________________ હકી મુગલ સામ્રાજ્ય ચડાઈ કરી, કાઠીઓને હરાવી, ઈ. સ. ૧૭૫૧માં ત્યાં પોતાની હકૂમત સ્થાપી. ભાવનગર : ઇ. સ. 1722 : સિહોરની ગાદીએ રાવળ રતનજી ઈ. સ. ૧૭૦૩માં ગુજરી ગયા, તેની પાછળ ભાવસિંહજી ગાદીએ બેઠા તે ખૂબ જ દૂરંદેશી અને બુદ્ધિશાળી હતા. તેમણે પણ સમયને લાભ લેવા વિચાર કર્યો, પણ કાઠીઓ તેમના માર્ગમાં કંટક થયા હતા. વળી ઘોઘામાં બાબીઓને જાગીર આપવામાં આવેલી. કંટક સેરઠના ફોજદારની હિલવાડના પ્રદેશ ઉપર હકૂમત હતી. અને અમદાવાદના સૂબા અને જૂનાગઢના ફેજદાર વચ્ચે વારંવાર થતા ઝગડાઓની પણ તેને અસર પહોંચી; તેમ છતાં તેણે હિંમત છેડી નહીં, અને પિતાને ઉદ્દેશ પાર પાડવા પ્રયાસ કરવા માંડયા. મરાઠાની ચડાઈ : ઈ. સ. 1722-23 : ભાવસિંહજી તેની યેજના અમલમાં મૂકે તે પહેલાં મરાઠા સરદાર કંથાજી કદમ ભાંડે તથા પીલાજી ગાયકવાડે બિહાર ઉપર ઈ. ૧૭૨૨માં ચડાઈ કરી આ ચડાઈ સૌરાષ્ટ્ર ઉપર મરાઠાઓની આવેલી ચડાઈઓમાં પહેલી હતી. મુસલમાનની ચડાઈઓથી થાકેલી પ્રજા ઉપર મરાઠાઓની ચડાઈઓ શરૂ થઈ ભાવસિંહજીએ તેમનું વીરચિત સ્વાગત કર્યું. સિહોરના પાદરમાં યુદ્ધ થયું અને તેમાં કંથાજી કદમ અને પીલાજી હારીને પાછા ફર્યા. 1. ભાવસિંહજીને કેઈએ ચડાવ્યા કે “રાજા આપ છો, પણ ખરી સત્તા તે દીવાન વલ્લભજી દામજીના હાથમાં છે. ગમે તે કારણે ભાવસિંહજીએ ક્રોધાવેશમાં વલભજીને પોતાના હાથે ભાલું મારી, મારી નાખ્યા. તેથી તેને કુટુંબે ભાવનગરને ત્યાગ કરવા નિશ્ચય કર્યો. પરંતુ રાજમાતા વચમાં પડયાં અને માફી માગી અને વલ્લભજીના ભાઈ રણછોડજીને દીવાનગીરી આપી. 2. આ યુદ્ધ માટે રાસમાળામાં બહુ રસિક વર્ણન છે. તે વર્ણન ગોહિલના દસેદીઓના કથનના આધારે આપવામાં આવ્યું છે. તે પ્રમાણે “પાદશાહનું રાજય શાહુ મહારાજના હાથમાં ગયું. આરબો તેમાં ભળી ગયા. તે છેક મકકાથી પૂર્વમાં ભદ્રિકા સુધી થયું. તેના સૂબેદાર એવા સત્તાવાન થયા કે તેઓએ ખંડણી લેવા માંડી........ શાહુએ શિવાજીને, કહ્યું કે આપણે દીલ્હી તેડીને ઘણે મુલક તાબે કર્યો. હવે કયા દેશ જીતવાના બાકી છે? ત્યારે શિવાજી બેલ્યા કે મેં ઘણું દેશ જીત્યા પણું સૌરાષ્ટ્ર દેશ જિતાયો નથી. તેથી શાહુએ કંથાજીને તથા પીલાજીને એક લાખ વર્ષને પટ જો સોરઠ દેશ જિતાય તે હું તમને આપું છું અને જ્યાં શહેર હશે તે સાવ તમને જાગીરમાં આપીશ, એમ કહી રાજ્યપદ આપીને શિરપાવ કર્યો. દીલ્હીના સરદાર લડવાની સામગ્રી લઈને તેઓને મળ્યા. મુગલાઈ તલવારે તેઓએ ખેંચી. રૂસ્તમઅલી એંસી હજારની કેજ સાથે લડાઈમાં પડે. કુંભાજીએ ભાવસિંહજીને કહેવરાવ્યું કે “તમો સિહારનો ગઢ આપી દે, નહીંતર સવારમાં તે માંડશું.' આ સંદેશો બ્રાહ્મણ લાવ્યો હતો. તેથી તેને ન મારતાં ભાવસિંહે પાછા જવા દીધા. યુદ્ધ થયું. તેમાં મરાઠાઓ હાર્યાં. કંતાજી વળતાં માર્ગમાં મરણ પામ્યો. બીજે વર્ષે શાહુએ સામ તેને પૂછયું કે, કિંતાછ કેમ ન આવ્યા ?" ત્યારે રાવતેએ જવાબ દીધો કે “જે કંઈ જાવે જાય તે દ્રવ્ય લઈને પાછા આવે, પણ જે ભાવની સામે લડવા જાય તે કદી પાછી આવે નહીં.” (રાસમાળા, ભાગ 2 જે. ભાષાન્તરમાંથી ચારાંશ)