________________ મુગલ સામ્રાજ્ય 31 મહાબતખાનજી કેદ : ઈ. સ. 1762 : મહાબતખાનજીના મળવાન ભાઈ સલામતમહમદખાને વાડાસિનોરમાં સ્વતંત્રતા ધારણ કરી; તેથી મહાબતખાનજીને તેનો ભય હતે નહીં, પણ તેના જ કુટુંબમાંથી તેને ગાદી ઉપરથી ઉતારી મૂકવાનું , કાવતરું થયું. તેની ફઈસાહેબા સુલતાના તેના ભાઈ શેરખાન જેવાં મુત્સદ્દી અને બુદ્ધિમાન હતાં. તેના કાકાના પુત્ર સામતખાન બાબી સાથે તેનાં લગ્ન થયેલાં અને તેને પુત્ર જાફરખાન સાહેબના સુલતાનાની હયાતીમાં જ મુઝફરખાન તથા ફતેહયાબખાન નામના પુત્રને મૂકી ગુજરી ગયેલ. સાહેબા સુલતાનાએ જોયું કે મહાબતખાને, ગાદીએ બેસતાં જ તેના દીવાનની કરપીણ અને દગભરેલા ખૂનથી પ્રજાને પ્રેમ છે છે અને સેના તથા સેનાપતિઓ તેની વિરુદ્ધ છે. તેથી આ તક જવા દેવી જોઈએ નહીં, તેમ માની આરબના જમાદાર સાલમીન અને ઝાલા પક્ષના માણસની સહાયથી તેણે મહાબતખાનને પકડી ઉપરકેટમાં કેદ કરી પિતાના પુત્ર મુઝફરખાનના નામની આણ ફેરવી. આ સમાચાર સમી પહોંચતાં જ જવાંમર્દખાને મહાબતખાનજીને મુક્ત કરવા જૂનાગઢ ઉપર ચડાઈ કરી. તેને પ્રગટ ઉદ્દેશ આ હતું, પણ ગુપ્ત ઉદ્દેશ તે મુઝફરખાન તથા મહાબતખાન બનેને મારી પિનાના પુત્ર ગાઝી–ઉ–દીનખાનને ગાદીએ બેસાડવાને હતે. તેના ઉપરકેટ લેવાના પ્રયાસ નિષ્ફળ નીવડયા. તેથી તેણે જૂનાગઢથી પિતાનું લશ્કર ખેંચી લઈ ધોરાજીના માર્ગમાં મુકામ નાખી સાહેબા સુલતાનાના પ્રયત્નના પરિણામની રાહ જોયા કરી. A તકને લાભ લેવાનું સૂત્ર કે બરાબર સમક્યું હોય તે તે ભા કુંભાજી હતા. તેણે આ તક પણ તુરત જ ઝડપી લીધી. મહાબતખાન જેવા નિર્બળ રાજા પાસે જૂનાગઢ રહે તે જ તેમની મહત્વાકાંક્ષાઓ સત સ્વરૂપ પામે એમ હતું. જૂનાગઢને ઘેરે: જવાંમર્દનું લશ્કર નિરાશ થઈને પાછું ફર્યું, પણ ભા કુંભાજી નિરાશ થાય તે પુરુષ ન હતું. તેણે તેના સિન્યને જુનાગઢના દરવાજે ઉપસ્થિત કર્યું અને સ્પષ્ટ કહેણ મોકલ્યું કે મહાબતખાનજી મુક્ત નહીં થાય તે જૂનાગઢ હતું ન હતું થઈ જશે. સાહેબા સુલતાનાને કુંભાજીની શક્તિને પરિચય તથા ફતેહયાબખાનને રાણપુરની જાગીર મળી. સાહેબા સુલતાના જુનાગઢની બહાર ગયાં અને 35000 કેરી કુંભાજીએ મહાબતખાનજીને ખર્ચ માટે ધીરી અને તેના બદલામાં ઉપલેટા પરગણું લખાવી લીધું. 1. આ જવાંમદખાન બીજે. દીવાન રણછોડજીએ તેને પીરમ પાટણને કહ્યો છે. પીરમ પાટણમાં તેની જાગીર હતી તે બરાબર છે.