________________ 333 મુગલ સામ્રાજ્ય સુધી આ પ્રાંત અત્યાર સુધી આ પ્રાંતનું નામ સૌરાષ્ટ્ર હતું; પણ જુદા જુદા પોતાના પ્રદેશનાં નામ પિતાના નામે પાડવાની પ્રથા શરૂ કરી. સૌરાષ્ટ્રના ને હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ વગેરે નામો પ્રચલિત થયાં. મુસલમાનેએ (નાગઢ પ્રદેશને સેરઠ એવું નામ આપ્યું. સોરાષ્ટ્રનું અપભ્રંશ સોરઠ થઈ ગયું 1. સેરઠ શબ્દ તે ઘણો જૂને હેવાનું જણાય છે. સંભવ છે કે સૌરાષ્ટ્રનું સોરઠ નામ . સ. 700 પછીથી થઈ ગયું હશે. મુસલમાનોએ ઉચ્ચારમાં સહેલું જણાતાં તે નામ અપનાવી લીધું. રાહના સમયમાં તે સોરઠ કહેવાતા તે પણ માની શકાય છે. સોરઠ શબ્દ વર્તમાન સેરઠ માટે તે મુસ્લિમોના સમયથી વિશેષ પ્રચલિત થયો તેમ જણાય છે. જામરાવળે વર્તમાન હાલારનું નામ પાડયું. સેજકજી ગોહિલ પછીના ગોહિલ રાજાઓએ વર્તમાન ગેહિલવાડનું નામ પાડયું. અને ઝાલાઓએ તેમના પ્રદેશને ઝાલાવાડ કહ્યો. કાઠીઓ ધંધુકા, સાયલા, ચેટીલા, જસદણ, વડિયા, જેતપુર સુધીના મધ્ય સૌરાષ્ટ્રમાં પ્રસરેલા હતા. તેથી તે ભાગ કાઠિયાવાડ કહેવાયો. બાકી રહેલ રાહનો પ્રદેશ મુસ્લિમોએ ખાલસા કર્યો, તે સૌરાષ્ટ્ર વા સેરઠ કહેવાય. તેને ઉલ્લેખ સોરઠ તરીકે ચારણોની વાતમાં, દુહાઓમાં અને સિંધી કવિ શાહ લતીફનાં કાવ્યમાં છે. બીજી તરફ મુસ્લિમોએ તેને સોરઠ કહ્યો તે સમયે તે વિભાગનું નામ સેરઠ પ્રચલિત હશે તેમ પણ માની શકાય છે. ચંદ્રચુડના સમયમાં જાનું સોરઠ તથા નવું સોરઠ એમ બે ભાગ હતા. “સોરઠ’ સ્થાનિક પ્રજાજનેમાં સૌરાષ્ટ્ર જેટલું જ પ્રિય નામ છે. સેરી, સોરઠિયા, સરઠ તેને ઉપરથી થયેલા શબ્દો છે. સેરાઇયા વિશેષણવાળી જ્ઞાતિઓ છે. એટલે તે શબ્દ પુરાણ હતિ તેમ માનીએ તે હરકત નથી. આ સંશોધનનો વિષય છે અને સંશોધન કરતાં આ રસિક વિષય ઉપર થોડોઘણે પ્રકાશ પડે છે. વિદ્વાન ઈતિહાસ શ્રી. ગૌ. હી. ઓઝાના મંતવ્ય અનુસાર ઉત્તર સૌરાષ્ટ્રનું નામ આનર્ત હતું. તેની રાજધાની બનતપુર યા આનંદપુર હતી અને દક્ષિણ સૌરાષ્ટ્રનું નામ સેરઠ હતું. (નવમી ગુજરાતી સાહિત્ય પરિષદ) પરંતુ સોરઠને સ્પષ્ટ ઉલ્લેખ કયાંય હોવાનું તે કહેતા નથી. જન ગ્રંથોમાં સૌરાષ્ટ્ર શબ્દનો જ પ્રયોગ કરેલ છે. વિવિધ તીર્થ કલ્પગત “ઉજજયન સ્તવન”માં તેમજ વસ્તુપાલતેજપાલમંત્રીકલ્પમાં “સુરાષ્ટ્ર' શબ્દ વાપરે છે. જ્યારે “ઉજજયન મહાતીર્થંકલ્પ” અને “રૈવતગિરિ કલ્પ” અને “અમ્બિકાદેવી કલ્પ'માં “સુર” શબ્દ વાપરે છે. પણુ ઈ. સ. 159 લગભગ લખાયેલા કાન્હડદે પ્રબંધમાં (“લાડ દેશનિ સિંધુ સવાલખ ગુજર સોરઠ લીધ”) સોરઠ' શબ્દ વપરાયેલું જોવામાં આવે છે. નંદીસૂત્ર” નામના ગ્રંથમાં અઢાર લિપિઓમાં સોરઠ લિપિને તથા હરિભદ્રસુતકૃત “શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં સોરઠી રાગને ઉલ્લેખ છે. - ઈ. સ. 1443 લગભગ લખાયેલા ‘વસંતવિલાસ' નામના ગ્રંથમાં “જંબુસ દીવીષ્ઠ ભણુયે, સુણીયએ સોરઠ દેશ” એવો પણ ઉલ્લેખ છે. આ પ્રશ્ન ચર્ચાને એક સ્વતંત્ર વિષય છે. પણ કાંઈ પણ નિર્ણયાત્મક કથન કરતાં પહેલાં એટલું સ્પષ્ટ છે કે “સોરઠ' શબ્દ મુસ્લિમ આવ્યા પહેલાં પ્રચલિત છે. તે સૌરાષ્ટ્રને સ્પષ્ટ અપભ્રંશ છે. પણ તે સાથે પ્રજાએ તેને અપનાવી સૌરાષ્ટ્રને અમુક પ્રદેશ સોરઠ ગણ્યો છે અને સદીઓથી તેને ઉપયોગ થતો આવ્યો છે. મુસ્લિમોએ પણ તે શબ્દને સ્વીકાર્યો અને તેમના વ્યવહારમાં લીધા..