાગના દક્ષિણ ભાગમાં મુસ્લિમોનાં થાણુઓ હતાં. તેમાં ઊના, દેલવાડા, પ્રભાસપાટણ, વેરાવળ, માંગરોળ વગેરે સ્થળોએ થાણદારે રહેતા કારણ કે સેરઠ શહેનશાહતને ખાલસા પ્રદેશ હતે. ઊના-દેલવાડા : ઊના-દેલવાડાના મુસ્લિમ થાણદારને ત્યાંના રજપૂતોએ હાંકી કાઢયા અને ઊના પિતાના કબજામાં લીધું, પણ તેઓની હકૂમત લાંબે વખત ટકી નહિ. ત્યાંના મુસિલમ કાતીઓએ ઊના પુન: કબજે કરી લીધું અને ઈ. સર 1748 લગભગ આ કસ્બાતીએ સ્વતંત્ર થઈ પડયા. પ્રભાસપાટણ-વેરાવળ : પ્રભાસપાટણના રજપૂત રાજકર્તાઓને નાશ થયા પછી ત્યાં કઈ રજપૂત હતા નહિ અને જે હતા તેઓએ ઈસ્લામ અંગીકાર કર્યો હતે. મુગલેએ જ્યારે સેરઠ પરગણું ખાલસા વહીવટમાં લીધું ત્યારે ત્યાં થાણું મકેલું અને દેસાઈઓને મુલ્કી વહીવટ પેલે. દેસાઈએ ઈ. સ. 1700 લગભગ મુસ્લિમેની સાથે લશ્કરી કામગીરી પણ કરતા, અને દેસાઈ ગણપત સારંગધર આ પ્રદેશના બન્ને વિભાગના અધિકારી હતા. તેઓ ગુજરી જતાં તેમના પુત્ર માવજી દેસાઈ, મલેકખાન જીયાખાને પાટણ ઉપર ચડાઈ કરી પાટણ હસ્તગત કરવા કરેલા પ્રયાસમાં, પિતાને બે ભાઈઓ સાથે તેની સામેના યુદ્ધમાં કપાઈ ગયા. મલેકખાને પાટણને કબજે લીધે અને પાદશાહના થાણાને ઉઠાડી મૂકયું; પણ ઈ. સ. ૧૭૦૬માં બાદશાહ ઔરંગઝેબની આજ્ઞાથી માવજીના પુત્ર દેસાઈ સુરજમલે પાટણ ફરી ફતેહ કર્યું અને મકેલખાન જીયાખાનને રણક્ષેત્રમાં ઠાર માર્યો.' માંગરોળ: માંગરોળ જમાલખાન લેવાણી નામના સરદારને જાગીરમાં મળેલું. તેના પાસેથી મરાઠાઓએ તે પડાવી લીધું અને ત્યાં જાદવ જશવંત નામને થાણદાર હતું. તેને . સ. ૧૭૪૮માં કાઢી મૂકી શેખ કમરૂદીને ત્યાંને કબજે કરી સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. એ રીતે સોરઠ કે જે શાહી ખાલસા પ્રદેશ ગણાતો તેમાં 1. આ દેસાઈ સૂરજમલ મારા પૂર્વજ હતા. આ પ્રસંગની વિગત “પિતૃતર્પણ' નામના મારા પુસ્તકમાં આપવામાં આવી છે. 2. “સોરઠી તવારીખ પ્રમાણે માંગરોળની પ્રજાએ રાજીખુશીથી ગાયકવાડી સત્તા સ્વીકારી હતી. આ થાણું ઈ. સ. 1723 લગભગ બેઠું હશે. તેમાં બે સૂબાઓ દંતાજી તથા યંબકરાવ થયા. “સોરઠી તવારીખમાં આ સૂબાને પેશ્વાને સૂબો તથા તેનું નામ નેતાજી કહેલ છે; તેણે મુસ્લિમોને એકાદશી કરવા તથા સોમવાર કરવા ફરજ પાડેલી હતી. તેના થાણદાર જાદવ જસવંતને શેખ ફકરૂદ્દીને કાઢી મૂકયો એમ પણ લખે છે.